Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેનેજમેન્ટ - ધવલ મહેતા

ભારતમાં હેલ્થ કેર મેનેજમેન્ટને સુધારીને સાર્વત્રિક બનાવવાની ખાસ જરૃર છે!

ભારતમા હેલ્થ કેર ક્ષેત્રનું ચિત્ર નિરાશાજનક છે. ૧૩૧ કરોડની વસતિ ધરાવતા દેશમા માત્ર એમબીબીએસ ડીગ્રી આપતી ૩૪૮ મેડીકલ કોલેજીઝ છે

મેનેજમેન્ટ એટલે માત્ર ધંધાદારી એકમોનું મેનેજમેન્ટ નહી. મેનેજમેન્ટ સાર્વત્રિક છે. યુધ્ધનું મેનેજમેન્ટ, કુટુંબનું મેનેજમેન્ટ, સરકારી પ્રવૃત્તિઓનું મેનેજમેન્ટ (જો કે સરકારી મેનેજમેન્ટ માટેનો શબ્દ સ્ટેટ એડમીનીસ્ટ્રેશન આપવા ગર્વમેન્ટલ એડમીનીસ્ટ્રેશન છે), એનજીઓનું મેનેજમેન્ટ, ડીફેન્સ મેનેજમેન્ટ (જેમાં વ્યૂહાત્મક આયોજન અગત્યનો ભાગ છે), શૈક્ષણિક સંસ્થાઓનું મેનેજમેન્ટ, હોસ્પીટલનું મેનેજમેન્ટ, છાપાનું મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

દરેક સંસ્થાના મેનેજમેન્ટને લગતા પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય છે. આજે આપણા દેશને લગતા બે અતિગંભીર પ્રશ્નો હેલ્થ કેર મેનેજમેન્ટ અને એજ્યુકેશન સવલતો, તેવી ક્વોલીટી અને તેની તળિયા સુધીની ડીલીવરી સીસ્ટમને લગતા છે. ભારત હેલ્થ કેર મેનેજમેન્ટ ક્ષેત્રે દુનિયાના વિકસિત દેશોથી ઘણુ પાછળ છે.

આપણી સરકારની ફરજ દરેક નાગરીકને અસરકારક, સમયસર અને પોસાય તેવા દરે તબીબી સારવાર પૂરૃ પાડવાની છે. ભલે ધનિક અને ઉચ્ચ મધ્યમવર્ગ ખાનગી હોસ્પીટલોના તબીબી સારવારના ગંજાવર બીલો ભરે પરંતુ આપણે અહીં આમ આદમી અને ગરીબ આદમીની વાત કરીએ છીએ. અત્યાર સુધીના ૭૦ વર્ષ દરમિયાન ભારત સરકાર તબીબી સારવારના સરકારી ક્ષેત્રે નિષ્ફળ ગઇ છે.

રોગો ચેપથી ફેલાય છે

અહીં એક વાત અગત્યની છે કે નરેગા અને રેશનીંગ અનાજની યોજનાઓને કારણે હવે ભારતમાં કોઈ નાગરીક ભૂખે મરતો નથી. અર્થશાસ્ત્રી પ્રો. અર્મત્યસેન લખે છે કે દેશના દુકાળમાં પણ હવે ભારતીય નાગરિક ભૂખે મરતો નથી કારણ કે દુકાળના સમાચાર જાહેર માધ્યમો દ્વારા બહુ જ ઝડપથી દેશમા ફેલાઈ જાય છે અને એકંદરે કે રાજ્ય સરકાર જાગી ઊઠે છે. વળી ભારતે છેલ્લા ઘણાં વખતથી પૂરતા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કર્યો છે. મીનીમમ સર્પોટ પ્રાઈસ દ્વારા પણ સરકારની ઇચ્છા હોય કે ના હોય છતા પુષ્કળ અનાજનો સંઘરો થાય છે.

વળી દેશમા અનાજના હેરફેર માટેની રેલવે અને રોડ વ્યવસ્થા ઘણી સુધરી છે. ગરીબમાં ગરીબ માણસ પણ ફુડ રેશનીંગની યોજના હેઠળ બે રૃપિયે કીલો ચોખા અને એક કીલો રૃપિયે ઘઉં ખરીદી શકે છે. ખાંડ પણ ઓછા ભાવે મળે છે. પરંતુ ભારતમા હેલ્થ કેરની બાબતમાં આવી સવલતો નથી. હેલ્થ કેરના ક્ષેત્રમાં સાધનો ઓછા છે, સરકારી બજેટ પૂરતું નથી (જીડીપીના માત્ર ૧.૪ટકા) અને તે ઉપરાંત સરકારી હોસ્પીટલોમાં પુષ્કળ મીસમેનેજમેન્ટ છે.

સરકારી હોસ્પીટલોનો લોકોનો અનુભવ સારો નથી. સરકારી હોસ્પીટલોના કર્મચારીઓ (ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિત) દર્દીઓ સાથે પુષ્કળ તોછડુ વર્તન કરે છે. ખાનગી ક્ષેત્રમા કર્મચારીઓ આવુ તોછડુ વર્તન કરે તો તેઓ ક્યારનાય નોકરીમાંથી ફારેગ થઇ ગયા હોય. ભારતમાં હજી ભક્તીપ્રધાન અને શ્રધ્ધાનું પ્રધાન યુગ હોવાથી દર્દીમાં ડૉક્ટરોને ડૉક્ટરસાહેબ કહે છે.

ડોક્ટરો વળી ક્યારથી ડોક્ટર સાહેબ થઇ ગયા ? પશ્ચિમ જગતમા ડોક્ટરોને તેમના નામથી જ બોલાવવામાં આવે છે. ભારતમાં દર્દીઓ ડોક્ટરનો ડોક્ટરસાહેબ કહી ડોક્ટરોની કુશળતાઓનું 'મીસ્ટીફીકેશન' કરે છે. દરેક દર્દી ડોક્ટરનો 'ક્લાયન્ટ' છે અને દર્દીના રોગ વિષે તમામ પ્રશ્નોનો જવાબ આપવા ડોક્ટર બંધાયેલા છે. જે ડોક્ટરો દર્દીને એમ કહેકે પ્રશ્નો પૂછીને મારૃ માથું ના ખાશો તેની વર્તણુંક 'અનપ્રોફેશનલ' છે.

ભારતમાં હેલ્થક્ષેત્રે કેટલાક આંકડા

હેલ્થ કેર મેનેજમેન્ટની વાત પછીથી કરીશું પણ સૌ પ્રથમ તો દેશમાં તંદુરસ્તીનું પ્રમાણ કેટલું છે તે જાણવા આપણે તે દેશના નાગરીકનો સરાસરી જીવન આવરદા જોઇએ. શીશુ મૃત્યુદર પણ જોવો પડે, દેશમા દર વર્ષે કેટલા તબીબી ડોક્ટરો (એમબીબીએસ) બહાર પડે છે તે પણ જોવું પડે. જીવન બહુ લાંબુ હોય પરંતુ તેમા વારંવાર માદગી આવતી હોય તો તે જીવન સારૃ નથી એટલે માત્ર મોર્ટાલીટી (મૃત્યુદર) રેટ નહી પણ મોર્બીડીટી રેટ પણ જોવો પડે જે એ દર્શાવે છે કે તમે લાંબુ જીવન જીવવા દો પરંતુ તેનાથી સ્વસ્થ (નીરોગી) જીવન કેટલું જીવે છે. તે પહેલા એકવાત અહીં ભારપૂર્વક રજૂ કરવી જોઇએ.

જો ભારતના તમામે તમામ ૧૩૧ કરોડ લોકોને (પાંચ વર્ષ સુધીના બાળકો સહિત)એક વાત સમજાઈ જવી જોઇએ કે મગજમા ઘૂસી જવી જોઇએ કે ચેપી રોગનું મુખ્ય કારણ વાતાવરણમાં રહેલા વાયરસ, (હજારો પ્રકારના) બેક્ટેરીઆ (અનેક પ્રકારના) અને ફંગસ (અનેક પ્રકારના) છે એન તે વ્યક્તિઓના (ડોક્ટર અને નર્સીગ સ્ટાફ સહિત) સ્પર્શ દ્વારા દુષિત પાણી દ્વારા, ખાસી દ્વારા, થૂંક દ્વારા, માનવીના અને પશુઓના મળમૂત્ર દ્વારા, દુષિત પાણીમાં સ્નાન દ્વારા (પવીત્ર નદીમા સ્નાન કરો તો પણ) વીજળી ઝડપે ફેલાય છે. ભારતમા બહુ મોટી સંખ્યામા લોકો (અને ખાસ કરીને બાળકો) આપ સંક્રામક (ઇન્ફેકશીયલ) રોગોથી મરી જાય છે.

હવે પશ્ચિમ જગતમાં આનું પ્રમાણ નહીવત છે પરંતુ પશ્ચિમ જગતમાં હૃદયરોગ, કેન્સર, ડાયાબીટીસ, કીડની, અને ફેફસાનાં પ્રોબ્લેમ્સથી થતા રોગોનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં પણ સંક્રામક રોગોથી થતા મરણ હજી ઘણા થાય છે. પરંતુ ઓછા થતા જાય છે. કોલેરા, પ્લેગ, બળિયા, અને ફ્લ્યુથી થતાં મરણ ઓછા થયા છે પરંતુ જીવનશૈલી સંબંધિત થતા રોગો (ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, કીડની અને ફેફસાનાં તથા ઘૂંટણના પ્રોબ્લેમ્સ વધતા જાય છે.

હેલ્થ સ્ટેટીસ્ટીક્સ

ભારતમા શીશુ મૃત્યુનુ પ્રમાણ બહુ ઊંચું છે. શીશુ એટલે એક વર્ષનું કે તેનાથી નાનુ બાળક અંગ્રેજીમા તેને
'ચાઈલ્ડ' નહી પણ 'ઇન્ફન્ટ' કહેવામાં માને છે. ઇસ ૨૦૧૦માં ભારતમા દર હજાર બાળજન્મ દીઠ શીશુ મૃત્યુનુ પરિણામ ૪૮ જેટલું ઊચું હતું. જ્યારે તે વર્ષે ચીનમાં તે ૧૨.૬, યુ.કે.મા ૪.૪, જર્મનીમાં ૩.૩, યુએસએમા ૬.૪ અને જાપાનમાં ૨.૪ હતું. કેટલો મોટો તફાવત ? ગામડાને ગ્લોરીફાય કરતા રૃઢિચુસ્તોને જાણવું જોઇએ કે ગોકુળિયા ગામોનું આર્દશીકરણ ના થાય. ગામડામાં મોટેભાગે દાયણો દ્વારા જે પ્રસૂતિ થાય છે.

તે કારણે અને નવા જન્મેલા બાળકની માતાને ચેપી રોગ વિષે, પુષ્ટિદાયક ખોરાક વિષે, શીશુને વારંવાર થતી વધ----- (---- કફ) વિષે, ખાસ કશી જ માહિતી હોતી નથી. તેથી ભારતમાં શીશુ મરણનું પ્રમાણ તેમજ જન્મ પછીના પાંચ વર્ષ સુધીમાં થતા બાળ મરણના પ્રમાણનો આંકડો બોલે છે. તેમાંથી લેસન નંબર ૧ એ ફલીત થાય છે કે ભારતની હેલ્થકેર સીસ્ટમને છેક છેવાડાના ગામડાં સુધી લઇ જવી પડે. ગાંધીજી લાસ્ટમેન (છેલ્લા માણસ)ની વાત કરતા હતા. આપણે છેલ્લા ગામડાની તો વાત કરીએ ! ભારતના ગામડામાં કામ કરતા હેલ્થ પ્રાઇમરી હેલ્થ મેટર્સો હજી ઘણા જ 'અન્ડર સ્ટાફ્ડ' છે.

લેસન નંબર ૨ સ્ત્રીઓને ફરજિયાત ચેપ, ચેપી રોગ, હાથથી અને મળમૂત્રથી ફેલાતા ચેપી રોગ, દૂષિત પાણી દ્વારા ફેલાતાચેપી રોગ વિષે ઊડાણથી માહિતીમળવી જોઇએ. જ્યાં મહિલાઓનું શિક્ષણ ઓછું છેત્યાં બાળકોનો મૃત્યુદર વધારે છે. ઉત્તરપ્રદેશમા મહિલાઓના પ્રમાણ ૧૦ વર્ષ કે તેથી વધુ વર્ષો ભણેલી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ માત્ર ૩૨.૯ ટકા છે અને ત્યાં દર હજાર બાળજન્મદીઠ શીશુ મૃત્યુદર ૬૪ છે.

ઓછો સ્ત્રી શીક્ષણ દર ધરાવતા મધ્યપ્રદેશમાં શીશુ મૃત્યુદર પર છે, છત્તસીગઢમા તે ૫૪ છે, બીહારમાં તે ૪૮ છે, આસામમા પણ ૪૮ છે જ્યારે કેરાલા (જ્યા૧૦મુ ધોરણ કે તેથી વધારે શીક્ષીત સ્ત્રીઓનું પ્રમાણ ૭૨ ટકા છે) ત્યાં શીશુમૃત્યુદર માત્ર ૬ છે, ગોવામાં ૧૩ છે, મણીપુરમાં ૨૨ અને મહારાષ્ટ્રમાં ૨૪ છે, દરેક માણસને લાંબુ અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવું છે.

પશ્ચિમ જગતના નાગરિક જેટલો ભારતીયજન એટલો ભાગ્યશાળી નથી. આપણા ઋષીમુનિઓ પુષ્કળ લાંબુ જીવતા હતા તે 'મીથ' છે. તે અંગેના કોઈ સ્ટેટીસીકલ કે અન્ય પુરાવા નથી. અમુક દેશોના નાગરિકોના સરાસરી આયુષ્ય (કૌંસમાં) નીચે રજૂ કર્યાં છે. જાપાન (૮૩.૭ વર્ષ), સ્વીત્ઝર્લેન્ડ (૮૩.૪ વર્ષ), સીંગાપોર (૮૩.૧ વર્ષ), ઓસ્ટ્રેલીયા (૮૨.૮ વર્ષ), સ્પેન (૮૨.૬ વર્ષ) વગેરે પોતાને, ખેરખાં ગણતા યુ.એસ.એના. નાગરીકનું સરાસરી જીવન ૭૯.૩ વર્ષ છે તેનું મરણ ત્યાંના બ્લેકમ માટેનો દેશમા ભેદભાવ છે.

ભારતના નાગરીકનું સરાસરી આયુષ્ય ૬૮.૩ છે. ચીનના નાગરિકનું તે ૭૬ વર્ષ છે અને માત્ર લગભગ બે કરોડ વસતી ધરાવતા બૌધ્ધધર્મી લંકાનું તે ૭૫ વર્ષ છે. એક વાત અહીં ઘણી નવાઈ ઉપજાવે છે. જગતના લગભગ તમામ દેશોના પુરૃષોના સરાસરી જીવન આવરદા કરતા સ્ત્રીઓનો સરાસરી જીવન આવરદા વધારે છે. અમેરીકામા પુરૃષોની આવરદા ૭૬.૯ વર્ષ છે.

જ્યારે સ્ત્રીઓનો ૮૧.૬ વર્ષ છે, ઓસ્ટ્રેલિયાતે અનુક્રમે ૮૦.૫ વર્ષ અને સ્ત્રીઓનો ૮૪.૬ વર્ષ છે, ચીનમાં તે ૭૪.૫ વર્ષ અને સ્ત્રીઓ માટે ૭૭.૫ વર્ષ છે અને ભારતમા પણ પુરૃષોનું સરાસરી આયુષ્ય ૬૬.૯ વર્ષ અને સ્ત્રીઓનું ૬૯.૯ વર્ષ છે. કદાચ સ્ત્રીઓ નોકરીમા અને નોકરી કરતી કે ના કરતી હોય તો પણ ઘરકામમાં પણ પુષ્કળ શારિરીક મહેનત કરે છે તેથી દુનિયાના દરેક દેશમાં સ્ત્રીઓ કરતાં પુરૃષોનું સરાસરી આયુષ્ય એક, બે કે ત્રણ વર્ષ વધારે છે.

ભારતમા હેલ્થ કેર ક્ષેત્રનું ચીત્ર નિરાશાજનક છે. ૧૩૧કરોડની વસતી ધરાવતાદેશમા (૨૦૧૬માં) માત્ર એમબીબીએસ ડીગ્રી આપતી ૩૪૮મેડીકલ કોલેજીઝ છે. તેમાંથી ૧૬૦ સરકારી કોલેજીઝમાં ૧૯૯૮૫ અને ખાનગી કોલેજીઝમાં ૨૩,૭૫૫ બેઠકો છેજે વધુમળીને૪૩,૬૪૦ છે. ડેન્ટલ કોલેજીઝ ૩૦૯ છે અને તેમા કુલ ૨૬,૦૦૦ બેઠકો છે.

ભારતમા એમબીબીએસ કોલેજમા સરકારી કરતા ખાનગી કોલેજો વધારે હોય તે વાત ગરીબ તરફી નથી. ભારતમા રાજ્ય સરકારો ખેડૂતોના ૬૦,૦૦૦ કરોડના દેવા માફ કરી દેતી હોય જ્યારે આ બજેટમાં હેલ્થ કેર માટે માત્ર ૫૨,૮૦૦ કરોડ રૃપિયાની ફાળવણી વાજબી નથી.

જગતની સૌથી મોટી હેલ્થ કેર યોજના જેમા ૫૦ કરોડ લોકોને આવરી લેવાતો તે માટે આ બજેટમા માત્ર ૨૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણી જનતાની મશ્કરીરૃપ છે. મોદી સરકારે ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક બેવડી કરવાનું વચન આપ્યું છે. તેમણે ૨૦૨૨ સુધીમામેડીકલ કોલેજીઝની (ખાનગી નહી, સરકારી), નર્સીગ કોલેજીઝની સરકારી હોસ્પીટલો અને પ્રાઇવટી હેલ્થ સેંટર્સની સખ્યા બેવડાવવાનું વચન નથી આપ્યુ તે નિરાશાજનક બાબત છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments