Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિટનેસ - મુકુંદ મહેતા

લોહીનું જામી જવું એટલે શું?

વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે સમાજના મોટાભાગના લોકો ''ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ''ના શારીરિક ચિન્હો વિષે જાણતા નથી અથવા આવા ચિન્હો હોય તો તેઓ તે માટે બેદરકાર રહે છે

તમને શરીર પર સામાન્ય ઈજા થાય ત્યારે તમે જોયું હશે કે થોડીવાર પછી લોહી નીકળતું હતું તે એકથી ત્રણ મિનિટમાં બંધ થઈ જાય છે તે જગાએ નાનો ક્લોટ (ગઠ્ઠો) થયેલો તમને દેખાય છે. આને કારણે વધારે પડતું લોહી નીકળતું બંધ થઈ જાય છે.

આને ''એક્ષટર્નલ ક્લોટિંગ'' કહેવાય આમ થવાનું કારણ તમારા લોહીમાં રહેલા ઝીણા કોષ જેને પ્લેટલેટસ કહે છે તે લોહીના પ્રવાહી ભાગ પ્લાઝમામાં રહેલા 'પ્રોટીન્સ' સાથે મળીને વાગ્યું હોય તે જગાએ ક્લોટ બનાવે છે જેથી તે જગાએથી લોહી નીકળતું બંધ થઈ જાય. આ એક પ્રકારની તંદુરસ્ત શારીરિક પ્રક્રિયા છે જેનાથી શરીરનું રક્ષણ થાય છે.

આનાથી ઊલટું કોઈકવાર લોહીની નળીઓમાં જરૃર ના હોય ત્યારે ક્લોટ (ગઠ્ઠો) થાય છે. જે લોહી બંધ કરવા માટે હોતો નથી. આ એક પ્રકારની જોખમી પ્રક્રિયા છે. આને ''ઈન્ટરનલ ક્લોટિંગ'' કહે છે. આ પ્રકારનું ક્લોટિંગ હૃદયમાંથી શરીરના અંગોને લોહી પહોંચાડનાર એટલે કે લોહી લઈ જનારી નળીઓ ધમની અથવા આર્ટરી અને લોહી પાછું હૃદયમાં લઈ જનારી નળીઓ શિરા અથવા વેઇન્સ બન્નેમાં (આખી સર્ક્યુલેટરી સિસ્ટમમાં) થઈ શકે છે.

આ ક્લોટ્સ અથવા ''થ્રોમ્બસ''ને કારણે લોહી નળીઓમાં જતો લોહીનો પ્રવાહ રોકાઈ જાય છે આને કારણે જે ભાગને લોહી મળવાનું હોય ત્યાં ''ઈન્ફ્રાક્ટ્સ'' થાય છે એટલે તે ભાગને ઓક્સીજન મળતો નથી તેથી હાર્ટએટેક, સ્ટ્રોક અને તેવી ઘણી તકલીફો થાય છે. જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય. શરીરના દરેક નાના મોટા અવયવને લોહી સારી રીતે મળે અને કોઈ પણ રોગ ના થાય એ ખૂબ જરૃરી છે.

વૈજ્ઞાાનિકોનું એવું માનવું છે કે સમાજના મોટાભાગના લોકો ''ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ''ના શારીરિક ચિન્હો વિષે જાણતા નથી અથવા આવા ચિન્હો હોય તો તેઓ તે માટે બેદરકાર રહે છે. કદાચ આજ કારણે એટલે કે ''ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ''ને કારણે અચાનક મૃત્યુ (સડન ડેથ) થવાના કિસ્સા વધતાં જાય છે. ''ઈન્ટરનલ બ્લડ ક્લોટિંગ'' શરીરમાં ક્યાં થઈ શકે અને તેનું પરિણામ શું આવે ?

૧. હૃદયને લોહી પહોંચાડનારી એક કે વધારે લોહીની નળીઓમાં ક્લોટ થયો હોય ત્યારે હૃદયના સ્નાયુના ભાગને લોહી નહીં મળવાથી તે નાશ પામે આને ''હાર્ટ એટેક'' કહેવાય.

૨. મગજને લોહી પહોંચાડનારી એક કે વધારે લોહીની નળીઓમાં ક્લોટ થયો હોય ત્યારે મગજના ભાગને લોહી મળતું એટલે ઓક્સીજન મળતો બંધ થાય ત્યારે ''સ્ટ્રોક'' અથવા ''બ્રેઇન એટેક'' આવ્યો કહેવાય.

૨. એજ રીતે આંખને લોહી પહોંચાડનારી નળીઓમાં ક્લોટ થાય તો આંખની ''રેટિના''ને નુકશાન થાય અને માનવી આંધળો થઈ જાય.

૩. જો આર્ટરીમાં કે વેઇનમાં ક્લોટ થયો હોય તેને ''થ્રોમ્બોસીસ'' કહેવાય. જ્યારે ક્લોટ વેઇનમાં થયો હોય ત્યારે વેઇનમાં સોજો આવે એટલે એ પરિસ્થિતિને ''થ્રોમ્બોફલેબાઇટિસ'' કહે છે આના બે પ્રકાર છે. જો ચામડીની પાસે ક્લોટ થયો હોય તેને ''સુપરફિશિયલ થોમબોફલેબાઇટ્સ'' કહે છે અને જો ક્લોટ ચામડીની નીચે (ડીપ) રહેલી મોટી વેઇનમાં થયો હોય તો તેને ''ડીપવિનસ થ્રોમ્બોસીસ'' અથવા ''ડી.વી.ટી.'' કહે છે.

જે મોટે ભાગે સાથળની અને પગના નીચેના ભાગમાં રહેલી મોટી વેઇન્સમાં થાય છે. સુપરફિશયલ થ્રોમ્બોફલેબાઇટિસ કરતાં ડીપવિનસ થ્રોબોસીસ (ડી.વી.ટી.) ખૂબ જોખમકારક છે કારણ જો આ ક્લોટ લોહીની નળીમાંથી તૂટી જાય તો તે તૂટેલો ભાગ અથવા ''એમ્બોલાસ'' જો ફેફસામાં પહોંચે તો તેને ''પલ્મોનરી એમ્બોલિઝમ'' થાય અને તાત્કાલિક સારવાર ના થાય તો મૃત્યુ તરત થાય.

ડી.વી.ટી. થવાના કારણો :

૧. ઘણા સમય માટે પગ એકની એક સ્થિતિમાં રહેવાથી (પ્લેન કે કારની મુસાફરી), કોઈ બીમારીને કારણે અથવા એક્સિડંટમાં હાડકાં ભાગ્યાં હોય અને ''બેડ રેસ્ટ'' લેવાનો હોય ત્યારે ૨. ઓપરેશન ખાસ કરીને થાપાના ઓપરેશન અને સ્ત્રીઓના ઓપરેશન વખતે થાય ૩. દવાઓને કારણે ૩. કોઈ ચેપ લાગ્યો હોય

૪. કેન્સર જેવો રોગ થયો હોય.

ડી.વી.ટી.ના લક્ષણો : ૧. પગ ઉપર સોજો આવે જે દબાવવાથી સખત (કડક) લાગે ૨. નસના ભાગ ઉપર દુખાવો થાય ૩. પંજાને ઊંચો કરો તો સખત દુખાવો થાય ૪. પગની ચામડી લાલ થઈ જાય અને ગરમ લાગે ૫. ચાલવા જાઓ તો પિંડીના સ્નાયુ (કાફ મસલ્સ)માં દુખાવો થાય.

ખાસ યાદ રાખો કે ડી.વી.ટી.ની સારવાર તાત્કાલિક ના થાય તો બ્લડ ક્લોટ છૂટો પડી જાય જેને ''એમ્બોલીઝમ'' કહેવાય અને તે લોહીની નળીઓ મારફતે ફેફસામાં જાય જેને ''પલ્મોનરી એમ્બોલીઝમ'' કહેવાય અને તે વખતે દર્દીથી શ્વાસ ના લેવાય, છાતીમાં સખત દુખે અને લોહી વાળો ગળફો આવે અને મૃત્યુ પણ થાય.

(ક્રમશ:)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments