Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર- અશોક દવે

અમદાવાદનું નામ 'કર્ણાવતી' કરતાં કોણ રોકે છે ?

-ભાજપા અને કોંગ્રેસ
(ઉષા શરદકુમાર શાહ, અમદાવાદ)

'યોગદિવસ'ના ટીવી-કવરેજમાં તમે હૅન્ડસમ લાગતા હતા...

-એ તમે જોયા, એ અમિત શાહ હતા...વો મેં નહિ !
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

તમને નથી લાગતું ભારત-પાકિસ્તાનની મેચોને બન્ને દેશોની પબ્લિક વધુ પડતું મહત્ત્વ આપે છે ?

-બંને દેશોની પ્રજા સળગતી રહે, એમાં બન્ને દેશોની ક્રિકેટ સત્તાઓ જ નહિ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ય તગડો ફાયદો થાય છે.
(અખ્તર વહોરા, સરે-યુનાઇટેડ કિંગ્ડમ)

તમે ચાની કિટલી શરૃ કરી હોત તો ?

-હવે ભારતભરની કિટલીવાળાઓને બધા સન્માનની નજરે જુએ છે.
(કનુભાઈ ઠક્કર, અમદાવાદ)    

અરવિંદ કેજરીવાલ કાયમ સ્વેટરમાં કેમ હોય છે ?

-હવે પાટલૂનનું સ્વેટરે ય સિવડાવશે !
(પ્રફુલ્લ કોઠારી, વડોદરા)

બેવકૂફીભર્યા નિવેદનો માટે કુખ્યાત કેજરીવાલ અને દિગ્વિજયસિંહ હમણાં ચૂપ કેમ છે ?

-એ બન્નેને બેવકૂફ સાબિત કરતા મોંઢામાં ગૂમડાં થયાં છે...
(નરેન્દ્ર ઉદાણી, સુરત)
    
છત્રી સ્ત્રીલિંગ હોવ છતાં વાવાઝોડું આવે ત્યારે એનું પુલ્લિંગ 'કાગડો' કેમ થઇ જાય છે ?

-સ્ત્રી-'લિંગ' શબ્દે ય ગળે ઊતરે એવો છે ?
 (નિહાર કક્કડ, રાજકોટ)
    
પાકિસ્તાન સામે બીજી બધી ગેમ રમાય છે, ક્રિકેટ જ કેમ નહિ ?

-બન્ને દેશોની પ્રજાઓને ક્રિકેટમાં સમજ વધારે પડે છે, એટલી રમનારાઓને નથી પડતી.
 (અ.રહેમાન બોગલ, ગોધરા)
    
આપણી પાસે મોદી સિવાય કોઈ ઑપ્શન નથી, એટલે એનો ગેરલાભ એ વધારે ઉઠાવી રહ્યા છે ?

-તમારી સમજમાં આવતો હોય એવો એક માણસ બતાવો, જે દેશનો વડાપ્રધાન બનવાને લાયક હોય !
 (પિયૂષ સોની, અમદાવાદ)

આજકાલ તમે જવાબો ટૂંકા આપવા લાગ્યા છો, નહિ ?

-હા.
(રિયાઝ આર. ઝમાણી, મહુવા)

સામેવાળો ગાંધીવાદી ન પણ હોય, ત્યારે ગુસ્સો આવે ત્યારે હાથ વિચારીને ઉપાડતા હશો ને ?

-હું તો થિયેટરમાં એકલો બેઠો હોઉં, ત્યારે ય વિલનની સામે હાથ ઉપાડતો નથી.
(દીપક આશરા, ગાંધીનગર)

'કોહિનૂર' કરતાં ય વધુ બેશકિમતી હીરો હોય તો એ-૯ હજાર કરોડનો વિજય માલ્યો છે.

-કેમ...દાઉદને ૩૬ રૃપિયે લિટરમાં વેચી માર્યો ?
(ગૌતમ બારીયા, ધ્રાંગધ્રા)

બારે બુધ્ધિ, સોળે સાન અને વીસે વાન... તો ચોવીસે શું ?

-ચોવીસે ખડગવાસલા...
(મનિષકુમાર નાયકપરા, ખડગવાસલા)

'ઍનકાઉન્ટર'માં હું જ સવાલ પૂછું ને જવાબે ય હું આપું, તો ચાલશે ?

-તમને કોઈની સ્મશાનયાત્રામાં ન મોકલાય !
(અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)

આપે છેલ્લે પગના નખ ક્યારે કાપ્યા હતા ?

-ઘરાક ચીસો પાડતો ઊભો થઇને બાજુના સલૂનમાં બીજા પગનો નખ કપાવવા જતો રહ્યો હતો !
(ઇરફાન એ. જેઠવા, માંગરોળ)

મનને કાબૂમાં રાખવા શું કરું ?

-ચેહરો બારમાસી હસતો બનાવી દો
(મૈત્રી કે.ત્રિવેદી, અમદાવાદ)

પેલા ૬ કરોડના ભજિયાવાળાનું શું થયું ?

-તમને ભજિયાવાળાની ચિંતા છે... મને, ૬- કરોડનાં ભજિયાં ઠોકી કોણ ગયું, એની લ્હાયો બળે છે !
(પૂરે ગુજ્જુ... અમદાવાદ)

'ઍનકાઉન્ટર'માં હાસ્ય કરતા કરૃણાના પ્રશ્નો વધુ પૂછાય છે...

-હા.ઘણીવાર તો હાસ્યાસ્પદ સવાલો વાંચીને હું ય રડી પડું છું.
(સંદીપ પુરાણી, દેવગઢ બારીયા)

કરોડો રૃપિયા પ્રચારની રેલીઓ પાછળ ખર્ચવા કરતાં નરેન્દ્ર મોદી ગરીબોની સહાય કરતા હોય તો ?

-રૃપીયા ખર્ચે કે ગરીબોને ખર્ચી નાંખે... આખરે તો દેશનું કલ્યાણ કરવાનું છે ને
(યથાર્થ શાહ, રાજકોટ)

પૅપરોમાં આવતા રાશિભવિષ્ય પર વિશ્વાસ મુકાય ?

-અમારી કૉમેડી ઓછી પડે છે ?
(સુનીલ માછી, ધાનેરા)

મને કોઈ સવાલ જ સૂઝતો નથી. તમે કોઈ સુઝાડો તો મહેરબાની ?

-પૂછો 'અશોક દવે, તમારા લેણાં નીકળતા સાત લાખ પાછા આપવા ક્યારે આવું ?'
(રવિ ભીંગારડીયા, થાનગઢ)

'ફાધર્સ-ડે' 'મધર્સ-ડે'ની જેમ 'વાઇફ્સ-ડૅ' કેમ નહિ ?

- આખા ગુજરાતમાંથી લોકો નામ 'મૂકેશ' ચેકી નાંખે, એવું શું કામ કરવું છે ?
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)

'હસતા હસતા કપાય રસ્તા' એટલે ?

-આ તો હાઈવે ઉપર જેને બીજાની ગાડી પાછળ ૨૦-૨૫ કિ.મી.ના ધક્કા મારવા પડે છે, એમને માટે લખાયું છે.
(રોહિત દરજી, હિંમતનગર)
 

Post Comments