Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત-લાલ-લાલ ટમેટાંની ટેસ્ટી વાનગીઓ

ટમેટાંએ વિદેશથી આવેલું અને બારે મહિના આપણે ત્યાં મળનારું ફળ-શાક છે. અગત્યની વાત એ છે કે ટમેટાં સૌને ભાવે છે. એટલું જ નહીં, કોઈપણ બિમારીમાં ખાવાથી તે નડતાં નથી એટલે ચાર ટમેટાં પડયા હોય તો કોઈપણ ગૃહિણીને ગમે ત્યારે ટપકી પડેલા મહેમાનો માટે ભોજનનો પ્રબંધ કરવાનું મુશ્કેલ પડતું નથી. આમ છતાં ટમેટાની કચુંબર અથવા ટોમેટો કેચઅપ જેવી એકાદ-બે વાનગીઓ સિવાય અન્ય વાનગીઓ બનાવવાની રીતો ખાસ જાણીતી નથી. એટલે અત્રે કેટલીક સ્વાદિષ્ટ અને સહેલી વાનગીઓ આપી છે.

સ્ટફ ટોમેટો

સામગ્રી : મધ્યમ આકારના ૭-૮ ટમેટાં, થોડાં બાફેલા લીલા વટાણાં, અડધી વાટકી પનીરનો ભૂકો, એક લીલું મરચું, આદુ અને લસણ (વાટીને) એક ચમચી મીઠું, બારીક કાપેલી ડુંગળી.

રીત : ટમેટાં સ્વચ્છ ધોઈ તેની ઉપર કાપો મૂકી ચમચી દ્વારા અંદરનો ગર કાઢી લો. પનીર લીલાં વટાણાં ડુંગળી વગેરેમાંથી સૂકી ભાજી બનાવી કાઢો. તેમાં ટમેટામાંથી નીકળેલો ગર ઉમેરો બરાબર હલાવી આ મસાલો પોલાં ટમેટાંમાં ભરો. ઓવનમાં શેકો અથવા નોનસ્ટીક તવા પર થોડું  તેલ મૂકી તેની ઉપર ટમેટાં મૂકી ઉપરથી ઢાંકી દો. બરાબર બફાઈ જાય એટલે ઉતારી લો. પિરસતી વખતે ડીશમાં ટમેટાં મૂકી બાજુમાં થોડાં લીલા વટાણા અને પોટેટો ચીપ્સ મુકો.

ટમાટર સબ્જી

આઠ સરખા કદના ટમેટાને સ્વચ્છ ધોઈ અંદરનો ગર કાઢી  તેમાં મીઠું ચોપડી ઉલ્ટા રાખી મૂકો. અંદર ભરવા માટે બાફેલાં બે બટાંટા, અડધો કપ પનીર (બારીક કરેલું) અડધો કપ બાફેલા લીલાં વટાણાં, એક ઘોલર મરચું, એક બાફેલું અને બારીક કાપેલું ગાજર આ બધું એકત્ર કરો તેમાં મીઠું-મરચું, ધાણાજીરૃ અને કોથમીર (બારીક કાપેલી) નાખો. આ મિશ્રણને પોલા કરી મીઠું લગાડીને મૂકેલાં ટમેટામાં ભરી દો.

ત્રણ ટેબલ સ્પૂન વનસ્પતિ ઘી ગરમ કરો. તેમાં બે લવીંગ, બે એલચી નાખો, બે ડુંગળી બારીક કાપી તેમાં સાંતળો. એક-એક ચમચી  આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. એકથી દોઢ  પાણી નાખો. સ્વાદ માટે મીઠું-મરચું નાખો. તેમાં ઉપરોક્ત ભરેલાં ટમેટાં છોડો.

ટમેટાંની ચટણી

સામગ્રી : ૫૦૦ ગ્રામ ટમેટાં બારીક કટકા કરી લો. બે ટેબલ સ્પૂન સફેદ તલ થોડા વાટી લો. લસણને બે કાંદા છોલીને વાટી લો. લાલ મરચાની ભૂકી. બે ચમચી મીઠું અને વઘારનું બધું તૈયાર રાખો.

રીત : તેલ ગરમ કરો. એમાં વઘારની સામગ્રી નાખી તેમાં ટમેટાં નાંખી તેલ છુટે ત્યાં સુધી સાંતળો. તેમાં તલ અને લસણનો છુંદો અને મીઠું, લાલ મરચાંની ભૂકી નાખો. બરાબર ગરમ થાય એટલે ઉતારી લો.

ટોમેટો ભાત

સામગ્રી : ૩ વાટકી બાસમતી ચોખા, ૪ ટમેટાંનો રસ, અડધા લીલા નાળિયેરનું દૂધ, એક ચમચી આદુ અને ૧ ચમચી લસણની પેસ્ટ બનાવી રાખો. ગરમ મસાલો (૩ લવીંગ + ૧ ઈંચ તજ +૩ એલચી+૩-૪ મરી) બે ડુંગળી પાતળી કાતરી બનાવીને રાખો.

રીત : પહેલાં થોડાં તેલમાં ડુંગળીને ગુલાબી સાંતળી લો. ડુંગળી કાઢી લો અને એ જ તેલમાં ગરમ મસાલો  નાખો. સ્વચ્છ ધોયેલા ચોખા તેમાં નાખી બરાબર હલાવો ટમેટાંનો રસ અને નાળિયેરનું દૂધ મિશ્રણ કરી ચાર વાટકી થાય તેટલું પાણી ઉમેરીને બનાવો મીઠું, ખાંડ,  આદું, લસણ નાખો અને કુકરમાં અથવા તપેલીમાં બાફી લો.

ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે. તેમાં ઉપરથી એક બીટના નાના કકડા, ડુંગળીની કાતરી અને કાજુ નાખીને સજાવી શકાય.

ક્રીમ ઓફ ટોમેટો સૂપ

સામગ્રી : ૫૦૦ ગ્રામ ટમેટાં, એક ગાજર, એક ડુંગળી બારીક કાપીને, ૧ ટેબલ સ્પૂન માખણમાં સાંતળી લો. ૧ ઈંચ તજ, ૧ મોટો ચમચો સાબુદાણા.

રીત : ટમેટાં સાથે કૂકરમાં બાફો. પુરણ યંત્ર અથવા મિક્સરમાં નાખી બારીક કરો. ગાળી લો. ૧ ટી સ્પૂન વિનેગર, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, લાલ રંગ ૧ ટીપુ અને ચપટી જાયફળનો ભૂકો નાખો. સુપ-બાઉલમાં પિરસો. ઉપર થોડું ક્રીમ અને તળેલા અને ચોરસ કાપેલા બ્રેડના ટુકડા નાખો. ઉપરોક્ત વાનગીમાં સાબુદાણાને બદલે કોર્ન ફ્લાવર પણ નાખી શકાય પરંતુ મેંદો નાખશો એનાથી સુપ પારદર્શક દેખાશે નહીં. આ સુપ હંમેશા ધીમા ગેસ પર ઉકાળવું.

એપલ ટમેટાંની ચટણી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સફરજન, ૫૦૦ ગ્રામ ટમેટાં, ૩ ડુંગળી, લસણને ૧ કાંદો, ૧ ટેબલ સ્પૂન વાટેલું આદુ, ૧/૪ બાટલી વિનેગર, ૫૦૦ ગ્રામ ખાંડ, તજ, મરીનો બારીક ભૂકો દરેકની અડધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું.

રીત : ટમેટા ઉકળતા પાણીમાં મૂકો. બે-ત્રણ મિનિટ પછી બહાર કાઢી તેની છાલ કાઢી લો. સફરજન સ્વચ્છ ધોઈ તેના બારીક કકડા કરો. ખાંડ સિવાયની તમામ ચીજો મિક્સરમાં બારીક કરી લો. તપેલીમાં કાઢી ગરમ કરો. થોડું ઘટ્ટ થાય એટલે ખાંડ નાખો. ફરી ગરમ કરો. બાટલીમાં ભરી રાખશો તો પણ ચાલશે.  
ઈટાલીયન ટોમેટો

રીત : ૬ મોટાં ટમેટાંની અંદરથી બીયા કાઢી તેમાં ખમણેલું ચીઝ અને બે બાફેલા બટેટા મસળી તેમાં મીઠું અને બારીક વાટેલા મરીની ભૂકી એ મસાલામાં ભેળવો. ઓવનમાં રાખીને ટમેટાંને બેક કરો. ખૂબસૂરત નાસ્તો બનશે.

ટોમેટો પાપડ

આપણે ત્યાં હંમેશા ચોખાની પાપડી વગેરે બનાવવામાં આવે છે. આ વાનગી બનાવતી વખતે તેમાં ટમેટો જ્યુસ ઉમેરી દો. ટોમેટો જ્યુસનું પ્રમાણ ભરપૂર હોવું જોઈએ. (સ્વાદ પ્રમાણે) પાપડી પ્રમાણે જ સૂકવી રાખી મૂકો. જરૃર પડયે તળીને પીરસો. ખુબ જ સરસ સ્વાદની વાનગી બનશે.

- જ્યોત્સના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments