Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

ક્રિકેટ : House of Casino

ભારતના સ્પિનર અશ્વિને પણ IPL ની હરાજી અંગે વિવાદાસ્પદ કોમેન્ટ કરી

IPL ના પ્રભાવને લીધે ક્રિકેટ વિશ્વ BCCI અને ભારતના સ્ટાર ક્રિકેટરોની મુઠ્ઠીમાં

ઘટતી જતી લોકપ્રિયતા વચ્ચે ધંધો ટકાવવા ક્રિકેટરો અને ક્રિકેટ પ્રત્યે ચાહકો સાવ ઉદાસિન ન થઈ જાય તેવી તકેદારી રાખવી અનિવાર્ય બની છે

રવિચંદ્રન અશ્વિનને આઈપીએલની હરાજીમાં ચેન્નાઇ સુપર કિંગે જાળવી ન રાખતા તેણે એક વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી જેના પર ખાસ કોઇની નજર નહતી પડી બાકી ભારતીય ક્રિકેટ બોર્ડની તેણે નારાજગી વહોરી લીધી હોત.

અશ્વિને ટિવટ કર્યું હતું કે આઈપીએલની હરાજી હંમેશા 'હાઉસ ઓફ કેસિનો' હોય છે. હવે હું ચેન્નાઇ સુપર કિંગ્સ જોડેના આટલા વર્ષોની યાદો વાગોળીશ અને પંજાબ સુપર કિંગનો મને ખરીદવા બદલ આભાર.'
સ્વિત્ઝર્લેન્ડનો ટેનિસ લેજન્ડ એક તરફ ૩૬ વર્ષની વયે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલના મોડમાં હતો ત્યારે આઈપીએલની ગત શનિ-રવિની હરાજીમાં જાણે આઈપીએલની કોર્પોરેટ ફ્રેન્ચાઇઝીઓએ લાસ વેગાસના કેસિનોની હોડ જમાવી હતી. બરાબર તે જ દિવસે એટલે કે હરાજીના પ્રથમ દિવસે ભારતે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ૨-૧ની હાર સાથે પૂરી કરી હતી.

એક ક્રિકેટ ચાહકે આ અરસામાં જ શંકા વ્યક્ત કરતા કહ્યું કે હવે ક્રિકેટરો કે બુકીઓ જ નહીં બે ક્રિકેટ બોર્ડ પણ ફિકિસંગ કરતા હોય તેમ લાગે છે.

પ્રત્યેક ટીમે ઘરઆંગણે શ્રેણી વિજય મેળવવાનો તે પછી ક્રિકેટ ચાહકોની નારાજગી એ હદે વહોરવી ના પડે અને ક્રિકેટરોની ચાહના પણ જળવાઇ રહે તેથી એકાદ ડેડ રબરની ટેસ્ટ શ્રેણી હારી ચુકેલી ટીમને જીતવા દેવી.

રસપ્રદ નિરીક્ષણ કરશો તો એ પણ જોઇ શકાશે જે ટીમ ટેસ્ટ શ્રેણી જીતશે તે ટીમ તે પછીની વન-ડે કે ટી-૨૦ શ્રેણી હારી જશે. જેથી ફરી છેલ્લો દેખાવ યાદ રહે તે ધોરણે ટીમ સન્માન, માર્કેટ વેલ્યુ અને તેના ઘરઆંગણાની રમત પ્રત્યેની લોકપ્રિયતા જાળવી રાખે.

ભારતીય ક્રિકેટ બોર્ડનો તો આર્થિક પ્રભાવ એ હદે વધતો જાય છે કે અન્ય ક્રિકેટ બોર્ડની ૭૦ ટકા તિજોરી ભારત જોડેની શ્રેણી રમવાને લીધે છલકાય છે. તેના ઉપરાંત આઈપીએલને લીધે ક્રિકેટ વિશ્વના ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ અને વન ડે શ્રેણી કચકચાવીને હરાવવાનો જૂસ્સો પણ જાણે વેચી ચૂક્યા હોય તેમ લાગે છે.

સાઉથ આફ્રિકાના માસ્ટર ફિલ્ડર મનાતા અબ્રાહમ બેન્જામીન ડી'વીલીયર્સે ત્રીજી ટેસ્ટમાં કોહલીના બે આસાન કેચ પડતા મુકતા એવી કોમેન્ટ પણ હળવી શૈલીમાં વહેતી થઇ હતી કે આઇપીએલના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સાથી અને તેના કેપ્ટનને જાણી જોઇને જીવતદાન આપીને કોહલીની ભારતના કેપ્ટન તરીકેની ટીકાને શાંત પાડવા તેણે મદદ કરી.

હવે ડી'વીલીયર્સે ભારત સામેની ત્રણ વનડેમાં ઇજાને લીધે નહી રમવાનો નિર્ણય લીધો છે. એડવાન્ટેજ ઇન્ડિયા... એડવાન્ટેજ કોહલી ! તેવી જ રીતે ડી'વીલીયર્સ જ નહીં કોઇપણ ટીમના સ્ટાર ક્રિકેટરો કોહલી, ધોની, રવિ શાસ્ત્રી અને જે તે આઇપીએલ ટીમના માલિકની 'ગુડ બુક'માં રહેવા તત્પર હોય છે.

હવે ક્રિકેટરો જાણે છે કે તેઓની અંગત રમત કે ટીમના દેખાવને કોઇ દેશભક્તિ તરીકે નથી જોતું. માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ ટક્કરમાં જ 'નેશન પ્રાઇડ' ચાહકો દ્વારા વણાઇ જતું હોય છે.

ક્રિકેટનો અતિરેક પણ એ હદે છે કે એક શ્રેણીમાં હારો તે સાથે બીજી શ્રેણી તેની કડવી યાદો ભુલાવી દેવા હાજર જ હોય છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તો આ માટે શ્રીલંકા જોડે ગોઠવણ કરી જ રાખી છે. ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા વચ્ચેનાં ક્રિકેટમાં એક ટીમને ત્રણેય  ફોરમેટમાંથી એકમાં તો આબરૃ જાળવી રહે તે માટે જીતવા જ દેવામાં આવતું હોય છે. 

ચાહકોને એવી શંકા પણ છે કે  આઇપીએલનો મની પાવર અને કોહલી, ધોની, શાસ્ત્રી તેમજ ભારતીય ક્રિકેટ બોર્ડનું તમામ રીતે વર્ચસ્વ જોતા વિદેશી ખેલાડીઓ જે ફ્રેન્ચાઇઝીમાં હોય તેના માલિકોને તેમજ આપણા વગદાર ક્રિકેટરોને કહ્યા વગરની સમજૂતિ તરીકે નીચા જોવાપણી સ્થિતિમાં નથી મુકતા. જાણ્યે-અજાણ્યે તેમના દેશની ક્રિકેટ ટીમ માટે ઇમાનદારીથી રમી જ ના શકાય તેવી આ ગોઠવણ બનતી જાય છે.

જેમાં બે ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ મૂક સંમતિ હોઇ જ શકે. એકંદરે કોહલી, ધોની અને ભારતને 'વીન-વીન સ્થિતિ'માં રાખવું પડે તો જ અન્ય ક્રિકેટ બોર્ડ અને તેમના ક્રિકેટરોનું 'મની મીટર' ફરતું રહે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ક્રિકેટ વિશ્વના તમામ બોર્ડ આઇપીએલને એ હદે મહત્વ આપે છે કે તેઓના ક્રિકેટ કેલેન્ડરને આઇપીએલ દરમ્યાન શક્ય ત્યાં સુધી મુક્ત રાખે છે. અન્ય દેશો તેમની લીગ યોજે જ છે પણ આઇસીસી તેને આવી સગવડ નથી આપતું.

ભારતીય ક્રિકેટ બોર્ડની એ દાદાગીરી પણ જાણી લો કે અન્ય તમામ ક્રિકેટ બોર્ડ આઇપીએલ તેના ખેલાડીઓને પરવાનગી આપે છે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ તેના ક્રિકેટરોને રમવા અન્ય દેશોની લીગ રમવાની મંજૂરી નથી આપતું તો પણ અન્ય બોર્ડને નારાજગી નથી અનુભવાતી. હવે તો આઇપીએલમાં જ ભારતના ક્રિકેટરો બગાસુ ખાતા મોંમાં પતાસુ આવી ગયું હોય તેમ નાણાંનો કોથળો આપતું હોઈ તેઓ અન્ય લીગમાં સસ્તા ભાવે રમવા જાય તો પોલ ખુલી જાય તેમ છે.

ફરી ભારતના સ્પિનર અશ્વિનના લેખના પ્રારંભે ઉલ્લેખ કરેલા ટિવટ પર આવીએ તો તેણે આઇપીએલની હરાજી માટે 'હાઉસ ઓફ કેસિનો' શબ્દ પ્રયોજ્યો તે ચોટદાર છે. તેનું કહેવાનું તાત્પર્ય એ છે કે ખેલાડીની ખરી પ્રતિભા મૂલવાતી જ નથી. 'લાગે તો તીર નહીં તો તૂક્કો' જેવો જ ઘાટ છે. શરૃમાં કરકસરથી બજેટ વાપરતા ખેલાડી ખરીદાઇ જાય તે પછી બીજે દિવસે લાગે કે 'યાર ધાર્યા કરતા તો હજુ ખિસ્સું ભરેલું છે એટલે દે ધનાધન અમુક ખેલાડીઓને બીજા દિવસે જેકપોટ લાગી જાય છે.'

આઇપીએલને લીધે ભારત સહિત પ્રત્યેક દેશના અને તેના ઘરઆંગણાના ક્રિકેટની ટીમમાં રાજકારણ ખેલાતું જાય છે. કેપ્ટનો અને વગદાર ખેલાડીઓ આઇપીએલમાં તેમની કિંમતી ખેલાડી તરીકે પસંદગી થાય તેથી તેમની ટીમના અન્ય ખેલાડીઓને ફોર્મ બતાવવાની, ટીમમાં નિશ્ચિત સ્થાન નહીં આપવાનું રાજકારણ ખેલે છે.

આઇપીએલની હરાજીમાં ખેલાડીઓની ખરીદી અને તેઓને અપાતી રકમમાં હંમેશા કોઇ ક્રિકેટિંગ બ્રેઇન નથી વપરાતું. કેટલાક ખેલાડીઓને તેમના ટેસ્ટના તો કેટલાકને વન ડેના દેખાવના આધારે ટી-૨૦ના પણ ઉત્કૃષ્ટ મનાય છે. અમુક અપવાદોને બાદ કરતા ખરેખર તો જે ખેલાડીને રૃ. ચાર કરોડથી દસ કરોડ મળતાં હોય તેને તમે પોઇન્ટ બ્લેન્ક એમ કહો કે 'રૃ. બે કરોડ મળશે બોલ, રમવા તૈયાર છે ?' તો પણ તે કરાર કરશે.

પ્રશ્ન એ થાય છે કે પહેલેથી ફ્રેન્ચાઇઝીને  તગડી રકમની છૂટ કેમ અપાય છે. કૃત્રિમ રીતે આઇપીએલની વર્થ વધારવાનું આ એક તૂત લાગે છે.

અમુક ચાહકો શંકા કરે છે કે ૧૨-૧૫ કે વધુમાં વધુ ૨૪ બોલ ફેંકવાના કે તેટલા જ બોલ એક મેચમાં રમવાના અને આવી ૧૪ મેચો રમવાના આ હદે જે કરાર થાય છે તે રકમ ખરેખર ચૂકવાતી હશે ખરી ? કે પછી આ બધી 'હાઇપ' છે ?

ફૂટબોલની કલબો માટે એવું કહેવાય છે કે ટ્રાન્સફરથી માંડી કરારમાં હવાલા અને એજન્ટોને ભાગ આપી સોદા પાર પડાતા હોય છે. 'હું તને ટીમમાં સામેલ કરાવી દઈશ તારે અમુક રકમ અમુક લોકોને વહેંચવા માટે આપવી પડશે.' તેમ એજન્ટો ફરતા હોય છે.

બાકી તમે એક ફ્રેન્ચાઇઝીને હાલ કરતા અડધી રકમનું જ પર્સ રાખવાની પરવાનગી આપો તો પણ આ જ ખેલાડીઓ ખરીદી શકાય અને આઇપીએલ જમાવટ કરી જ શકે.

આપણને તો આનંદ જ છે કે જયદેવ ઉનડકટ રૃ. ૧૧ કરોડ અને પંડયા બંધુ ૧૯.૮ કરોડ કમાય. હા દુ:ખ એ વાતનું જરૃર થાય છે કે એક ટેકનોક્રેટ કે સરહદ પરનો સેનાની એક વર્ષમાં જે મેળવે છે તેના કરતા વધુ મનોજ કેરા, લમીચાને, દેશપાંડે, પ્રદીપ શાહુ, મોનુ કુમાર દોઢ મહિનામાં વધુ કમાય છે. હા, આ બધા કોઇને કોઇ ફ્રેન્ચાઇઝના એવા ખેલાડીઓ છે જેઓ રૃ. ૨૦ લાખથી ૨ કરોડમાં ખરીદાયા છે. આવા ૫૦થી વધુ નામોની યાદી મુકી શકાય. જેઓના તમે નામ પણ ના સાંભળ્યા હોય. ક્રિકેટનો જ્યારે અદમ્ય ક્રેઝ હતો ત્યારે ક્રિકેટરો સ્ટાઇપન્ડ જેટલું કમાતા હતા. હવે ક્રિકેટમાં રસ ઘટતો જાય છે ત્યારે ક્રિકેટરો કરોડો કમાય છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments