Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

દારૃ પીવાથી નુકસાન થાય, છતાં સરકાર પરમિટ કેમ આપે છે?

-'પરમિટ લઈને કે લીધા વગર... ક્યાં ચાલે છે કોઈને પીધા વગર!'
(ગોપાલ પટેલ, અમદાવાદ)

કોઈ ૪૨૦-બાબાને હેલીકોપ્ટરમાં બેસાડીને કોર્ટમાં લઈ જવાની શી જરૃર?

-'આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે...'
(પ્રાંજલ એચ. જોશી, ભાવનગર)

માતા-પિતા અને સદ્ગુરૃ, આ ત્રણમાંથી પહેલી પસંદગી કોની કરો. કારણ ચોક્કસ જણાવજો.

-માતા-પિતાની સામે તો ભગવાનની પસંદગી પણ ન કરૃં... ભગવાન કે સદ્ગુરૃ... બતાવ્યા કોણે?
(પાયલ દિનેશ પરમાર, વડોદરા)

બ્રાહ્મણોએ જ્યારથી ગુરૃપદ છોડવા માંડયું, ત્યારથી આ પદની ગરીમા ઓછી થવા નથી લાગી?

-બધા બ્રાહ્મણો જ્ઞાાની નથી હોતા અને બધા જ્ઞાાનીઓ બ્રાહ્મણ નથી હોતા.
(ધર્મેન્દ્ર જોશી, અબ્રામા-વલસાડ)

વ્યસનમુક્તિ માટે તમે દેશને શું સંદેશો આપો છો?

-પાનમસાલાની પિચકારીઓ મારનારાઓને કાશ્મિરના ફૂલવામામાં મોકલી દેવા જોઈએ.
(નવિન ડી. જોશી, નાલાસોપારા)

હોશિયાર કોણ? સવાલ પૂછનાર કે જવાબ આપનાર?

-હાલમાં આપણા બેમાંથી તો એકેય લાગતું નથી.
(જગદિશ રતનપરા, વાસદ-આણંદ)

તમારા દિમાગમાં આવા 'અનઍક્સપૅક્ટૅડ' જવાબો આવે છે ક્યાંથી?

-પરણેલો છું.
(જતિન દૌલતરાય દેસાઈ, મુંબઈ)

'ઍનકાઉન્ટર' તમે ન ચલાવતા હોત તો ગુજરાતની પ્રજાના અમૂલ્ય સવાલોના જવાબો કોણ આપત?

-મારી જેમ પ્રજાના (અને પોતાના) ગળે ય ન ઉતરે, એવા જવાબો હાલમાં ભારતમાં ફક્ત એક જ વ્યક્તિ આપી શકે છે... પરમપૂજ્ય રાહુલ ગાંધીજી.
(ગૌરવ રાઠોડ, રાજકોટ)

આજકાલ માણસો બહુ બદલાઈ ગયા નથી લાગતા?

-યૂ મીન... માણસોમાંથી નેતા, ગુરૃજી, બાબા ને એ બધું તો બનવાના જ હતા ને? બસ. હવે એ લોકો માણસો ન બની શકે.
(સંજય ચાવડા, રાજકોટ)

દર બબ્બે દિવસે પબ્લિક આટલી ભેગી કેમ થઇ જાય છે?

-ઘેરથી તગેડી મૂક્યા હોય - ને બહાર વક્તા થવાનો ચાન્સ રહે.
(ચિરાગ કટારીયા, મોરબી)

સવાલ પૂછનારનું નામ તમારા જવાબની નીચે હોય છે. સવાલ પૂછનારો જ જવાબ આપી દે છે?

-બાદશાહે મહેલ છોડયા પછી એમનું પાળેલું પોમરેનિયન ગાદી પર બેસી જાય, એટલે સરકાર કૂતરૃં ચલાવતું હોય?
(દેવલ વસાવડા, વડોદરા)

ગર્વ હોવો અને ગૌરવ હોવું, એ બન્ને વચ્ચે શું ફરક છે?

-ગર્વ પુલ્લિંગ છે ને ગૌરવ નાન્યતર જાતિનું છે. મોદી જે ચલાવી શકે તે ગાંધી ચલાવી શકે?
(તેજસ મેહતા, હિમ્મતનગર)

આ રામરહીમબાબા સાથે તમારે કોઈ ઓળખાણ ખરી?

-તમે જૅલસ બહુ છો. છાનોમાનો રૃમાલ ય ભરાવી દેવાય, એવો એક નાનકડો સવાલે હનીપ્રિત માટે તમે પૂછ્યો?
(લાખણ પંપાણીયા, લોધવા)

'ઍનકાઉન્ટર'માં ફક્ત સ્ત્રીઓના જ સવાલો લેવાય, તો પુરૃષો શું કરે?

-એકે ય વાચક પુરૃષે પૂછેલા પ્રશ્નો વાંચતો હજી સુધી તો જોવા નથી મળ્યો!
(જીગ્નલ એ. ગામિત, સુરત)

ગુજરાતને દમણમાં સમાવી લેવામાં આવે તો?

-શનિ-રવિ જાઓ.... અડધું ગુજરાત દમણમાં સમાયેલું દેખાશે.
(કૌસ્તુભ દેશપાંડે, વડોદરા)

મોદીજીના સ્વચ્છતા અભિયાન વિશે શું કહેવું છે?

-કચરો વધારે છે ને માણસો ઓછા છે.
(અનંતકુમાર ત્રિવેદી, ગઢડા)

વાઇફ વહેમાતી રહે તો ગોરધનના ફાયદામાં, પણ ગોરધન શું કરે તો વાઇફને ફાયદો થાય?

-તમારામાં કંઇક તો હશે ને, જેનો કોઈ ખૌફ એને રહેતો હોય... આ જ સિધ્ધિ ઉપર જીંદગી ખેંચી નાંખો.
(ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)

દેશમાં બનતી ચીજવસ્તુઓ જ ખરીદવાનો ધારો સરકાર કેમ કાઢતી નથી?

-સરકારે ય ચીન-રશિયન બનાવટની ચીજો વાપરે છે.
(સાધના નાણાવટી, ગાંધીનગર)

તમારી દ્રષ્ટિએ વિકાસ શું ગાંડો થયો હતો?

-આ બધાને જોવાના પણ નહિ, એટલા પૂરતો હું ડાહ્યો છું.
(પરેશ પી. દવે, રાજકોટ)

'ઍનકાઉન્ટર'માં હું જ સવાલ પૂછું ને હું જ જવાબ આપું, તો ચાલશે?

-આ તમારા જ સવાલ-જવાબ છપાયા છે.
(અજય જોશી, નાસિક)

રાષ્ટ્રગીત માટે તમે ધર્મગુરૃઓ-કથાકારોને આટઆટલી વિનંતીઓ કરો છો... કોઈ રીસ્પૉન્સ?

-એ પ્રમાણયોગ્ય ગુરૃઓની તો ખબર નથી, બાકી ગુજરાતભરમાંથી અનેક સંસ્થાઓના ફોન-મેસેજ આવતા રહ્યા છે કે, અમે અમારા દરેક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત શરૃ કરાવી દીધું છે. આ ચેતના મારા કે કોઇના કહેવાથી નથી આવી... આપણો હરએક નાગરિક દેશભક્ત છે જ.
(રશ્મિન એન. પાઠક, આદિપુર-કચ્છ)
 

Post Comments