Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકીય ગપસપ

કંગના : હિમાલય કી બેટી

કંગના રનોઉતને ના ઓળખે એ નાત બહાર કહી શકાય. તે મૂળ હિમાચલ પ્રદેશની છે. પૈસાદાર ઘરાનાની છે. મનાલીમાં તેનો બંગલો તૈયાર થઇ રહ્યો છે. ઝાંસી કી રાની ફિલ્મમાં તે રાણીના પાત્રમાં ચમકશે એમ મનાય છે.

વાચકોને થશે કે રાજકીય ગપસપમાં આ કંગનાની કથા શા માટે ઘૂસાડાઇ છે ? હકીકત એ છે કે કંગના હિમાચલ પ્રદેશમાં ખુબ લોકપ્રિય છે. તેને 'હિમાચલ કી બેટી' કહીને સંબોધાય છે. કંગના તેના બંગલાનું ફર્નિચર ફીટીંગ ચેક કરવા ગઇ ત્યારે લોકોના ટોળાં ઉમટયાં હતાં.

આ ટોળામાં ભાજપવાળા હતા અને ભાજપ હોય ત્યાં કોંગ્રેસ હોય એ માની લેવાનું !! ભાજપવાળા ઓફર કરે એ પહેલાં રાહુલ ગાંધીના દૂત કંગના પાસે પહોંચી ગયા અને કોંગ્રેસમાં જોડાવવાની ઓફર કરી હતી. જોકે 'હિમાચલ કી બેટી' એ તેમની ઓફરને ઠંડો આવકાર આપ્યો હતો.

મહેબુબા : કાશ્મીર કી બેટી

હિમાચલની બેટીની વાત આવી છે ત્યારે જમ્મુ-કાશ્મીરની બેટી મહેબુબાની સમસ્યા પણ ભૂલવી ના જોઈએ. મહેબુબા પર કેન્દ્ર સરકાર તેમજ વિપક્ષની નજર છે. કોંગ્રેસવાળાની માગ છે કે કાશ્મીરમાં સમાધાનની વાતો કરતા પહેલાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર પર રીતસરનો હુમલો કર્યો છે. મોદી સરકારના ત્રણ વર્ષના શાસનમાં ત્રાસવાદે માથું ઉંચકયું છે અને સરકાર નિષ્ફળ ગઈ છે એવા આક્ષેપો સામે ભાજપવાળાનો જવાબ છે કે આ બધું જવાહરલાલ નહેરૃએ મારેલા લોચાના કારણે છે. જો કે આ વખતે કોંગ્રેસનો હાથ ઉપર છે, ભાજપવાળા કાશ્મીરની ખીણમાં શાંતિ સ્થાપી શક્યા નથી.

મહેબુબાની કમનસીબી એ છે કે તેમની ઇમેજ ભાગલાવાદીઓના સમર્થક તરીકે છે. બિચ્ચારી મહેબુબા બીટીયાને સત્તા ડૂબશે તેનું ટેન્શન છે.

કનીમોઝી : કરૃણાનીધી કી બેટી

તમિળનાડુના ડીએમકે પક્ષના સુપ્રીમો કરૃણાનીધીની પુત્રી કનીમોઝીને ટુ-જી કૌભાંડમાં નિર્દોષ જાહેર કર્યા પછી ડીએમકે પરિવારે રાહતનો દમ ખેંચ્યો છે. કનીમોઝીને જયલલિથા સામે રાજકીય જંગ લડવા તૈયાર કરનાર તેના પિતા કરૃણાનીધીની તબિયત નાદુરસ્ત છે.

જય લલિથાનું નિધન થયું છે, એટલે કનીમોઝી કોની સામે લડે ? જયલલિથાને કનીમોઝી હરાવે એવું સપનું જોનાર તેના પિતા કરૃણાનીધીએ જ્યારે પોતાની પુત્રીને જેલમાં જતા જોઇ ત્યારે ધ્રસૂકે- ધૂ્રસકે રડી પડયા હતા. કનીમોઝીને છેલ્લે પત્રકારોએ પૂછયું કે હવે તો તમિળનાડુના રાજકારણમાં રજનીકાંત પ્રવેશી રહ્યા છે માટે તમારે પણ સક્રીય બનવું પડશે. કનીમોઝીએ જવાબ આપ્યો હતો કે મારા 'પપ્પા' કહેશે તો ચૂંટણી લડીશ..

ગાંધી પરિવાર કી બીટીયાં પ્રિયંકા...

જ્યારે ભારતના રાજકારણની બેટીઓના નામ આવે ત્યારે પ્રિયંકા બીટીયા કેમ ભૂલાય ? ગાંધી પરિવારમાં સૌથી વધુ કરિશ્મા ધરાવતા પ્રિયંકાને રાજકારણમાં લાવવા ઘણાં પ્રયાસો થયા છે. જો કે ગાંધી પરિવારે થોડી શાંતિથી નિર્ણયો લીધા છે.

સોનિયા ગાંધીએ નિવૃત્તિ લઇને રાહુલ ગાંધીને પ્રમુખ પદ સોંપ્યું હતું. હવે કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટની જગ્યા ખાલી છે એટલે લોકો કહે છે કે પ્રિયંકાને વાઇસ પ્રેસિડેન્ટ બનાઓ. આ ભાઇ-બહેન ભેગા થઇને કોંગ્રેસને આગળ લઇ જઇ શકે છે એવી રજૂઆત સોનિયા ગાંધીને કરાઇ હતી. જો કે હવે પ્રિયંકા ગાંધીને સમગ્ર ઉત્તર ભારતનું સુકાન સોંપાશે. જ્યાં પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ સ્વતંત્ર રીતે કામ કરશે. અમેઠી અને રાયબરેલીના લોકો 'પ્રિયંકા-બીટીયા' બોલતા થાકતા જ નથી...

શરદ પવાર : સુપ્રિયા બીટીયા

રાજકારણમાં એક ઔર બીટીયાં પણ છે. જેનું નામ સુપ્રિયા બીટીયા છે. મહારાષ્ટ્રના કિંગ રાજકારણી શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂલે રાજકારણમાં સક્રીય છે. જો યુપીએ સરકાર ત્રીજી ટર્મમાં સત્તા પર આવત શરદ પવારની પુત્રીનું નામ ગાંધી પરિવારની પુત્રી પ્રિયંકા જેટલું જ ચમકત. કેમ કે પિતા શરદ પવાર તેને ભારે હોદ્દો અપાવત અને રાજકારણના કાવાદાવા પણ શીખવાડત. જો કે જેમ કરૃણાનીધીની મનમાં રહી ગઇ એમ શરદ પવારનું પણ થયું હતું.

શરદ પવારનો એક સમયે સિક્કો પડતો હતો. કોંગ્રેસને પણ તે ડરાવતા હતા. જો કે સત્તા વીના વ્યક્તિ ઓટોમેટીક નબળો પડી જાય છે. બેટી સુપ્રિયા સૂલેને ધીરે ધીરે આગળ વધારનાર શરદ પવાર રાજકારણમાં સિક્કો જમાવવા સંઘર્ષ કરી રહ્યા છે એટલે કેન્દ્રીય રાજકારણમાં સુપ્રિયાનું નામ મંદ પડી ગયું છે.

માયાવતી : દલીત કી બેટી...

જે દલિત કાર્ડના જોરે દલિત કી બીટીયાં તરીકે ઓળખાતા માયાવતી ઉત્તર પ્રદેશની સત્તા પર બેઠા હતા તેજ દલીત કાર્ડના જોરે તે કેન્દ્રમાં પણ પોતાનો અવાજ બુલંદ બનાવી શક્યા હતા. જોકે સત્તા વિનાની સ્થિતિનો ડંખ તેમને પણ વાગી ગયો હતો. કેન્દ્રમાં એનડીએ સરકાર તેમની પાછળ પડી ગઇ છે. તો રાજ્યમાં યોગી સરકાર તેમને મહત્વ નથી આપતી એવા આક્ષેપો તે કર્યા કરે છે. માયાવતી સામે ભ્રષ્ટાચારના આરોપો પણ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં તે એક પણ બેઠક જીત્યા નથી. તાજેતરમાં તાલુકા પંચાયતોની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીએ સારો દેખાવ કરતા આ દલિતની બેટીના ચહેરા પર ફરી રાજકીય સ્મિત ચમકયું છે.
 

Post Comments