Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગર્ભાવસ્થાથી ડરતી યુવતીઓ

લગ્નની વાત યુવતીઓને રંગીન કલ્પનામાં ખેંચી જાય છે. પતિ સાથે ખૂબ હરવું-ફરવું, સરસ કપડા પહેરવા, હનીમૂન પર જવું તમામ અતૃપ્ત ઈચ્છાઓ પૂરી કરવી અને માતા બનવું. પરંતુ મા બનવાના વિચારમાત્રથી કેટલીક યુવતીઓના ચહેરા પર તાણ આવી જાય છે.

આ તાણના કારણો જુદા જુદા હોય છે. કેટલીક છોકરીઓને  ડર હોય છે કે તે લગ્ન પછી તરત જ ગર્ભવતી બની જશે તો? જ્યારે અન્ય કેટલીકને એવો ડર હોય છે કે તે ગર્ભવતી ન બની તો? આનું કારણ છે તે શારીરિક સ્થિતિથી અજાણી  હોય છે. કેટલીક છોકરીઓને માસિક દરમ્યાન ત્રણ દિવસ રક્તસ્ત્રાવ થાય છે તો અન્ય કેટલીકને પાંચ દિવસ સુધી રક્તસ્ત્રાવ થાય છે. પહેલી છોકરીના મનમાં પોતાની અંદર ગડબડ હોવાનો ડર હોય છે.

ગર્ભધારણના સંદર્ભમાં પરિણીત અથવા કુંવારી યુવતીઓના મનમાં ચિંતા  જોવા મળતી હોય છે. કેટલીક વખત લગ્નના ૩-૪ વર્ષ પછી પણ નોકરિયાત હોવાના કારણસર તે બાળકને તે ટાળતી હોય છે. તે તરત જ મા  બનીને કોઈ ઝંઝટમાં પડવા માગતી નથી. 

સગા સંબંધીઓ તથા સહિયરોની  મજાકથી તેના મગજમાં મૂંઝવણ ઊભી થાય છે. તે ગર્ભનિરોધક ગોળી લેવા ઈચ્છે છે. પરંતુ તેના મનમાં સંશય હોય છે.
લગ્નબાદ ગર્ભવતી થતી યુવતીઓને પણ અલગ પ્રકારની ચિંતા સતાવતી હોય છે. જેમ કે છોકરો થશે કે છોકરી.

તેમાં વળી ગર્ભાવસ્થા સંબંધિત સાંભળેલી વાતોમાં કેટલું તથ્ય છે તે બાબતે પણ તે મુંઝાયેલી  હોય છે. જેમ કે, પપૈયું ન ખાવું, ચંદ્રગ્રણ ન જોવું, સેક્સથી દૂર રહેવું વગેરે. સેક્સ  કરવાથી બાળક  પેટમાં જ ખત્મ થઈ જશે અથવા તેનામાં કોઈ વિકૃતિ આવી જશે એવું પણ ઘણા માને છે. પરંતુ હકીકત એ છે કે બાળક એમ્નિયોટિક ફ્લૂડની વચ્ચે સુરક્ષિત હોય છે.

કેટલીક સ્ત્રીને ગર્ભાવસ્થા દરમ્યાન આંખની ચારેબાજુ કાળા કુંડાળા થાય છે અને પેટની વચ્ચે નાભિની ઉપરથી પેડૂમાં નીચે સુધી કાળી લાઈન થાય છે. તે આ લાઈન વિશે વિચારીને હેરાન થઈ જાય છે. પરંતુ પ્રસુતિ બાદ તે ગાયબ થઈ જાય છે. ગર્ભધારણ બાદ કેટલીક અબૂધ યુવતીઓને એવો ડર સતાવે છે કે તે બાળકને જન્મ આપતાં મરી તો નહીં જાય ને?

વાસ્તવમાં આવા ડરની પછવાડે તેમનો જે વાતાવરણમાં ઉછેર થયો હોય છે તે જવાબદાર હોય છે. કોઈ છોકરી જ્યારે ગર્ભવતી સ્ત્રીને હેરાન થતી જોઈ જાય તો પણ તે ડરી જાય છે. તેથી તે બાળકને જન્મ આપવાનું ટાળતી હોય છે. ઘણી વખત લગ્નને વર્ષ થવા છતાં  ગર્ભ ન રહે તો સાસરિયાંઓ અને ખાસ કરીને સાસુ-જેઠાણી-નણંદ ચિંતા કરવા લાગે છે. તેનાથી તે સ્ત્રીની ભૂખ મરી જાય છે અને તેને ગર્ભ રહેવો વધુ મુશ્કેલ બની જાય છે.

કેટલીક શિક્ષિત સ્ત્રીઓ પણ એમ માને છે કે ગર્ભસ્થ શિશુ ખોડ ખામીવાળું હશે કે તેનો બીજી શારીરિક તકલીફ હશે. સોનોગ્રાફી કરવાથી તેમનો આ ડર દૂર થાય છે.

ગર્ભધારણ કરવાથી મરી જવાનો ભય ધરાવતી યુવતીને માનસિક રીતે સંતોષ મળે  તે રીતે સમજાવો. તેને પૂછો કે તેની માતાએ પણ તેને જન્મ આપ્યો છે તો શું તે મરી ગઈ?

ડૉક્ટરની સલાહ લેવી. તે ગર્ભવતીને તપાસી જે સાચી સ્થિતિ જણાવશે. ગર્ભાવસ્થા દરમ્યાન કોઈ બીમારી હોય તો તેની પણ સારવાર કરી શકાય છે. અને કોઈ સ્ત્રી ગર્ભધારણ કરીને મરી જતી નથી એટલે તે ડર કાઢી નાંખવો.

ગર્ભવતી ન બની શકવાનો ડર હોય તો એકવાર સ્ત્રીરોગ નિષ્ણાતને મળીને તમામ શંકાઓનું સમાધાન કરી લેવું.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments