Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

તંદુરસ્ત દેખાતી વ્યક્તિને કેન્સર કેમ થાય છે ?

કેન્સર તંદુરસ્ત દેખાતા માણસમાં પણ થાય છે. એક ધાર્મિક વ્યક્તિ જેને કોઈ ટેવ નથી તેને પણ કેન્સર થાય છે.આપણે જાણીએ છીએ કે કોષમાંનો જનીન જ્યારે વિકૃત પામે ત્યારે કેન્સર થાય છે.

એક સંસ્થાએ તાજેતરમાં કેન્સરના હજારો દર્દીઓને મળીને તેમની ટેવોનો અભ્યાસ કર્યો હતો. કેન્સરના દર્દીઓએ જણાવેલી તકલીફ ફક્ત ચાર જાતની જણાઈ હતી. નિષ્ણાતોના મતે આ ચાર તકલીફોનાં સંશોધનોમાં કંઈ પૈસા મળે તેમ ના હોવાથી સઘન સંશોધન થયું નથી.

આ ચાર કારણો જાણી તમને જરૃરથી આશ્ચર્ય થશે. સામાન્ય જણાતી વસ્તુઓ પણ આપણને ચોરીછૂપીથી કેન્સર તરફ દોરી જાય છે.

સંશોધકોના મત પ્રમાણે તમારી જીવનશૈલી તમારા રોગોના સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. (૧) પ્રથમ તકલીફ ''ક્રોનિક કોન્સ્ટિપેશન'' એટલે કે લાંબા સમયના કબજિયાત છે. કબજિયાતને કારણે શરીરના ટોક્સની એટલે કે ઝેરી પદાર્થ શરીરમાં લાંબો સમય રહે છે અને કોષોની ક્રિયામાં ખલેલ પહોંચાડે છે. ભેગા થયેલા ઝેરી પદાર્થો લિવર અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય અને કેન્સરની તૈયારી કરે છે.

(૨) બીજું કારણ ''એસિટિટી'' જણાયું છે. શરીર એસિડિક હોય તો કોઢો મ્યુરેટ થાય છે એટલે કે વિકૃતિ પામે છે. કોષો કદમાં મોટા થાય છે. આનાથી બચવા શરીરને આલ્કલાઈન સ્થિતિમાં રાખવું જોઈએ. જેમને એસિડિટીનો પ્રશ્ન છે તેમણે ડૉક્ટરની સલાહ લઈ જીવનશૈલી બદલીને શરીરને આલ્કલાઈન રાખવું જોઈએ.

(૩) ઓછી ''ઊંઘ'' પણ કેન્સર તરફ દોરી જાય છે. ઊંઘની ખલેલને કારણે ઇમ્યુન સપ્રેસન થાય છે અને તેને કારણે કેન્સરને ઉત્તેજિત કરતાં સાઈટોકાઇન્સ વધે છે. કેટલાક અભ્યાસમાં એવું જણાયું છે કે નેચરલ નિદ્રાનો ગાળો ટૂંકો થાય તો સ્તન કેન્સરનું જોખમ વધે છે.

ઓછી ઊંઘથી મિલાટોનિન, ઉત્પાદન ઘટે છે. પ્રતિકારશક્તિને અસર થાય છે. આથી તમારી ઊંઘ, ઉત્તમ ગુણવત્તાવાળી, ખલેલ વિનાની અને પૂર્ણ અંધકારમાં હોવી જોઈએ. રાત્રે પ્રકાશમાં કામ કરનારા લોકોને કેન્સરના જોખમની શક્યતા વધુ જણાય છે.

(૪) લાંબા ગાળાનો ''ઇમોશનલ તનાવ'' પણ કેન્સરનું જોખમ ઊભું કરે છે. છૂટાછેડા, નાણાંભીડ, પ્રેમમાં નિષ્ફળતા, આત્મવિશ્વાસનો અભાવ વગેરે સ્ટ્રેસ કે તનાવ ઊભો કરે છે. કેન્સરના અગાઉના ૬ થી ૧૨ માસમાં આવાં કારણો સંશોધકોને મળ્યાં છે. એટલે સૌએ ચેતવાની જરૃર છે.

બોટમલાઈન : બેઠાડુ જીવન છોડો, ઓછું પાણી પીશો તો કબજિયાત, તનાવ, એસિડિટી થશે. પ્રતિકારશક્તિ ઘટશે. આથી સારા વિચારો સાથે સમતોલ જીવન જીવો. સમત્વ એ જ યોગ છે. આનંદ છે. લાંબા સમયનું સુખ છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments