Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ

નવા વર્ષે નવી સરકાર પાસે અમારી અપેક્ષાઓની વાત

સરકારનાં તમામ ઉદ્ઘાટન સોશિયલ મીડિયા પર કરવાં જોઇએ. કેટલો બધો ખર્ચ બચી જાય. વળી લોકો ઓછા આવ્યા, ખુરશીઓ ખાલી રહી એવી ટીકાથી ય બચી જવાય.

અમને દરેક નવા વર્ષ ગમે છે. ખ્રિસ્તી નવું વર્ષ જે પહેલી જાન્યુઆરીએ આવે છે. મુસિલમ હિજરી વર્ષ અને પારસી ન્યૂ યર પણ આપણે ઊજવીએ છીએ. બલ્લે બલ્લે પંજાબી વર્ષ વૈશાખી, મલયાલી ઓન્નમ અને મહારાષ્ટ્રી તીલગૂડી ગુડી પડવો ય ગૂડ ગૂડ હોય છે.

અષાઢી બીજનું કચ્છી નવ વર્ષ અમિય વર્ષાનો સંકેત દેનારું નીવડે છે. અને દિવાળી નવું વર્ષ તો આપણો પ્રાઇમ તહેવાર છે જ. અમને કોઇ નવા વર્ષનો વિરોધ નથી. બસ, અમને કોઇ ગિફ્ટ મળતી રહેવી જોઇએ.

એમાં કમૂરતાં ના હોય. હેં ને ? પશ્ચિમી સંસ્કૃતિમાં ક્રિસમસ દરમ્યાન સીક્રેટ સાંતા નામનો સરપ્રાઇઝ ગિફ્ટનો રિવાજ છે. સાંતાક્લોઝ આવે અને ગિફ્ટ આપે. અહીં બે વિસ્મય છે. એક સાંતાક્લોઝની આઇડેન્ટીટી અને બીજું ગિફ્ટમાં શું છે એની ઉત્તેજના. દર અસલ સ્કેન્ડેનેવિયન દેશોમાં વર્ષો પહેલાં પરંપરા હતી કે કોઇ અજાણ્યાંના દરવાજે ગિફ્ટનું પોટલું મૂકી, સાંકળ ખખડાવીને ભાગી જવું.

ગિફ્ટ શું છે ? અને કોણે દીધી ? બન્ને આશ્ચર્ય. આ વર્ષે એક બિલાડીપ્રેમી છોકરી મેગાન કમિન્સને કુરિયર મારફત રેફ્રીજરેટર સાઈઝનું મસમોટું પાર્સલ મળ્યું; જેમાં પુશીન નામની બિલાડીનું સ્ટફડ ટોય તો હતું જ પણ સાથે બિલાડીઓની જીવદયા અંગે ઘણી ઘણી દાનપુણ્યની સામગ્રીઓ અને આર્થિક મદદનો ચેક પણ હતો. આ ગિફટના દેનારાં સીક્રેટ સાંતા હતા બિલ ગેટ્સ. વાહ !

ના, અમારે કૂતરાં-બિલાડાંની ગિફ્ટ જોઇતી નથી. પણ સરકાર સીક્રેટ સાંતા હોય તો અમારી ય થોડી અપેક્ષા છે. ફરી એક વાર ગુજરાતમાં બહુમતી લોકોએ કોંગ્રેસનો કર છોડીને, કોંગ્રેસને તરછોડીને, કમળનો હાથ ઝાલ્યો છે. કોમન મેન તરીકે જાણીતા વિજય રૃપાણી મુખ્યમંત્રી તરીકે તખ્તનશીન થયા છે.  નવા વર્ષે સરકાર પાસેથી આપણી અપેક્ષાઓ વિષે થોડું સાંપ્રત ચિંતન શું હોઇ શકે ? એક તો એ કે તમારા મનની વાતો અમે બહુ સાંભળી, હવે તમે અમારા મનની વાત સાંભળો.

ગતિશીલ સરકારનું નામ ગતે પ્રગતિશીલ સરકાર કર્યું તે તો જાણે સમજ્યા. તમે જે સારાં કાર્ય કરો છો, એ તો અમે જાણીએ જ છીએ. તમે સરકારી ખર્ચે એની ઉજાણી, સોરી... ઉજવણી ન કરો તો ન ચાલે ? આમ પણ જુઓ તો સભામાં હવે ક્યાં કોઇ આવે જ છે ? લોકોને લાવવા પડે છે. સરકારનાં તમામ ઉદ્ઘાટન સોશિયલ મીડિયા પર કરવાં જોઇએ. કેટલો બધો ખર્ચ બચી જાય.

વળી લોકો ઓછા આવ્યા, ખુરશીઓ ખાલી રહી એવી ટીકાથી ય બચી જવાય. આપને એ પણ ખબર છે કે આ ચૂંટણીમાં શહેરે આપને સરાહ્યા. હવે ગામડાં આપને ગમાડે તો કુછ બાત બને. ગામડાનું એક સોશિયલ નેટવર્ક બને. એમની રોજેરોજની મુશ્કેલી આપને સમજાય તો સારું. સરકારી તંત્રને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી બહાર કાઢીને કામે જોતરો એવી અમારી ઇચ્છા છે.

જે સુવિધા સરકારે ઊભી કરી છે, જેનાં બણગાં ફૂંકાઇ રહ્યાં છે એ વિકાસગાથાના નિભાવ મરામત કેમ થતા નથી ? અને હા, રોજગારની વાત પાયાની છે. સરકારી નોકરી બધાને નહીં દઇ શકાય પણ ધંધારોજગારની તકો તો દઇ શકાય. અમેરિકન સંશોધક બિઝનેસમેન ચાર્લ્સ કેટરિંગ એવું ભલે કહે કે ઊંચી અપેક્ષા રાખો તો ઊંચી સિદ્ધિ મળે.

પણ અમને ઊંચાં સપનાં દેખાડતા નહીં. અમને બુલેટ ટ્રેન કે સી પ્લેન જોઈતાં નથી. અમારા ગામના રસ્તા બને, બીમાર પડીએ તો સરખી સારવાર મળે, ઓછા ખર્ચે સારા શિક્ષણની તક મળે તો ઘણું. વિકાસ છે. વિકાસની જાળવણી નથી. જ્યાં માનવી ત્યાં સુવિધા આપનો તકિયાકલામ રહ્યો છે. આપ અમારા સીક્રેટ શાલિગ્રામ બનશો ને ?
 

Post Comments