Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

ઉચ્ચ કોટિના પિતૃઓ માર્ગદર્શક અને મદદકર્તા બની રહેતા હોય છે!

હે અર્જુન! મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં શરીર છોડે છે તેને તેને જ તે પ્રાપ્ત કરે છે કેમ કે હંમેશાં તે ભાવની ભાવનાવાળો તે હોય છે.'

ભાદરવા મહિનાનો વદ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધમાં પિતૃઓનું તર્પણ થાય. પિતૃઓને પ્રસન્ન કરવા શ્રદ્ધાપૂર્વક જે કર્મ કરાય તેનું જ નામ શ્રાદ્ધ. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી બન્યો છે અને તર્પણ શબ્દ તર્પ (પ્રસન્ન કરવું) પરથી બન્યો છે. મરણ સમયે મનુષ્યનું સ્વરૃપ કેવું હોય છે તે અંગે કેટલાક વિજ્ઞાાનીઓએ પ્રાયોગિક સંશોધનો કર્યા. તેમનું મરણ થતું હોય બરાબર તે જ સમયે પાડેલા ફોટોગ્રાફ્સમાં જોવામાં આવ્યું તો તેમના શરીરની ઉપર જતું મનુષ્ય આકારનું વાયુથી બનેલું છાયારૃપ અંકિત થઈ ગયેલું હતું.

આ વાયુરૃપ સૂક્ષ્મ શરીર (લિંગ શરીર) સ્થૂળ શરીરની બધી જ માહિતી અને સંસ્કારોને પોતાની સાથે લઈ જાય છે. આ વાયુરૃપ સૂક્ષ્મ શરીરથી જ પ્રેત શરીર નિર્મિત થાય છે. પ્રેત અવસ્થામાં રહેલો આત્મા જોવું-સાંભળવું-બોલવું-અનુભવવું એ બધી પ્રક્રિયાઓ કરી શકે છે. પણ મોટેભાગે આપણે એમને જોઈ શકતા કે અનુભવી શકતા નથી. ક્યારેક એ ઈચ્છે તો આપણે એમને અનુભવી શકીએ છીએ.

હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર મરણ બાદ અગ્નિદાહ અપાયા પછી બાર દિવસ સુધી મૃતકને 'પ્રેત' નામથી ઉલ્લેખવામાં આવે છે. યોગ્ય વિધિ પ્રમાણે મૃતકના દેહપિંડને બારમા દિવસે પિતૃ કે માતૃ પિંડ સાથે સંમિલિત કરવામાં આવે એ પછી એ 'પ્રેત' અવસ્થાથી મુક્ત થઈ 'પિતૃ' અવસ્થામાં પ્રવેશી પિતૃલોકમાં પિતૃઓ સાથે રહે છે. 'એષવોનુગત: પ્રેત: પિતરસ્તં દદામિ વ: । શિવમસ્ત્તિવતિ શેષાણાં જાયન્તાં ચિરજીવિન: ।।' આ શ્લોકમાં આ બાબતનો જ ઉલ્લેખ છે.

પિતૃપિંડ સંયોજન પછી મૃતાત્મા પિતૃ તત્ત્વ સાથે ભળે છે ત્યારે એને 'પ્રેત' કહેવાતો નથી. એટલે જ શાસ્ત્ર કહે છે - ''અત ઊર્ધ્વં ભ્રાન્ત્યાપિ 'પ્રેતશબ્દો' ન કાર્ય: ।'' મરણ પછીના બાર દિવસના આ ગાળા સુધી પોતાના સ્વજનો કેવું વર્તન કરે છે તેના આધારે પ્રેત પ્રસન્નતા કે દુ:ખ, તૃપ્તિ કે અતૃપ્તિ અનુભવે છે. આ કારણથી જ મૃતાત્માને પ્રસન્ન, સંતુષ્ટ અને સંતૃપ્ત કરવા તર્પણ વિધિ, પૂજા, પ્રાર્થના, ભજન, કથાશ્રવણ, દાન, પુણ્ય વગેરે સત્કાર્યો કરાય છે.

એનાથી પ્રસન્ન થઈને મૃતાત્મા આગળની પિતૃલોક, દેવલોક અને ભગવદ્ધામની સદ્ગતિના માર્ગે ગમન કરે છે. મરણોત્તર કરાતી શ્રાદ્ધવિધિ એ સોળ સંસ્કારમાંની એક સંસ્કારવિધિ છે. આ કોઈ ગતાનુગતિક પરંપરાથી કરાતી અંધશ્રદ્ધાયુક્ત પ્રક્રિયા નથી પણ મૃતાત્માને સદ્ગતિ પ્રાપ્ત કરાવવાની એક વૈજ્ઞાાનિક પ્રવિધિ છે.

'ધ પ્રોજેક્શન ઑફ ધ એસ્ટ્રલ બોડી'ના લેખકો કેરિંગ્ટન અને મૂલ્ડુનનું વૈજ્ઞાાનિક સંશોધન સાબિત કરે છે કે વ્યક્તિ મૃત્યુ પામવાની છેલ્લી પળે એના શરીરના વજનમાં એકાએક થોડા ઔંસનો ઘટાડો કરે છે. વ્યક્તિનો ચેતન સ્વરૃપ આત્મા શરીરને છોડીને અન્ય લોકમાં જાય છે એટલે આ ઘટાડો થાય છે.

૧૦ એપ્રિલ ૧૯૦૧માં યુએસએના મેસેચુસેટ્સના ડોરચેસ્ટર ખાતે આવેલી હોસ્પિટલની પ્રયોગશાળામાં ડૉ. ડન્કન મેકડુગલે મરણાસન્ન એવા છ દરદીઓ પર આવો પ્રયોગ કર્યો હતો. તેમાં તેમણે પણ નોંધ્યું હતું કે મરણ વખતે આ દરદીઓના ભીતરમાં છ થી આઠ ઔંસની વચ્ચે કહેવાય એટલા વજનનો ઘટાડો થઈ ગયો હતો.

જર્મનીના પરમનોવિજ્ઞાાની પ્રો. હાન્સ બેન્ડર (૧૯૦૭-૧૯૯૧) એમનાં સંશોધનોના આધારે દર્શાવે છે કે મૃતાત્મા એક શરીર છોડયા પછી તરત જ બીજું શરીર ધારણ કરી લેતો નથી. શરીર છોડયા બાદ તે સૂક્ષ્મ શરીર થકી અંતરિક્ષમાં ચેતનાના અન્ય સ્વરૃપે રહે છે.' (આ સ્વરૃપને પિતૃસ્વરૃપ કે પ્રેતસ્વરૃપ કહી શકાય.) આ સ્વરૃપ મૃત્યુ પછી ઘણા સમય સુધી મૃતાત્માને જેના પ્રત્યે વધુ લગાવ કે આકર્ષણ હોય તેવી વ્યક્તિઓ કે વસ્તુઓ સાથે જોડાયેલું રહે છે.

કેટલીકવાર મૃતાત્મા બીજે યોગ્ય લાગે ત્યાં અને એના જ્ઞાાન-કર્મ અનુસાર જન્મ ધારણ કરે અથવા અન્ય લોકમાં ગતિ કરે તોય પોતે જે સ્થળે વર્ષો સુધી રહ્યા હોય એવા મનપસંદ સ્થળે પોતાની ચેતનાનો પ્રભાવ બતાવે છે. એટલે જ એમના પ્રેતરૃપ વિદ્યુતતરંગો થકી એમનાં હાજરીનો અહેસાસ એમનાં સગાં-સંબંધીઓને થતો હોય છે.

મૃત્યુ સમયની મનની સ્થિતિ મોટેભાગે મરણોત્તર ગતિનો નિશ્ચય કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના આઠમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

'યં યં વાપિ સ્મરન્ભાવં  ત્યજત્યન્તે કલેવરમ્ ।
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિત: ।।

હે અર્જુન! મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં શરીર છોડે છે તેને તેને જ તે પ્રાપ્ત કરે છે કેમ કે હંમેશાં તે ભાવની ભાવનાવાળો તે હોય છે.' મૃત્યુ સમયે જેનું મન ક્ષુબ્ધ અને અશાંત હોય તે પોતાની ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરનારા અજંપાભર્યા ભૂત-પ્રેતની યોનિમાં રહે છે જ્યારે સદ્ભાવયુક્ત, શાંત મનની સ્થિતિમાં મરણ પામનારા 'પિતૃયોનિ' કે 'દેવયોનિ'માં રહે છે.

અંતિમ સમયની ઈચ્છાઓ પ્રમાણે પરિવર્તન પામતાં સૂત્રો જે જીવના 'જીન્સ'માં ભળી જાય છે તે જ તરફ તે આકર્ષાઈને તે જ યોનિ ધારણ કરી લે છે. ૮૪ લાખ યોનિમાંથી પસાર થયા પછી તે ફરીથી મનુષ્ય શરીરમાં આવે છે તેવું શાસ્ત્રનું વિધાન વૈજ્ઞાાનિક સમજવાળું છે.

ઓગણીસમી સદીના જર્મન જીવવિજ્ઞાાની અર્નેસ્ટ હીકલ (Ernest Haeckel)ની થિયરી 'ઓન્ટોજીની રીકેપિટયુલેટસ ફાઈલોજીની  (Ontogeny recapitulates Phylogeny). "An individual organism's biological development (Ontogeny) parallels and summarises its species" evolutionary development (phylogeny). ચેતના ગર્ભવિકાસમાં પણ આ નિયમથી કામ કરે છે. ચેતના એક બીજકોષમાં આવે ત્યાંથી પૂર્ણ બાળક સુધી વિકસે એ સમયગાળા સુધીમાં તેણે જેટલી યોનિમાં જન્મ લીધા હોય એ બધાનું પુનરાવર્તન થાય છે. સૃષ્ટિમાં અને વિકાસ પછી જેટલી યોનિઓ આવી ગઈ એ બધામાંથી તે પસાર થાય છે.

ગર્ભવિજ્ઞાાન કહે છે કે ત્રણ સેકંડથી થોડા ઓછા સમયમાં ભૂ્રણ (Embryo)ની આકૃતિ બદલાઈ જાય છે. સ્ત્રીના પ્રજનન કોષ (Ovum)માં પ્રવેશ્યા પછી પુરુષના વીર્યકોષ (Sperm)નું એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ, સોળમાંથી બત્રીસ, બત્રીસમાંથી ચોસઠ આ રીતે સતત વિભાજન થઈ શરીર બને છે. સામાન્ય રીતે ગર્ભવિકાસનો સમય ૯ મહિના અને ૧૦ દિવસનો માનવામાં આવે છે.

આ સમયગાળો ૨૪૧૯૨૦૦૦ સેકંડનો બને છે. ત્રણ સેકન્ડથી પણ થોડા ઓછા સમયમાં આકૃતિ બદલાય છે એનો અર્થ એ થયો કે આ સમગ્ર ગાળામાં ૮૦,૬૦,૬૬૬ વિભિન્ન આકૃતિઓનું પરિવર્તન આવે છે. આ સંખ્યા ચોર્યાસી લાખની ખૂબ નજીકની છે. ભૂ્રણની આ સતત બદલાતી અવસ્થામાં તે ૮૪ લાખ યોનિમાં લીધેલા જન્મોના સંસ્કારોનાં ચિત્રો ગ્રહણ કરી લે છે.

પિતૃયોનિમાં રહેલા આત્માઓ એમના ઉમદા સ્વભાવ અને ઉચ્ચ સંસ્કારોને કારણે સ્વજનોના માર્ગદર્શક અને મદદકર્તા બને છે. સૂક્ષ્મ જગત સાથે સંકળાયેલા હોવાથી શક્તિશાળી અને ભવિષ્યનું જ્ઞાાન ધરાવતા હોય છે. થિયોસોફિકલ સોસાયટીના સભ્ય અને 'ઈનવિઝિબલ હેલ્પર્સ' પુસ્તકના લેખક ચાર્લ્સ વેબસ્ટર લેડબીટર (C.W. Leadbeater) કહે છે કે સાત લોકમાંથી ઉપરના છ લોક સાથે સંબંધિત છ પ્રકારના પિતૃ આત્માઓ અસ્તિત્વ ધરાવે છે.

તેમની જવાબદારી તથા ગતિવિધિઓ ભિન્ન ભિન્ન હોય છે. તે સ્વભાવ, સંસ્કાર, અભિરુચિ અને અભિયોગ્યતા (સુપાત્રતા) અનુસાર સદા માર્ગદર્શક બની રહે છે. ઉચ્ચ કોટિના આ પિતૃ આત્માઓ સદાચારથી સંતુષ્ય થતા હોય છે અને સન્માર્ગે ચાલે એમના અદ્રશ્ય સહાયકો બનતા હોય છે.
 

Post Comments