Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

હાઈપરલૂપ લાવશે દેશમાં પરિવહન ક્ષેત્રે મોટી ક્રાંતિ

હાઇપરલૂપ એક એવા પ્રકારની પરિવહન પ્રણાલિ છે જે આખા વિશ્વમાં પરંપરાગત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ધરમૂળથી બદલી નાખશે.

ભારતની  આર્થિક રાજધાની  મુંબઈથી  અમદાવાદ વચ્ચે  બુલેટ ટ્રેન દોડાવવાની વાતો લાંબા  અરસાથી થઈ રહી  છે. આ દિશામાં  નક્કર કામની પણ શરૃઆત થઈ ગઈ  છે. પરંતુ હજુ આ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ સંપૂર્ણ    અમલી  બને તે પૂર્વે દેશમાં  અતિશય ઝડપી 'મોડ ઓફ ટ્રાન્સપોર્ટ' નવો જ વિકલ્પ અમલમાં  મૂકવાની તૈયારીઓ થઈ રહી  છે. અને આ પ્રોજેક્ટ  છે. 'હાઈપર લૂપ' નો.

તાજેતરમાં  મહારાષ્ટ્ર સરકાર આયોજિત  'મેગ્નેટિક  મહારાષ્ટ્ર'   ઈવેન્ટમાં  ભાગ લેવા  આવેલા  વિવિધ ઉદ્યોગપતિઓમાંથી  અબજોપતિ રિચર્ડ  બ્રેન્સને  મુંબઈ- પૂણે વચ્ચે હાઈપર લૂપ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૃ  કરવા  રસ દાખવ્યો  છે.

એટલું જ નહીં મુંબઈ-પુણે દરમિયાન હાયપરલૂપનો જલદ પ્રવાસની સુવિધા વિકસિત કરવા માટે પીએમઆરડીએ (પુણે મેટ્રોપોલીટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી) અને લોસ એન્જલ્સની હાયપરલૂપ કંપની સાથે સામંજસ્ય કરાર કર્યા છે. આ કરાર વર્જિન  ગુ્રપના  સંસ્થાપક રિચર્ડ બ્રેન્સને જણાવ્યું હતું કે મુંબઈથી પુણેનો પ્રવાસ માત્ર વીસ મિનિટમાં પૂર્ણ કરી શકાશે. 

આ સ્થળોને  સાંકળતી  આ ક્રાંતિકારી   ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી  હાયપરલૂપ પ્રવાસી વ્યવસ્થા ઉભી કરાશે અને ધીરે ધીરે  દેશના પ્રમુખ શહેરને જોડવામાં આવશે,  આ પ્રકલ્પ માટે વીસ હજાર કરોડ રૃપિયા ખર્ચ અપેક્ષિત છે. હાયપરલૂપ ની આ પ્રણાલી દ્વારા એક કલાકમાં ૧ હજાર ૮૦ કિલોમીટરનો પ્રવાસ શક્ય થશે.   પીએમઆરડીએએ કરેલાં કરાર અનુસાર મુંબઈથી પુણે વિભાગના માર્ગનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરી હાયપરલૂપ આધારિત પ્રવાસી ટ્રાફિક સિસ્ટમ કાર્યાન્વિત કરવાની યોજના છે.

તે દ્રષ્ટિએ તપાસ કરીને અહેવાલ તૈયાર કરવા માટે આ કરાર કરવામાં આવ્યો છે. હાલમાં હાયપરલૂપ આધારિત ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ નેધરલેન્ડ, અબુ ધાબીથી દુબઈ અને સ્ટોકહોમથી હેલસિંકીમાં ચાલુ છે. ભારતમાં મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં કરાર થયા છે. વિજયવાડા અને અમરાવતી શહેર માટે અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

હાયપર લૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું ડેમોન્સ્ટ્રેશન દર્શાવવા   વર્જિન   ગુ્રપ હિંજેવાડી આઇટી પાર્ક અને જૂના મુંબઇ- પુણે હાઇવે વચ્ચે ૧૦ કિ.મી. લાંબો ટ્રેક બનાવશે. આ કંપનીએ લોસ એન્જેલેસમાં આ પ્રકારના એક ડેમોન્સ્ટ્રેશન ટ્રેક બનાવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓની એક ટીમ ટૂંકમાં આ ટ્રેકનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવા અમેરિકા જશે.

મુંબઇ- પુણે વચ્ચે પરિવહનની આ નવી પ્રણાલિ અંગેની તમામ વિગતવાર માહિતી કંપનીએ રાજ્ય સરકારને આપી છે. જો આ યોજના સાકાર થાય તો મુંબઇ- પુણે વચ્ચેનો  પ્રવાસ  સમય ચાર  કલાકથી ઘટીને ૨૦-૨૫ મિનીટ જેટલો થઇ જશે. કંપની ટૂંક સમયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરશે.

હાઇપરલૂપ એક  એવા પ્રકારની પરિવહન પ્રણાલિ છે જે આખા વિશ્વમાં આજે લોકો જે પ્રકાર  પ્રવાસ ખેડે છે એ પરંપરાગત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ધરમૂળથી  બદલી  નાખશે.  એમાં  ક્રાંતિકારી પરિવર્તન આણશે. શું છે હાઇપરલૂપ?

અમેરિકન કંપની ટેસ્લાના સ્થાપક એલન મસ્કે ૨૦૧૨માં હાઇપરલૂપનો આઇડિયા જાહેર કર્યો અને તેની ડિઝાઇન બનાવી હતી.

આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એક ગોળ નળાકાર ટયૂબમાં ઝડપી વેગે હવામાં સરકતી ટ્રેન પ્રવાસીઓને એક છેડેથી બીજા છેડે લઈ જાય છે. તેનો ઉપયોગ માલસામાનની હેરાફેરી (કાર્ગો કન્ટેઇનર રૃપે) માટે પણ થઈ શકે છે. ઇલેવેટેડ ટ્રેન રૃટની માફક હાઇપરલૂપમાં ઊંચા થાંભલા પરથી પસાર થતી એક  ટયૂબ ગોઠવવામાં આવે છે.

આ ટયૂબમાં (જે  આશરે  ૩ મીટર પહોળી  હોય છે) ખાસ પ્રકારની એક ટ્રેન મેગ્નેટિક લેવિટેશનના સિદ્ધાંત પર હવાના ઓશિકા પર તરતી હોય એ રીતે અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે આગળ સરકે છે. આ   પ્રકારની  સિસ્ટમમાં  આખેઆખી  ટ્રેન નહીં,  પરંતુ પોડ (નાના કમ્પાર્ટમેન્ટ)  ઈલેક્ટ્રીક પ્રોપ્લઝન વડે  આગળ  ખસે  છે.

દરેક પોડમાં આશરે ૨૮ પેસેન્જર  બેસી શકે  છે.  મઝાની વાત એ છે કે આ પ્રકારની સુપરફાસ્ટ ટ્રેન વ્યવસ્થા બીજી હાઇસ્પિડ રેલ અથવા બુલેટ ટ્રેન કરતા અડધા ખર્ચે શરૃ કરી શકાય છે. જાણકારો કહે છે કે આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખૂબ કાર્યક્ષમ, સલામત અને ભરોસાપાત્ર છે. એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે હાલ વિશ્વમાં કોઈ સ્થળે હાઇપરલૂપ સેવા નાગરિકો માટે વપરાશમાં નથી. દુબઈ અને અબુધાબી વચ્ચે આ નવતર ટેક્નોલોજીનો ચમત્કાર બહુ જલ્દી જોવા મળશે. 

ગયા ગુરુવારે દુબઇમાં પ્રોટોટાઇપ હાઇપરલૂપ પોડ ખુલ્લો મુકાયો. કલાકે ૧૨૦૦ કિ.મી. ગતિ કરનાર આ હાઇપરલૂપ ટ્રેન દુબઇ અને અબુધાબી  વચ્ચેનું અંતર ૧૨ મિનિટમાં કાપશે. અત્યારે આ બે શહેર વચ્ચે કારમાં પ્રવાસ ખેડતા ૯૦ મિનિટ લાગે છે. આ સિવાય અમેરિકા, કેનેડા, ફિનલેન્ડ, સિંગાપુરમાં હાઇપરલૂપ શરૃ કરવાની તૈયારીઓ થઈ રહી છે.

ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં હાઇપરલૂપની દિશામાં પ્રારંભિક તૈયારીઓ થઈ રહી છે. આંધ્રની રાજધાની અમરાવતીમાં હાઇપરલૂપનો ટ્રાયલ રન શરૃ કરવા રાજ્ય સરકારે કેલિફોર્નિયા સ્થિત હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી કંપની સાથે કરાર કર્યા છે. વિજયવાડા અને અમરાવતી વચ્ચેના ૩૫ કિ.મી.ના અંતરને હાઇપરલૂપ વડે ફક્ત પાંચ મિનિટમાં આટોપી શકાશે.

બેંગ્લોર શહેરમાં આ ટેક્નોલોજીના અવતરણ માટે વર્જિન હાઇપરલૂપ કંપની સાથે રાજ્ય સરકારે કરાર કર્યા છે. બ્રિટિશ ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેન્સને અમેરિકાના નેવાડા પ્રાંતમાં ફુલ સ્કેલ હાઇપરલૂપ સિસ્ટમનો ટ્રાયલ ટેસ્ટ રન લીધો છે. મહારાષ્ટ્ર સરકાર પણ આજ કંપની સાથે મળીને ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજીના આ નવા આવિષ્કારને અમલી બનાવવા અધીરી બની છે.

હાઇપરલૂપને કારણે મુંબઈ મુંબઈ-પુણે વચ્ચે અત્યારે કારમાં પ્રવાસ ખેડતા ચાર કલાક લાગે છે તેના બદલે લૂપમાં માત્ર ૧૫થી ૨૦ મિનિટ લાગશે. આ પ્રોજેક્ટ અમલી થતા વર્ષે બે કરોડ લોકો તેનો લાભ લઈ શકશે. હાલમાં જે ૧૦ કિ.મી. લાંબો ટ્રાયલ ટ્રેક નાખવાનો છે તેનો તમામ ખર્ચે બ્રેન્સનની કંપની ઉપાડશે.

નિષ્ણાતો એવું જણાવે છે કે હાઇપરલૂપ સિસ્ટમને નફાકારક બનાવવા પ્રતિ કલાકે ૫૦૦૦ પેસેન્જરો મળવા જોઈએ! એવું અનુમાન છે કે હાઇપરલૂપને શરૃ કરવા પ્રતિ કિલોમીટર અઢીથી ચાર કરોડ ડોલરનો ખર્ચ આવે છે. હાઇપરલૂપની ટયૂબ મેટ્રો ટ્રેનની માફક ભૂગર્ભમાં પણ પાથરી શકાય કે નવા પ્રકારની ધાતુના બનેલા પાયલોન પર પણ લંબાવી શકાય. આ રીતે હાઇપરલૂપનો માર્ગ વર્તમાન હાઇવે કે રેલમાર્ગની ઉપરથી ખેંચી શકાય.

હાઈપર લૂપની  સુવિધા ઊભી કરવામાં   બહુ  ખર્ચ નથી આવતો.  હાઈસ્પીડ ટ્રેન   માટેનું  માળખું  રચવા કે હાઈવેના બાંધકામમાં  ખર્ચાય તેથી ઓછા ખર્ચે હાઈપર લૂપનું  માળખું  ઊભું કરી શકાય  છે. વળી પેસેન્જરોને લઈ જતાં  પોડ્સ બંધ નળાકાર  ટયૂબમાં  પસાર થતાં  હોવાથી બહારની ઠંડી,  ગરમી, વરસાદની કોઈ અસર અંદર નથી થતી.

હાઇપરલૂપનો એક ફાયદો એ છે કે હવાના અવરોધ વગર પેસેન્જર સાથેના પોડ્સ ભૂંગળાની અંદર તેજ ગતિએ સરકતા હોવા છતાં જરાય ઘોંઘાટ થતો નથી.  કોઈને એવો સવાલ થાય કે હાઇપરલૂપના પોડમાં બેસીને પ્રવાસ કરવાનો અનુભવ કેવો હોય. જાણકારો એમ કહે છે કે ઊંચી ઇમારતોમાં ઝડપથી ઉપર-નીચે જતી લિફ્ટમાં જેવો અનુભવ થાય તેવી જ 'ફીલ' પોડમાં આવે અથવા કહો કે ઝડપથી ઊડતાં જેટ વિમાનના પ્રવાસ ખેડવા જેવો જ અનુભવ હાઇપરલૂપમાં થાય છે, તેની સ્પીડ વિશે વાત કરીએ તો મુંબઈ-પૂણે વચ્ચેના ૧૫૦ કિ.મી.નું અંતર ૨૦થી ૨૨ મિનિટમાં કપાય.

પેસેન્જર સાથેનું પોડ ટયૂબમાં આગળ વધવાનું શરૃ કરે તેની પહેલી ચાર મિનિટ તેને ઝડપ હાંસલ કરતાં થાય છે. અને છેલ્લી ચાર મિનિટ એ ઝડપ ક્રમશઃ ઘટાડતું જાય છે. વચલા સમયમાં આ પોડ કલાકે ૧૦૦૦ કિ.મી.ના વેગથી ડેસ્ટિનેશન તરફ ધસી જાય છે. આ સમયગાળા દરમિયાન બેઠેલા પ્રવાસીઓને 'જી ફોર્સ' (ગુરુત્વાકર્ષણ બળ)ની  જે અસર વર્તાય તે બોઇંગ ૭૪૭ ટેકઓફ કરે ત્યારે જણાતાં પરિબળ જેટલી જ હોય છે.

ટયૂબની અંદર હવા નહીંવત્ હોવાથી તેમ જ પોડ ટ્રેકથી અધ્ધર રહીને આગળ ધપતું હોવાથી ઘર્ષણ બિલકુલ નથી થતું. તેથી વુ... શ... શ... જેવા પવનના મંદ સુસવાટા જેવો અવાજ સંભળાય છે. એટલું જ નહીં, આ પ્રણાલિમાં જેટલી વીજળીનો વપરાશ થાય છે તેથી ક્યાંય વધુ વિદ્યુત સોલાર પેનલ્સ, પવન ચક્કી અને કાયનેટિક એનર્જીના માધ્યમથી ઉત્પન્ન કરી શકાય છે. આ વધારાની વીજળી હાઇપરલૂપ માટે પોતાની જમીન સોંપી દેતા જમીનદારોને આપી શકાય અથવા તેમને નાણાકીય લાભ આપી શકાય.

-  ભારત સરકારનો  નીતિ   આયોગ વિભાગ હાઈપરલૂપની  ઉપયોગિતા, લાભ વિશે અભ્યાસ કરી રહી  છે. આ સિવાય નીતિ  આયોગ  'માસ રેપિડ  ટ્રાન્સપોર્ટ સિસ્ટમ'  ના બીજા પાંચ પ્રકારનો પણ અભ્યાસ કરી રહી  છે.  જેમાં મેટ્રીનો,  સ્ટેડલર બસ, પોડ ટેક્સી, હાઈબ્રીડ  બસ અને ફ્રેટ રેલ  રોડનો સમાવેશ થાય છે.

-  હાઈપર લૂપ ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજીના ભારત ખાતેના  પ્રતિનિધિ  બિ  બોપ ગ્રેસ્ટા  કહે  છે કે આ ટેક્નોલોેજી  ભારત માટે ચીન સામે એક 'સિક્રેટ વેપન' સમાન   છે. જેના થકી ભારત ચીનના અર્થતંત્ર કરતા આગળ નીકળી  શકશે. ચીને  છેલ્લા  એક દાયકામાં  માળખાકીય સુવિધા  ઊભી કરવા જે અબજો  ડોલર ખર્ચ્યા  છે. એ ટેક્નોલોજી હવે જૂનવાણી  થતી  જાય  છે. વળી એ ખૂબ જ વધુ ઊર્જા  વપરાશ કરે છે અને તેની જાળવણી  પણ ખૂબ મોંઘી પડે  છે.  જ્યારે  ખાસ તોે હાઈપરલૂપનો  પ્રવાસ  ઍર કે રેલ ટ્રાવેલ કરતાં વધુ સલામત સાબિત  થનાર  છે!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments