Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો તમારી પણ આ 7 આદતો છે તો તમે ખરાબ પતિ સાબિત થશો!

- લગ્ન બાદ રિલેશનશિપ ટકાવી રાખવાની જવાબદારી પતિ-પત્ની બંનેની હોય છે

- જાણો, પુરુષોની કેટલીક એવી આદતો જેના કારણે તે સારા પતિ બની શકતા નથી

અમદાવાદ, તા. 06 માર્ચ 2018, મંગળવાર 
 
લગ્ન બાદ કેટલીય મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પતિ તેમને તે સન્માન નથી આપતા જે તેમને મળવું જોઇએ. રિલેશન ખાટ્ટા-મીઠા પળોનું મિશ્રણ છે. પતિ-પત્નીના રિલેશનમાં માત્ર ખટાશ જ રહી જાય તો તે રિલેશનનો કોઇ અર્થ નથી રહેતો. લગ્નના રિલેશનને સંભાળવા માટે પતિ અને પત્ની બંનેના બરાબર પ્રયાસો હોવા જોઇએ. જો એક પણ પોતાની જવાબદારી ન નિભાવી શકે તો રિલેશનશિપ નબળુ પડી જાય છે. જાણો, પુરુષોની કેટલીક એવી આદતો વિશે જેના કારણે તેઓ સારા પતિ બની શકતા નથી. 
 
1. ટીકા કરવી : ઘણીવાર એવું જોવા મળે છે કે બીજાની સામે પતિ પોતાની પત્નીની ટીકા કરતા હોય છે. અથવા તો ક્યારેક ક્યારેક પોતાનું મનગમતું ભોજન ન મળવા પર પણ તેમને કેટલીય ખરી-ખોટી સંભળાવી દેતા હોય છે. આમ કરવું ખોટું છે. તમારે તેમને તે જણાવવાની જરૂર હોય છે કે તમને તેની કઇ વાત પસંદ આવતી નથી. ત્યારબાદ તમારે તેના સારા કામની પ્રશંસા કરવી જોઇએ. 
 
2. રોક-ટોક કરવી : લગ્ન બાદ પતિ પોતાની પત્ની પર કેટલાય પ્રકારની રોક-ટોક કરવાનું શરૂ કરી દેતા હોય છે. પતિએ સમજવાની જરૂર છે કે જેમ તેમની કેટલીક ઇચ્છાઓ હોય છે તેમ જ બીજાને પણ કેટલીક ઇચ્છાઓ હોય છે. વધારે પડતી રોક-ટોક કરવાથી પત્નીના સ્વભાવમાં ચિડચિડયાપણું આવી જાય છે. તેમને પુરુષની જેમ મિત્ર બનાવવાની, ફરવાની આઝાદી હોવી જોઇએ, જેથી તે પોતાના જીવનમાં સ્વતંત્રતા અનુભવી શકે અને તેમને તમારો સાથ કોઇ પણ પ્રકારનો બંધન ન લાગે. 
 
3. પત્નીને માત્ર એક કામ કરવાની મશીન સમજવું : જો તમે દરરોજ ઑફિસ જાઓ છો તો મહિલાઓ પણ ઘરમાં ગૃહસ્થી સંભાળવાનું કામ કરે છે. એવામાં તેમનાથી વધારે કામ કરવું તે કોઇ મોટી વાત નથી, આજકાલ તો મહિલાઓ ઑફિસની સાથે-સાથે ઘરનું કામકાજ કરી શકે છે. એવામાં જો ઘરના નાના-મોટા કામનું ભારણ પતિ પોતાના માથે લઇ લે તો તે પત્નીઓ માટે આરામદાયક રહેશે. 
 
4. પ્રેમ જતાવવાનું ભૂલી જવું : દિવસભરની ભાગદોડમાં વ્યસ્તતાના કારણે ઘણીવાર પતિ પોતાની પત્નીઓને પર્યાપ્ત સમય આપી શકતા નથી. જો તમે વ્યસ્ત છો તો ઓછામાં ઓછો 2 મિનિટનાનો સમય નિકાળીને તેમને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેમનું તમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે. 
 
5. વાત કરવાનો ખોટો ટોન : પતિ-પત્ની એક ગાડીના બે પૈડા હોય છે. બંનેનું એકબીજા વગર રહેવું અશક્ય છે. બંનેને એકબીજાની જરૂર હોય છે. ઘણીવાર પતિ કામના તણાવને કારણે પોતાની પત્ની પર ગુસ્સો કરી દે ચે અથવા ઘણીવાર યોગ્ય રીતે વાત નથી કરતા. એવામાં તમારે વાત કરતી વખતે વિનમ્ર રહેવાની જરૂર હોય છે જેથી તેમની લાગણી ન દુભાય. તે તમારી પાસે થોડાક સમયનો પ્રેમ ઇચ્છે છે, જો તમે રોજ તેની સાથે પ્રેમપૂર્વક વર્તન કરશો તેમને ખુશી મળશે..   
 
6. ખોટું ન બોલવું : જો તમને લાગે છે કે તમે લગ્ન બાદ તમે કોઇ બીજા સાથે રિલેશન બનાવવાનો પ્રયાસ કરો છો અને તમારી પત્ની આ વાતથી અજાણ રહેશે તો આ તમારી ગલતફેમી છે. દરેક રિલેશનની એક આત્મીયતા હોય છે અને જૂઠની બુનિયાદ પર તમે કોઇ રિલેશનશિપ ટકાવી શકશો નહીં. એટલા માટે જરૂરી છે કે તમે રિલેશનશિપ નિભાવતી વખતે પોતાની પત્ની પ્રત્યે પ્રામાણિક રહેવાનો પ્રયાસ કરે. 
 
7. વધારે પડતી આશા ન રાખવી : દરેક વ્યક્તિ રિલેશનશિપ નિભાવતી વખતે એકબીજા પાસેથી હદથી વધારે આશા રાખે છે. દરેક વ્યક્તિની અંદર સ્વાર્થ સ્વાભાવિક રીતે હાજર હોય છે. કોઇની પાસેથી એક હદ સુધી આશા રાખવી તે ખોટું નથી. પરંતુ તે પણ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિમાં કેટલીક પ્રતિભા છે તો બીજી બાજુ કેટલીજ ખામીઓ પણ હોય છે. કોઇ પણ વ્યક્તિ તમને બધી બાબતે તમને સંતુષ્ટિ ન આપી શકે. તમારે તે સમજવાની જરૂર છે કે તમારે વધારે પડતી આશાઓ રાખ્યા કરતા પોતાના લાઇફપાર્ટનર માટે પ્રેમ અને આદરભાવ રાખો. 

Post Comments