Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

પિરામિડમાં એરોપ્લેન મૂકવાની જગા... ઈજીપ્તની અજાયબી... !

પિરામિડમાં રાજા-મહારાજાના કુટુંબીજનોની મમી એટલે કે મસાલા ભરેલ મૃતબોડી સચવાઈ રહ્યા છે તે આપણે જાણીએ છીએ.

વૈજ્ઞાનિકોએ ઈજીપ્તની પિરામિડમાં બોંઈગના કદની ખાલી જગા શોધી કાઢી છે પરંતુ તેની પરીક્ષા કરી નથી. કેરોની બહારની બાજુએ આવેલી આ ગીઝાની પિરામિડનું હાલમાં કોસ્મિક કિરણો આધારિત પરીક્ષણ ચાલુ છે.

૨૫૬૦ (બી.સી.)માં બંધાયેલી આ ઐતિહાસિક કબરમાં આટલી મોટી ગુફા શાને માટે હશે તેનો અભ્યાસ હવે થશે. આ ભવ્ય પિરામિડ ૪૭૯ ફિટ ઊંચી છે. ૧૮૮૯માં એફિલટાવર બંધાયું તે પહેલાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત તરીકે એનું નામ હતું.

''સ્કેન પિરામિડ'' પ્રોજેક્ટ હેઠળ આ પિરામિડ કેવી રીતે બંધાઈ હશે તેનો અભ્યાસ હજી થઈ રહ્યો છે. વિશાળ કદના પત્થરો ક્રેન કે પ્રાણીની મદદ વિના આટલી ઉંચાઈએ ચોક્કસ આકારમાં કેવી રીતે ગોઠવાયા હશે ? આ પ્રશ્નનો ઉકેલ હજી મળ્યો નથી.

આ વિશાળ ડુંગર જેવી પિરામિડની અંદરની રચના જાણવા માટે વૈજ્ઞાાનિકો મ્યુઓન (સ્ેંર્ંશ) ટોમોગ્રાફી નામની ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેકનીકથી નાના કણોની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. આ કણો પ્રકાશની ઝડપે પૃથ્વી પર ફેંકાય છે અને સખત પદાર્થોમાંથી પણ પસાર થાય છે.

આ પિરામિડમાં અગાઉ પેસેજ અને ગેલેરી મળી આવેલ છે. પિરામિડનાં પાયાના કેન્દ્રમાંથી ઊંચાઈ લઈ તેના બે તૃતીયાંશ ભાગ પર રાખવામાં આવેલી તમામ વસ્તુઓ અકબંધ રહે છે.

પિરામિડમાં રાજા-મહારાજાના કુટુંબીજનોની મમી એટલે કે મસાલા ભરેલ મૃતબોડી સચવાઈ રહ્યા છે તે આપણે જાણીએ છીએ.

ભારતીય વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈમાં પિરામિડનો ઉલ્લેખ નથી. નાના પિરામિડના સ્ટાન્ડર્ડ મોડેલ તમારા શરીર પર રાખતા તેની અસર વર્તે છે. પરંતુ છત પર કે દીવાલો પર ટાંગવાથી તમારી દુનિયા બદલાઈ જાય એ વાતને કોઈ વૈજ્ઞાનિક સમર્થન મળ્યું નથી?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments