Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેશન વિશ્વમાં ક્રિસ્ટલની કમાલ

આજે નાભિ પર પણ ક્રિસ્ટલના આભૂષણો પહેરવામાં આવે છે. કેટલાક ડૂંટી વિંધાવી તેના પર બુટ્ટી   જેવું આભૂષણ પણ પહેરે છે. નાભિની આસપાસના વિસ્તારને સજાવવા માટે સ્વરોસ્કી ક્રિસ્ટલ આદર્શ સાબિત થાય છે એ વાત સૌ જાણે છે.
 

જો કે આપણા દેશની પ્રાચીન પરંપરાને અને પશ્ચિમની આધુનિકતાના સુભગ સમન્વયને કારણે તૈયાર થયેલી ફેશન આધુનિક લલનાઓને લોેભાવી ગઈ છે. આપણા દેશમાં મહેંદી લગાડવાની પરંપરા છે. લગ્નપ્રસંગે નવોઢાને હાથ અને પગ મહેંદીથી શોેભી ઉઠે છે. 

આ ઉપરાંત વ્રત અને ઉત્સવ દરમિયાન પણ નારી પોતાના હાથ અને પગ મહેંદીથી સુંદર  ડિઝાઈન મુકે છે. હવે આ જ મહેંદી ફેશનનું એક અવિભાજ્ય  અંગ બની ગઈ છે. આજ પ્રમાણે હાથ પર છૂંદણા છૂંદાવવાની પરંપરા પણ આજે ફેશનમાં ખપે છે. આ પરંપરામાં પશ્ચિમની સુગંધ ભળે ત્યારે તેનું આકર્ષક સ્વરૃપ નારીઓના મનમાં ન વસે તો  જ નવાઈ!

નખની નજાકત

એક જમાનો હતો જ્યારે નખ પર લાલ રંગનું 'ક્યુટેક્સ' લગાડી નારી પોતાની જાતને આધુનિકતામાં ખપાવતી હતી. પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે. ક્યુટેક્સનું આધુનિક નામ નેઈલ પોલિશ છે. અને આજે માત્ર નખ પર નેઈલ પોલિશ લગાડીને નથી ચાલતું. જાતજાતની વસ્તુઓ વડે નખને સુશોભિત કરવા પડે છે. આજે એક્રેલિક નેઈલ આર્ટની ફેશન છે.

આ ફેશને નેઈલ આર્ટ ટેક્નિશિયન નામની એક પ્રજાને જન્મ આપ્યો છે.  જોકે આ જમાતમાં સામેલ થવાનું કામ આસાન નથી. આ કામ ઘણી ધીરજ મહેનત અને આવડત માગી લે છે. નેઈલ આર્ટ ટેક્નિશિયનોએ જણાવ્યા પ્રમાણે કુદરતી નખ પર ડિઝાઈન કરવાને કારણે નખને નુકસાન પહોેંચી શકે છે. એક્રેલિક નખ લાંબા સમય સુધી ટકે પણ છે. અને આ કારણે નખને નુકસાન પણ થતું નથી.

એક્રેલિક નખ પર ડિઝાઈન કરતા પૂર્વે તેના પર ખાસ પ્રકારનો રંગ લગાડવો પડે છે ત્યાર પછી ઉપલબ્ધ ડિઝાઈનોમાં પસંદ કરેલી ડિઝાઈન તેના પર પેઈન્ટ કરવામાં આવે છે હા, કેટલાક આ ડિઝાઈનને સ્વરોસ્કી ક્રિસ્ટલથી પણ સજાવે છે. આજકાલ તો ચીટકાડી દેવાય એવા સ્વરોસ્કી ક્રિસ્ટલ બજારમાં ઉપલબ્ધ છે. આ કારણે નખ પર એક પ્રકારની ચમક આવે છે.

આ ક્રિસ્ટલ સફેદ તેમ જ અન્ય રંગોમાં મળે છે. તમે તમારા ડ્રેસને મેળ ખાતો કે પછી તમારો મનગમતો રંગ પસંદ કરી શકો છો. આ ક્રિસ્ટલ કેટલાય દિવસો સુધી નખ પર ચીટકી રહે છે. પરંતુ આ વિશ્વમાં એક પણ વસ્તુ શાશ્વત નથી આથી અમુક દિવસ પછી આ ક્રિસ્ટલ પણ ઉખડી જાય છે અને ફરી તમારે નેઈલ ટેક્નિશિયનની મુલાકાત લેવી પડે છે. 

પાર્ટીમાં  મહાલતી ફેશનેબલ નારીઓ દર પાર્ટીમાં નવા નખ સાથે દેખાય છે. ખેર, અન્યથી નોેખા તરી આવવું હોય તો ગજવામાંથી થોડો ઘણો ભાર જરૃર હળવો કરવો પડે. આ માટે તમારે એક નખ માટે રૃ.૫૦ થી ૫૦૦ જેટલા ખર્ચવાની તૈયારી રાખવી પડે છે.

છૂંદણાની ફેશન

અમુક કોેમમાં છૂંદણા છૂંદાવવાની પરંપરા છે. અગાઉ નારીઓ હાથ પર તેમના કુળદેવનું અથવા તો તેમના પતિનું નામ છૂંદાવતી હતી. આ ઉપરાંત નાની-મોટી ડિઝાઈનો છુંદાવવાની પણ ફેશન હતી. પરંતુ  આજે આ પરંપરાએ બોડી ટેટુના સ્વરૃપમાં પુર્નજન્મ લીધો છે. આધુનિક છુંદણાઓ છૂંદાવવાનું કામ આજે પહેલાં જેવું પીડાદાયક નથી રહ્યું આજે આ કામ ઘણું આસાન બની ગયું છે.

આજની નારી મહેંદી, નેઈલ પોલિશ જેવી વસ્તુનો ઉપયોગ કરી ત્રાજવા ત્રોફાવે છે, અને હા  તેની આસપાસ સ્વરોસ્કી ક્રિસ્ટલ પણ ચીટકાડવામાં આવે છે. આજે માત્ર હાથ અને બાવડા પર જ નહીં પરંતુ શરીરના વિવિધ ભાગો પર ટેટુ કરવામાં આવે છે. ફેશન પરિચિત નારી જાણતી હશે કે આજે ઝાંઝર, બાજુબંધ જેવા ટેટુ ચીતરવામાં આવે છે. તેમ જ નાભિને પણ ટેટુથી સજાવવામાં આવે છે. 

ખભા પર કે પીઠ પર પણ છૂંદણા  કરવામાં આવે છે. જાતજાતના રંગ અને ડિઝાઈનના આ છૂંદણા આજે ફેશનનું એક અંગ બની ગયા છે. આજે તો ત્વચાને નુકસાન ન કરે એવા ગમ ધરાવતા ક્રિસ્ટલ પણ ફેશન પરસ્ત નારીની સેવામાં ઉપલબ્ધ છે. આ ક્રિસ્ટલ કાઢીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે.

આમ પૈસા વસુલ થયા હોવાનો સંતોષ મળે છે. જોકે સારી ગુણવત્તા ધરાવતા ટેટુ ખરીદવા માટે  તમારે લગભગ રૃ. સોળસો જેટલા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.  જો કે આ ક્રિસ્ટલ તમે તમારા નખને સજાવવાના ઉપયોગમાં પણ લઈ શકો છો. પોતાના સૌંદર્ય પાછળ મહિને-દહાડે ચાર પાંચ આકડાની રકમ ખર્ચતી શ્રીમંત નારી માટે આ રકમ વધુ નથી.

નાભિની સજાવટ

આજની નારી નાભિના સૌંદર્ય પ્રત્યે ઘણી સજાગ છે. સેક્સી ડૂંટીના પ્રદર્શન માટે ભારતની પારંપરિક સાડી શ્રેષ્ઠ પોશાક છે. નાભિ નીચેથી સાડી પહેરવા માટે સારું ફિગર જરૃરી છે. જોકે હિપસ્ટર (નાભિ નીચેથી  પહેરાતા પોશાક) પહેરવાથી પણ આ તક મળી શકે છે. જોકે નાભિના પ્રદર્શન માટે સપાટ પેટ હોવું જરૃરી છે.

સૌંદર્ય વિશ્વ ઘણું અનિશ્ચિત છે. આજની આ ફેશન આવતી કાલે જૂની બની જશે અને નવી ફેશન તેનું સ્થાન લેશે. આ નવી ફેશન કેવી હશે એની ભવિષ્યવાણી ભાખવાનું કામ ઘણું મુશ્કેલ છે.

- હિમાની


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments