Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

નોસ્ત્રાદેમસની ગુઢવાણી ભીષણ ત્રીજું વિશ્વયુધ્ધ છેડાશે?

આયેગી ક્યામત કહર જલજલા
ખુબ નેસ્ત નાબુદ હોંગી જમીં
આસમાન તક ગર્ક હો જાયેગી સબ શાહિર્યાં
સમન્દર મેં હાતિફ સે આવાજ આયેગી
નૈક કામ કાં કાગજ સફેદ હોંગે હરફ ઉડેંગે કુરાન
ઉદમત ખિલાફ હોંગી લબ કે કલામ કા,
નક્ત વસિયત મદિના હૈ રહિમ યહ ચૌદવી સદી મેં નેસ્ત હોગા ઈસ્લામ કા...

મુસલમાનોના પવિત્ર સ્થળ મદિનાના એક મિનાર ઉપર અરબી ભાષામાં લખાયેલી કહેવાતી આ પ્રકારની ભવિષ્યવાણી એક જ્યોતિષપ્રેમી હાજીએ કાનપુરના અખબારમાં વર્ષો પૂર્વે પ્રસિધ્ધ કરાવી હતી. ઉર્દૂ ભાષામાં લખેલી આ ભવિષ્યવાણીનો સાર એ છે કે ઈસ્લામની ચૌદમીસદીમાં આ મઝહબને અનુસરનારા ભયંકર મુશ્કેલીમાં મુકાઈ જશે. તેમની પર ચારે તરફથી આફતના ઓળા ઊતરી આવશે.

હીજરી સંવત પ્રમાણે અત્યારે ઈસ્લામ ધર્મીઓની ચૌદમી સદી ચાલી રહી છે. મુસલમાની પંચાગ પ્રમાણે હીજરી સંવતની શરૃઆત ઈ.સ. ૬૨૨થી થઈ. મતલબ કે આપણે જેને વીસમી સદી ગણીએ છીએ તે હીજરી સંવત પ્રમાણે ચૌદમી સદી ગણાય. હાલ વિક્રમ સંવત ૨૦૭૪  ચાલે છે ત્યારે મુસ્લિમોનું વર્ષ ૧૪૩૯ ચાલી રહ્યું છે.

આ આગાહીને તમે વાસ્તવિકતા સાથે સરખાવો તો જણાશે કે મધ્યપૂર્વના દેશોમાં ભારેલો અગ્નિ પ્રવર્તે છે. અફઘાનિસ્તાન પાયમાલ થઈ ચુક્યું છે. ઈરાક પણ બુરી રીતે અમેરિકા- બ્રિટનના હાથે પીટાઈ ચુક્યું છે. સાઉદી આરબ અને કુવૈત જેવા ધનિક ઈસ્લામ રાષ્ટ્રો અને ઈરાન, ઈરાક, લિબિયા જેવા દેશોનો મઝહબ એક હોવા છતાં તેઓ એકબીજા સામે ઘૂરકે છે.

અલ બગદાદીએ શરૃ કરેલી ઈસ્લામિક સ્ટેટ (આઈ.એસ.)ની હિંસક પ્રવૃત્તિએ સિરિયા જેવા પ્રાચીન સભ્યતા ધરાવતા દેશને પાયમાલ કર્યો છે. તો બીજી તરફ બોકો હરામ જેવા ત્રાસવાદી સંગઠનો આફ્રિકન દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. પૂર્વમાં મલેશિયા, અને ઈન્ડોનેશિયા આર્થિક રીતે પાયમાલ થતાં ત્યાં અરાજકતા પ્રવર્તે છે. સાઉદી  આરબના  શાહી પરિવારમાં  પણ અંદરો અંદર વેરઝેરના  બીજ  રોપાઈ ચૂક્યાં છે.

મશહૂર ફ્રેન્ચ ભવિષ્યવેતા માઈકલ નોસ્ત્રાડેમસે કરેલી આગાહી મુજબ ૧૯૯૧ની સાલથી ત્રીજા વિશ્વયુધ્ધના બીજ વવાઈ ચૂક્યા છે. અમેરિકા અને તેના ૪૦ મિત્રદેશોએ મળીને સદ્દામ હુસૈનને ખોખરા કરવા જે યુધ્ધખોરી આદરી તેનાથી જગતભરના મુસ્લિમો છંછેડાયા છે.

કટ્ટર ઈસ્લામ પંથીઓએ અમેરિકા તથા બીજા ધનાઢય યુરોપિયન દેશોની જોહુકમીને તથા મધ્ય પૂર્વમાં પ્રવર્તતી તંગદિલીને ધર્મનો રંગ આપ્યો છે. ગમે તે ઘડીએ મુસ્લિમ વિરુધ્ધ ખ્રિસ્તીઓનું ધર્મયુધ્ધ ફાટી નીકળશે એવી આગાહી નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી પરથી રાજકીય નિરીક્ષકો કરી રહ્યાં છે.

પશ્ચિમ જગતના વિદ્વાનો, રાજકીય નિરીક્ષકો વારંવાર એવો ઉલ્લેખ કરતાં રહ્યાં છે કે હવે પછીનું મહાયુધ્ધ કોઈ બે દેશ વચ્ચે નહીં, પરંતુ ઈસ્લામ વિરુધ્ધ ખ્રિસ્તીઓનું હશે. બે દાયકા પૂર્વે અખાતી યુધ્ધ નિમિત્તે આ ધર્મયુધ્ધના બીજ વવાઈ ચૂક્યા હતા.

અત્યારે પણ વિશ્વના જુદા જુદા દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિ આવા ધર્મયુધ્ધના જ સંકેત આપે છે. વિસર્જિત યુગોસ્લાવિયામાં સર્બ અને ક્રોટ ખ્રિસ્તીઓ ભેગાં મળીને કોસોવ અને બોસ્નિયાનાં બહુમતી મુસલમાનોની કત્લેઆમ ચલાવી રહ્યા છે.

હાલ આ જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ક્રોએશિયા અને સર્બિયામાંથી નાણા તથા શસ્ત્રો મેળવીને ખ્રિસ્તીઓની ટુકડીઓ આંતરવિગ્રહ સર્જી મુસલમાનોને હણે છે. આ સામે ઈસ્લામી દેશો સંગઠિત થઈને બોસ્નિયાના મુસ્લિમોને ચિક્કાર મદદ આપે છે. તો સામા પક્ષે પશ્ચિમના ખ્રિસ્તી ધર્મી દેશો અને યુનો જેવી વિશ્વ સંસ્થા પણ આ વિસ્તારના ખ્રિસ્તી સૈન્યને મદદ કરે છે.

વાત માત્ર મધ્ય યુરોપ પૂરતી મર્યાદિત નથી. રશિયામાં ચેચન્યાની અંદર મુસ્લિમ સ્વયંસેવકો પુતીન સરકાર સામે ચળવળ ચલાવી રહ્યાં છે. ચેચન્યાને રાજકીય નિરીક્ષકો રશિયાનું મિડલ ઈસ્ટ કહે છે. આ તરફ અલ્જિરિયામાં કાયદેસર રીતે ચૂંટાઈ આવેલા ઈસ્લામિક સાલ્વેશન ફ્રન્ટને સત્તાથી વંચિત રાખી ખ્રિસ્તીઓએ મુસ્લિમ રાષ્ટ્રોને વધુ ભડકાવ્યા છે.

તેના  પરિપાકરૃપે આખા વિશ્વમાં કટ્ટરવાદી, મૂળભૂતવાદી મુસ્લિમ સંગઠનો ત્રાસવાદ ફેલાવી રહ્યા છે. યુરોપમાં અને આપણા પાડોશી પાકિસ્તાનમાં જ્યારે ચાન્સ મળે ત્યારે ઈસ્લામી કટ્ટરવાદીઓ કેથોલિક પાદરીને કે ખ્રિસ્તી નાગરિકોને હણી કાઢે છે. તો સામા પક્ષે ખ્રિસ્તી પોલીસ કે યહૂદી સૈનિક નાનું સરખું બહાનું મળે તો ય ઈસ્લામપંથીને ઝૂડી કાઢે છે. આમ ઈસ્લામ અને ખ્રિસ્તીઓ વચ્ચે, બે ધર્મ વચ્ચે ઠેર ઠેર મોરચા મંડાયા છે. ઈસ્લામપંથીઓ પરના ખ્રિસ્તીઓના આવા સામુહિક આક્રમણને કારણે જ જગત આખું ઝડપથી ત્રીજા વિશ્વયુધ્ધ ભણી ઢસડાઈ રહ્યું છે એમ કહી શકાય.

આ તબક્કે અખાતી દેશોમાં સર્જાયેલી કટોકટીના એંધાણ મેળવવા વિદ્વાનો ૪૫૦ વર્ષ પૂર્વે લખાયેલું 'સેન્ચ્યુરી' પુસ્તક ફરીથી ઉથલાવી રહ્યાં છે. ફ્રાન્સના પ્રખર ભવિષ્યવેત્તા માઈકલ નોસ્ત્રાડેમસે ૧૫૫૫માં સમાધિ અવસ્થામાં જે ભવિષ્યવાણી લખી હતી તે મુજબ ત્રીજા વિશ્વયુધ્ધની શરૃઆત જુલાઈ ૧૯૯૯માં થશે. યુધ્ધની શરૃઆત મધ્ય પૂર્વના દેશમાંથી થશે તેવો સ્પષ્ટ સંકેત નોસ્ત્રાડેમસે આપ્યો છે. અખૂટ ખનિજ તેલ સંપત્તિ ધરાવતા આરબ રાષ્ટ્રો રશિયા તથા ચીનની સહાયથી પશ્ચિમી દેશો પર અણુહુમલો કરશે તેવો ઈશારો નોસ્ત્રાડેમસે એક  કરતાં  વધુ પંક્તિઓ લખીને કર્યો છે.

સાડા ચાર સદી પૂર્વે 'સેન્ચ્યુરી' નામે લખેલા પુસ્તકમાં ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડેમસે આશરે ૧૦૦૦ ક્વોટ્રેઈન (પંક્તિઓ) લખીને જુદી જુદી ૪૦૦ આગાહી કરી છે. જેમાં ૨૭૦થી વધુ ક્વોટ્રેઈનમાં નોસ્ત્રાડેમસે વિશ્વવ્યાપી સંહાર માટે નિમિત્ત બનનારા મહાયુધ્ધનો ઉલ્લેખ કર્યો છે.

આ આગાહીનો સારાંશ કંઈક આવો છે:
 

વર્ષ ૧૯૯૯ના સાતમાં મહિનામાં,
નભોમંડળ ફાડીને આવશે
આતંકનો મહાસમ્રાટ,
એ હશે મોંગોલના
મહાસમ્રાટનો પુનરાવતાર,
મંગળની યુતિ પૂર્વે અને પછી,
એ ખુશાલીથી કરશે રાજ.

૧૯૯૯ની સાલ તો વીતી ગઈ બીજા ૧૮ વર્ષ નીકળી ગયા. એટલે આ ભવિષ્યવાણી ખોટી ઠરી અથવા તેનું અર્થઘટન બરાબર નથી થયું. તેમ કહી શકાય. મોંગોલિયામાં ભૂતકાળમાં ચંગીઝ ખાન નામનો ખૂબ જ આક્રમક, યુધ્ધખોર સમ્રાટ થઈ ગયો. હવે ફરીવાર તેના પુનર્વતાર રૃપે કોણ પેદા થશે. એની અટકળો થઈ રહી છે. પશ્ચિમના કેટલાક વિવેચકો લખે છે કે વર્તમાનમાં અલ બગદાદી ખ્રિસ્તી રાષ્ટ્રો માટે ખૂબ  જોખમરૃપ બની રહ્યો છે. પૈસાના જોરે અને ધર્મની દુહાઈ આપી એ આખા વિશ્વના ઈસ્લામી કટ્ટપંથીઓને સંગઠિત કરી રહ્યો છે.

અલબત્ત હમણાં તો બગદાદીનું જોર નબળું પડતું જણાય છે. મધ્ય એશિયાના ઘણાં શહેરોમાંથી આઈ.એસ.ના સંગઠિત ચાંચિયાઓએ પીછેહઠ કરવી પડી છે.

ગૂઢ અર્થવાળી અન્ય પંક્તિમાં નોસ્ત્રાડેમસે લખ્યું છે કે વીસમી સદીના અંત પૂર્વે- પર્શિયન વિસ્તારમાં રાજ કરતાં એક મુસ્લિમ નેતા વિશ્વને પ્રચંડ ત્રીજા વિશ્વવિગ્રહ ભણી ઢસડી જશે. આ વ્યક્તિની ઓળખ માટે નોસ્ત્રાડેમસે પર્શ શબ્દ વાપર્યો છે.

'પર્શ' શબ્દનું અર્થઘટન કરતા જાણકાર લોકો તેનો મતલબ પર્શિયન, આરબ અથવા ઘેરો ભૂરો રંગ એવો કરે છે. ૧૯૯૧માં કુવૈત પર ઈરાકી દળોએ ચઢાઈ કરી ત્યારે સદ્દાન હુસૈને ભૂરા રંગની કેપ પહેરી હતી અને ઈરાકનું ભૌગોલિક સ્થાન પર્શિયન ગલ્ફ પાસે જ છે. એમ તો પર્શિયા એટલે કે ઈરાનના આયાતોલ્લાહ ખૌમેની પહેલાં ભૂરા રંગની જ પાઘડી પહેરતા હતા. ઓસામા બિન લાડેન પણ ભૂરા, નીલા રંગની પાઘડી બાંધતો હતો.

નોસ્ત્રાડેમસે જગતને ખ્રિસ્તી ધર્મ વિરુધ્ધ ત્રણ જુલ્મી નેતાઓથી ચેતવ્યા હતા. જેમાં એક નેપોલિયન અને બીજો હિટલર હતો અને ત્રીજા માણસ વિશે સેન્ચ્યુરીમાં એવો અણસાર અપાયો છે કે મધ્ય પૂર્વ દેશનો આ નેતા લાખો સૈનિકો વડે એવી વસ્તુ માટે જગત સામે ઝઝૂમશે જે કિંમતી હશે છતાં એ સોનું પણ નહીં હોય અને હીરા કે ચાંદી પણ નહીં! નોસ્ત્રાડેમસની આ ગૂઢવાણી દેખીતી રીતે જ ક્રૂડઓઈલ તરફ સંકેત કરે છે તે સમજી શકાય.

નોસ્ત્રાડેમસે લખેલી પંક્તિઓનો નિચોડ કાઢીએ તો એક મહત્ત્વની વાત સામે તરી આવે છે. આ મહત્ત્વના મહાયુધ્ધમાં પહેલીવાર રશિયા અને અમેરિકા એક પક્ષે હશે અને સામે મોરચે ચીન તથા અખાતી દેશો સંગઠીત બનીને લડતા હશે. આ યુધ્ધમાં રસાયણિક, જૈવિક તથા અણુશસ્ત્રોનો છૂટા હાથે ઉપયોગ થશે તથા વિશ્વનો કોઈ દેશ યુધ્ધની તારાજીમાંથી બચી નહીં શકે તેવો સંકેત પણ સેન્ચ્યુરીમાંથી મળી રહે છે. જોકે અત્યારે તો રશિયા અમેરિકાના સામા પક્ષે છે. પણ ચીન મુસ્લિમ દેશો સાથે ગુપચુપ રીતે ખૂબ હળી મળી ગયું છે.

આ સાથે જ નોસ્ત્રાડેમસની આગાહી સાચી પડવાના એકથી વધુ કારણો જાણવા મળે છે. હવે તો ઈરાક ઉપરાંત ઈરાન, સુદાન, લિબિયા અને અલ્જિરિયા પણ વિનાશક અણુશસ્ત્રો અને કેમિકલ વેપન્સથી સજ્જ થઈ રહ્યાં છે.

નોસ્ત્રાડેમસે લખેલી વિવિધ ક્વોટ્રેઈન પ્રમાણે ત્રીજા વિશ્વયુધ્ધની શરૃઆત એકાએક નહીં પરંતુ તબક્કાવાર થશે. આમ મહાયુધ્ધના બીજ ગલ્ફવોર- પાર્ટ- ૧ (૧૯૯૧)થી જ રોપાઈ ચૂક્યા છે. ઉલ્લેખ એવો છે કે જ્યારે ગુરૃ અને શનિ મેષ રાશિમાં પ્રવેશશે. ત્યારે જગતભરમાં ઊથલપાથલ મચી જશે. હાલ ચીન અને આરબ દેશો વચ્ચે એવા કોઈ ઘનિષ્ઠ સંબંધ પ્રવર્તતા નથી.

પરંતુ પાકિસ્તાન અને ચીન વચ્ચેના રિલેશન ગાઢ બનતા જાય છે. ચૂપકિદીથી ચીન અને ઉત્તર કોરિયા પાકિસ્તાનને ખતરનાક મિસાઈલ્સ આપી રહ્યા છે અને અણુશસ્ત્રો બનાવવામાં સહાય કરી રહ્યા છે. હાલમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને સીધાદોર કરવાની ધમકી આપવામાં આવે છે ત્યારે પણ ચીન પાકિસ્તાનના પરમમિત્રની ભૂમિકા ભજવી રહ્યું છે.

એક પંક્તિમાં એવી આગાહી પણ થઈ છે કે મહાયુધ્ધ પૂર્વે રશિયામાં નિષ્ફળ ક્રાંતિ થશે. રાજ્યના લઘુમતી જૂથો શાસન સામે બળવો પોકારશે અને આંતરવિગ્રહની ચિનગારી ધર્મયુધ્ધમાં પરિણમી ધીરે ધીરે વિશ્વ યુધ્ધનું સ્વરૃપ ધારણ કરશે. ત્રીજા વિશ્વયુધ્ધમાં સૌથી ભીષણ જંગ યુરોપની ધરતી પર ખેલાશે. જેમાં લોહીની નદીઓ વહેશે અને લાશોના ખડકલા સર્જાશે એવી આગાહી કરતાં નોસ્ત્રાડેમસે એવો સંકેત પણ આપ્યો છે કે દૂર પૂર્વના દેશો પણ આ રક્તપાતમાંથી અલિપ્ત નહીં રહી શકે.

જુદી જુદી ક્વોટ્રેઈનમાં નોસ્ત્રાડેમસે એવો અણસાર પણ આપ્યો છે કે મધ્ય પૂર્વનો એક સરમુખત્યાર દસ લાખ સૈનિકોનું લશ્કર લઈને ઈઝરાયલ પર ત્રાટકશે. મોરોક્કોના પશ્ચિમ તરફી શાસકને પણ મારી નાંખશે અને ધીરે ધીરે આ યુધ્ધ મુસ્લિમ વિરુધ્ધ ખ્રિસ્તીઓના ધર્મયુધ્ધનો રંગ પકડી આખી દુનિયામાં પ્રસરી જશે.

આ મહાયુધ્ધના રણશિંગા ચોક્કસ ક્યાં અને ક્યારે ફુંકાશે એ કોઈ નથી જાણતું. પરંતુ નોસ્ત્રાડેમસે એક અસ્પષ્ટ ક્વોટ્રેઈનમાં એવું લખ્યું છે કે એક દિવસ વહેલી પરોઢે અચાનક જબ્બર આગ ફાટી નીકળશે અને જબ્બર ભૂકંપની હારમાળા સર્જાશે.

જેના આંચકા દિવસો સુધી તારાજી ફેલાવતા રહેશે. નોસ્ત્રાડેમસે આગાહી કર્યા મુજબ એક અજાણ્યો દેશ અવાજ અને આગ પેદા કરતાં પોલાદના નળાકાર શસ્ત્રો (નોસ્ત્રાડેમસે અહીં ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ તરફ ઈશારો કર્યો છે.)થી હુમલો કરશે. ઉત્તર કોરિયાના સંદર્ભમાં આ આગાહી ફીટ બેસે છે.

પૂર્વના સૈનિકો ઉત્તર ધુ્રવ નજીકના દેશો પર આકાશમાંથી ઘાતક જીવાણુઓનો વરસાદ વરસાવશે. રશિયા અને અમેરિકા પર પણ મિસાઈલ હુમલા થશે. વરસાદ અને પવન દ્વારા દૂર દૂર સુધી પ્રસરી ગયેલા આ જીવાણુઓ મારફત કેનેડા, અમેરિકા, રશિયા અને ઉત્તર યુરોપમાં મહામારી (પ્લેગ) અને બીજા ઘાતક ચેપી રોગો ફાટી નીકળશે. રસાયણ શાસ્ત્રોને બદલે આપણે અહીં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની વાત કરીએ તો અણુ વિસ્ફોટ પછી ચોમેર પ્રસરી જતાં કિરણોત્સર્ગી વાદળો પૃથ્વીના વિશાળ પટ પર ભયંકર તારાજી ફેલાવી શકે છે.

નોસ્ત્રાડેમસે લખેલા પુસ્તકમાં તો ત્રીજા વિશ્વયુધ્ધના વિવિધ તબક્કાનું લાંબુ વિવરણ છે. અહીં બધી જ ક્વોટ્રેઈનનો સાર સમાવી લેવો અશક્ય છે. એટલે ફરી એકવાર મુદ્દાની વાત કરીએ તો ભારતના સંદર્ભમાં નોસ્ત્રાડેમસે એવું કહ્યું છે કે  અઢીથી ત્રણ વર્ષ ચાલનારા વિશ્વયુધ્ધનાં અંતે દુનિયા ત્રાહિમામ પોકારી જશે.

ત્યારે એક જ દેશ જે ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે. (બંગાળનો ઉપસાગર, હિન્દી મહાસાગર અને અરબી સમુદ્ર) અને એ દેશ જેનું વિશ્વયુધ્ધથી ત્રસ્ત આખા જગતને શાંતિ અને પ્રેમનો માર્ગ ચીંધશે. ભારતનો કોઈ નેતા મધ્ય પૂર્વ એશિયાના નેતાઓ વચ્ચે સંધિ કરાવી યુધ્ધ ઠંડુ પાડવામાં સફળ થશે.

ભારતનો આ પ્રભાવશાળી નેતા હિન્દુ રાષ્ટ્રને વિશ્વમાં નવું ગૌરવભર્યું સ્થાન અપાવશે, પ્રશંસા મેળવશે અને દેશની શાન વધારશે. આ નેતા ગુરુવારના દિવસને રજાનો દિવસ જાહેર કરશે. સાંઈબાબાના ભક્તો અગાઉ એવું માનતા હતા કે ભારતની કિર્તી વધારનાર અને દેશને ઉન્નતિના પંથે લઈ જનાર એ વ્યક્તિ સત્ય સાંઈબાબા જ હશે. સાંઈભક્તો ગુરુવારને પવિત્ર દિવસ ગણે છે. 

પરંતુ સત્ય સાંઈબાબાનું તો નિધન થયું છે. નોસ્ત્રાડેમસે તેની આગાહી કરતી પંક્તિમાં લખ્યું છે કે, 'ત્રણ સમુદ્રો મળે છે એ દ્વિપકલ્પમાંથી એવો શાસક પેદા થશે જે ગુરુવારને પવિત્ર માને, જેની ચતુરાઈ, શાણપણ તથા શક્તિને તમામ દેશો આવકારશે અને જેનો પ્રતિકાર કરવો મુર્ખાઈ ભરેલું ગણાશે!' તો આ વ્યક્તિ કોણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે શ્રીશ્રી રવિશંકર? ભગવાન જાણે.

આખા વિશ્વમાં દક્ષિણ ભારત પ્રદેશ જ એક એવો દ્વિકલ્પ છે જ્યાં ત્રણ સમુદ્ર ભેગા મળે છે. દક્ષિણ ભારતીય લોકો ગુરુવારને પવિત્ર દિવસ ગણે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમના અવસાનના થોડાં દિવસ પહેલાં એવી આગાહી કરી હતી કે ૨૦૦૦ની સાલમાં હું ફરી અવતાર લઈશ. મહર્ષિ અરવિંદે પણ એવું વિધાન કરેલું કે વીસમી સદીના અંતે ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે આખા વિશ્વમાં કિર્તી હાંસલ કરશે.

ઉત્તર પ્રદેશના એક સૂફીએ વર્ષો પૂર્વે એવી આગાહી કરી હતી કે ભારતમાં પણ સશક્ત બાહોશ, વીર મહાપુરુષોની ખામી સર્જાશે અને વરસો સુધી નમાલા, નપાણિયા રાજકારણીઓ સત્તા પર ચોંટી રહેશે. પરંતુ ૨૦૦૦ની સાલ પછી ભારત પર એક મહાપરાક્રમી હિન્દુ પુરુષ રાજ કરશે અને તેના શાસનકાળમાં દેશ આબાદીના પંથે આગેકૂચ કરશે.

આ સૂફીની આગાહી જે પ્રચલિત વાણીમાં આજે ય ટાંકવામાં આવે છે તે આ મુજબ છે :

રાજ હિજડા કરેગા
તાલિયા પીટતા ફિરેગા,
પગમે પહેરે ચંપલ- ખોલી,
બાંકે કાંધે પર લે જોલી,
સીર પર ઓઢે ટોપી ઘોલી
બોલે ભુંડી ભુંડી બોલી,
સન આસી બીસમ બીસા
મહંમદ રહેગા ના ઈસા...
નાચેગા ઘોર ઘમસાણ
પહેલી હાર હિન્દી કી હોગી
તેજ રહેગા તુકરાણા,
પીછે નાશ તુર્કોકી હોગી,
લાદેની કોઈ નિશાના
બાજતે ઢોલ રાજ કરેગા હિન્દુ રાણા.

નોસ્ત્રાડેમસની આગાહી સાચી પડવાની હોય તો ત્રીજું વિશ્વયુધ્ધ હવે બહુ છેટે નથી. આટલી અવધિમાં પૃથ્વી પર કેવી ઊથલપાથલ થશે એ કોને ખબર છે? કાળની ગતિ ન્યારી છે.

અત્રે એ પણ જણાવી દેવું જોઈએ કે નોસ્ત્રાદેમસની આગાહીને 'પથ્થર પરની લકીર' માનનારો એક વર્ગ છે તેમ આ કહેવાતી ભવિષ્યવાણીને હમ્બગ, નર્યા જુઠાણામાં ખપાવનારા પણ અનેક લોકો છે.
 

Post Comments