Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

હિમાલયના એક પ્રાચીન શિવાલયમાં દૈવી સહાય કરતા સિદ્ધયોગી

સ્વામી રામે એ નાનકડા શિવમંદિરમાં સાધના કરી એના થોડાંા વર્ષો બાદ ત્યાં એક બીજો ચમત્કાર પણ બન્યો હતો. કેટલાક બ્રાહ્મણોએ જૂના, સમારકામ ન થઈ શકે તેવા મંદિરના સ્થાને વધારે મોટું, મજબૂત અને ભવ્ય મંદિર બાંધવાનો નિર્ણય કર્યો.

તપોભૂમિ હિમાલય યોગના સાધકો અને સિદ્ધોની પ્રિય ભૂમિ રહી છે. આ ભૂમિ પર દૈવી શક્તિ ધરાવતા સિદ્ધ પુરુષોનો ચિરકાલ વાસ હોવાથી ત્યાં એમનો અલૌકિક પ્રભાવ પ્રવર્તમાન રહે છે. 'ધ હિમાલયન ઇન્સિટટયૂટ'ના પ્રસ્થાપક અને ભારતના મહાન યોગસ્વામી રામ એમના 'લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ' પુસ્તકમાં એમના એક સ્વાનુભવની વાત લખે છે જે આવા એક દૈવી સ્થળે દિવ્ય પુરુષથી સંરક્ષિત થઈ એમની સહાયથી જીવતદાન પામ્યા હતા.

હિમાલયના ઉત્સંગમાં બેસી શાંતિ અને આનંદની અનુભૂતિ માટે ગહન ધ્યાનની પ્રક્રિયામાં ઊતરવા અને લૌકિક થાક ઉતારી આત્માને ઊર્જાન્વિત કરવા સ્વામી રામે ગડવાલ જિલ્લાના લેન્ડ ડાઉનથી બાર માઇલ ઉત્તરમાં ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા તારકેશ્વરનાં ગાઢાં ફરના વૃક્ષોથી ઘેરાયેલા શિવ મંદિરમાં જવાનું નક્કી કર્યું.

એવું કહેવાય છે કે આ પ્રદેશના લોકો મંદિરના દેવતાને મકાઈ ધરાવે છે એ પછી જ એને આરોગે છે. જો દેવતાને ધરાવ્યા વિના મકાઈ આરોગે તો તેનું ઘર ધૂ્રજવા લાગે છે અને એ વિચિત્ર રીતે વર્તવા લાગે છે. સ્વામી રામે પણ આ સાંભળ્યું હતું એટલે એની વાસ્તવિકતા જાણવાની પણ ઇચ્છા હતી.

સ્વામી રામ તે શિવમંદિરથી થોડે દૂર હતા. સાંજના ૭ વાગ્યાનો સમય હતો અંધારું થઈ ગયું હતું. તે પહાડની કરાડની ધાર પર ચાલી રહ્યા હતા. તેમની પાસે ફાનસ કે બેટરી જેવું પ્રકાશ પાથરવાનું કોઈ સાધન નહોતું. તેમણે પગમાં લાકડાની ચાખડીઓ (પાવડીઓ) પહેરી હતી એટલે અવારનવાર લપસી જવાતું હતું. એક જગ્યાએ તે લપસ્યા. તે કરાડની ધાર એકદમ સીધી હતી અને તે ઊંડી ખાઈમાં પડવાની અણી પર હતા.

તેમના મુખેથી ભગવાનના નામનું ઉચ્ચારણ થઈ ગયું. એક પળ માટે થઈ ગયું કે હવે જીવનની લીલા સમાપ્ત થઈ જશે. આટલા ઊંચા પર્વતની કરાડની સીધી ધાર પરથી લપસ્યા બાદ બીજું થાય પણ શું ? તેમના પગ લપસ્યા, શરીર લથડયું અને પડયા... હવે આટલી ઊંચાઈએથી પડીને નીચે પછડાઈને મરણ પામવાનો જ અનુભવ થવાનો હતો. પણ એને બદલે એમને કોઈ દિવ્ય વ્યક્તિના બે હસ્ત વચ્ચે ઝિલાઈ જવાનો અનુભવ થયો.

તે મને પકડીને પગદંડી પર લઈ આવ્યા. તેમણે કહ્યું - 'આ એક પવિત્ર સ્થળ છે અને તું હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હું તને તારા જવાના સ્થળ સુધી પહોંચાડી દઈશ. તારે શિવમંદિર જવું છે અને ત્યાં ધ્યાન ધરવું છે તેની મને જાણ છે.' તે મને એકદમ સાંકડા  રસ્તા પર દસ મિનિટ હાથ પકડીને આગળ લઈ ગયા. ત્યાં એક પાંદડાથી છવાયેલી કુટિર આવી તેની બહાર એક મશાલ સળગતી હતી.

એના પ્રકાશમાં મેં જોયું તો મારી રક્ષા કરનાર વ્યક્તિ ઊંચા કદના વૃદ્ધ છતાં યુવાન લાગતા શ્વેત વસ્ત્રધારી યોગીપુરુષ હતા. કુટિરથી આગળ વધ્યા બાદ એમનો આભાર માનવા મેં મારું મોં પાછળની તરફ ફેરવ્યું તો મારી પાછળ કોઈ નહોતું. મેં ઝડપથી પાછળ ફરીને બારીકાઈથી આગળનો આખો રસ્તો મશાલના પ્રકાશમાં ફરી જોયો પણ તે વૃદ્ધ યોગી ક્યાંય દેખાયા નહીં. બે-ચાર બૂમો પાડી. પણ તેમનો કોઈ પ્રતિસાદ ના આવ્યો. મારી બૂમો સાંભળીને એ કુટિરમાં રહેતા સાધુ બહાર આવ્યા. એ સાધુ મને અંદર લઈ ગયા.

પછી મેં એ સાધુને બધી વાત કરી. મેં એમને કહ્યું કે, વૃદ્ધ યોગીએ મને પડવાની અણી પર હતો ત્યારે કેવી રીતે બચાવ્યો અને અહીં સુધી લઈ આવ્યા. તે એક પળમાં જ આ કુટિર પાસેથી અદ્રશ્ય થઈ ગયા. આ સાંભળી એ સાધુની આંખમાં પણ આંસુ આવી ગયાં. તેમણે મને કહ્યું - તમને એ કહેતાં મને ખુશી થાય છે કે હું પણ તમારા જેવી જ સ્થિતિમાંથી ઊગર્યો છું. હું અહીં ૭ વર્ષથી સાધના કરું છું. હું અહી આવતો હતો ત્યારે રાત્રિના ૧૧ વાગ્યા હતા. પહાડની એ કરાડ પાસે હું પણ લપસ્યો હતો. એમણે જ મને બચાવી લીધો હતો અને અહીં સુધી મને મૂકી અદ્રશ્ય થઈ ગયા હતા. મેં એમને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ પછી મને એ પ્રત્યક્ષ ક્યારેય દેખાયા નથી.

બીજે દિવસે સ્વામી રામે ગ્રામવાસીઓને આ વાત કરી. એમણે પણ એમના અનુભવો સંભળાવ્યા કે એ વૃદ્ધ યોગી પુરુષ પર્વત પર અને જંગલમાં એમની અનેક વાર રક્ષા કરે છે. આપત્તિના સમયે છેલ્લી ઘડીએ જ્યારે બચવાનો કોઈ ઉપાય ન રહ્યો ત્યારે એ પ્રકટ થઈને એમને બચાવી લે છે. અને એ સુરક્ષિત છે એવું જણાય એટલે અદ્રશ્ય થઈ જાય છે. સ્વામી રામને સ્વાભાવિક રીતે એ જાણવાની ઉત્કંઠા થઈ કે તે યોગી પુરુષ કોણ હતા ?

પત્રાચ્છાદિત કુટિર જેમાં પેલા સાધુ રહેતા હતા તે પેલા શિવમંદિરથી માત્ર એક સો વાર દૂર હતી. એ શિવમંદિર જંગલમાં ખુલ્લી જગ્યાએ હતું અને ઊંચા ફરનાં વૃક્ષોથી ઘેરાયેલું હતું. એ જગ્યાએ ૬૦૦ વર્ષ પૂર્વે એક મહાન સિદ્ધ પુરુષ હતા એવું સ્થાનિક લોકોએ એમના પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું.

જૂની હસ્તપ્રતોમાંથી પણ તે માહિતી ઉપલબ્ધ થતી હતી. તે સ્થળે તેમણે લાંબા સમય સુધી યોગસાધના કરી હતી. તેમણે સૂચના આપી હતી કે તે મહાસમાધિ લે તે પછી ત્યાં છ ચોરસ ફૂટનું એક નાનું મંદિર બનાવવું. તેમાં એક નાનું જયોતિર્મય શિવલિંગ પણ પ્રસ્થાપિત કરાયેલું હતું. સ્વામી રામે તે સ્થળે બેસીને અનેક દિવસો સુધી યોગસાધના કરી હતી. એમને ખ્યાલ આવી ગયો હતો કે, એમને, પેલા કુટિરવાળા સાધુને અને ગ્રામજનોને સંકટ સમયે દૈવી રીતે સહાય કરી બચાવી લેનારા એ સિદ્ધપુરુષ જ છે.

સ્વામી રામે એ નાનકડા શિવમંદિરમાં સાધના કરી એના થોડાંા વર્ષો બાદ ત્યાં એક બીજો ચમત્કાર પણ બન્યો હતો. કેટલાક બ્રાહ્મણોએ જૂના, સમારકામ ન થઈ શકે તેવા મંદિરના સ્થાને વધારે મોટું, મજબૂત અને ભવ્ય મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. નજીકના ગામમાંથી એક વૃદ્ધ સ્ત્રી ત્રણ માઇલ ચાલીને સવાર- સાંજ એ મંદિરે શિવલિંગની પૂજા કરવા આવતી.

સાંજે તે મંદિરે દીવો પ્રકટાવતી. આખી રાત તે દીવો ચાલતો. સવારે તે આવતી ત્યારે તે દીવાને બુઝાવી દેતી. તેણે કહ્યું કે આ સ્થાનમાં પૂર્વે રહેતા સિદ્ધ પુરુષે તેને સ્વપ્નમાં એવો આદેશ કર્યો છે કે આ જગ્યાએ મંદિર જેવું છે તેવું જ રાખવામાં આવે. કોઈ મોટું મંદિર કે સમારકામ પણ કરાવવામાં ન આવે. બહારથી આવેલા એન્જિનિયર અને કારીગરોએ એની સૂચના પર ધ્યાન ન આપ્યું. એમણે જૂના મંદિરને ખસેડવા એના પાયાની આસપાસ ખોદવા માંડયું. તો તેમાંથી પુષ્કળ સાપ નીકળવા માંડયા. તેમણે એ માટીની સાથે એ સાપોને પકડીને દૂર ફેંકવા માંડયા. પરંતુ જેમ વધારે ઊંડુ ંખોદે તેમ વધારે સાપ નીકળે.

છ દિવસ સુધી એ કામ ચાલુ જ રાખ્યું તો ય સાપો તો નીકળતા જ રહ્યા. એમને લાગ્યું કે સાપોનો કોઈ પાર જ નથી એટલે અટક્યા. એમણે શિવલિંગને ખસેડવાના હેતુથી એની ફરતે ખોદવાનું શરૃ કર્યું. પણ ખબર પડી કે તે જમીનમાં ખૂબ ઊંડે દટાયેલું હતું. જેટલું વધારે ખોદતા, ખસેડતા, કાઢતા એટલું એ વધારે અંદર રહી ગયેલું દેખાતું. એમણે આઠ ફૂટ ઊંડુ ખોદ્યું પણ એને ખસેડી ન શક્યા.

આઠમી રાત્રે એન્જિનિયરને એક સ્વપ્ન આવ્યું તેમાં તેને સ્વામી રામે બચાવ્યા હતા એવા દેખાવવાળા સફેદ વસ્ત્રધારી લાંબી સફેદ દાઢીવાળા વૃદ્ધ યોગી દેખાયા. તેમણે કહ્યું કે, એ શિવલિંગ પવિત્ર છે એથી એને ખસેડવું નહીં. મંદિરને મોટું ન કરવું. એવો પ્રયાસ કરવા જશો તો હવે પરિણામ સારું નહી આવે. આટલા પરચા પછી તે એન્જિનિયર સમજી ગયો અને તેણે બ્રાહ્મણોને વાત કરી. એ પછી તે પ્રાચીન મંદિર છ સદીથી જેવું હતું એ જ માપમાં એને ફરી ચણવામાં આવ્યું. આ પ્રાચીન શિવાલયના છસ્સો વર્ષ પહેલાના એ સિદ્ધયોગી અનેક લોકોને દૈવી સહાય કરી મોતના મુખમાંથી બચાવ્યા છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments