Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજમાવી જૂઓ

૦  દાંતમાં રસી કે અન્ય કારણે મોમાંથી  દુર્ગંધ આવતી હોય તો મીઠાના  પાણીમાં ૨-૩ વાર કોગળા કરવા.

૦ તલના તેલના માલિશથી  સાંધાનો  દુખાવો   દૂર થઈ રાહત થાય છે.

૦  મોઢામાં કાયમી  ચીકાશ દ રહેતી હોય તો દરરોજ  સવારે ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી  ચપટી ખાવાનો સોડા ભેળવી પીવાથી, ચીકાશ, મળનો સડો અને ગેસ દૂર થાય છે.

૦ ઝખમ, ચીરાવાથી થતા રક્તસ્ત્રાવમાં ઘા ઉપર હળદરની  ભૂકી દબાવી દેવાથી  લોહીનોે સ્ત્રાવ બંધ થઈ જાય છે. હળદર જંતુનાશક હોવાથી  ઘા રૃઝાય છે અને  પાકતો નથી.

૦  ગાયનું  ઘી માથામાં  ચોળી એક કલાક  બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.

૦  રાતના  બે ચમચા મધ અને એક  પ્યાલામાં  પાણીમાં  ભેળવી હલાવીને  પીવાથી  શાંત અને ગાઢ નિંદ્રા આવે છે.

૦  વાયુ કે કફ (આમ)ક દોષથી  અંગ જકડાઈ ગયા હોય તો રાઈની પોટીસ લગાડવી.૦  સકરપારાનો  લોટ હુંફાળું  પાણીથી બાંધવાથી સક્કરપારા ક્રિસ્પી મુલાયમ  થાય છે.

0    ઠંડીની ઋતુમાં  સાંધાના  વાંકે આમ વાતને કારણે હાથ-પગના આંગળા જકડાઈ જાય  કે સૂકી જાય તો સરસવલના તેલને ગરમ કરી માલિશ કરવું.

૦  જવના લોટને નારિયેળના તાજા દૂધમાં  ભેળવી ૩૦ મનિટ  રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર  પેક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું.  ત્વચા ચમકીલી  થાય છે.
-  મીનાક્ષી તિવારી
 

Post Comments