Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં આજથી તા.૨૦ સુધી વારાફરતી દરેક ઝોનમાં પાણીકાપ

-ગુરુકૂળ, મવડી, ચંદ્રેશનગર, બજરંગવાડી, જ્યુબિલી, રેલનગર, ન્યારી, આજી, દૂધસાગર, ગ્રીનલેન્ડ ઝોનમાં બંધ

રાજકોટ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર


રાજકોટમાં આમ તો નર્મદાનીરની આવક ઘટી જાય કે સ્થાનિક સ્ત્રોતમાં લાઈન તૂટવા સહિતના કારણે આવક ઘટે ત્યારે પાણીકાપ ઝીંકાતો હોય છે. મુખ્યમંત્રીથી મૅયર સહિતના ભલે 'રોજેરોજ પાણી વિતરણ'ની વાતો કરે પણ તાંત્રિક રીતે તે શક્ય બન્યું નથી. આવતીકાલ તા.૪થી તા.૨૦ સુધી કૂલ ૧૫ ઝોનમાં વારાફરતી પાણીકાપ મુકવાનું આજે મનપાએ જાહેર કર્યું છે.

પ્રજાજનોને મૅયર-કમિશનરે ભેગા મળીને નવા વર્ષની આ 'ગીફ્ટ' આપી છે પણ બન્ને તેનો જશ લેતા ખચકાય છે. આજે વોટરવર્ક્સના વરિષ્ઠ કાર્યપાલક ઈજનેર વી.સી.રાજ્યગુરુએ જણાવ્યા મૂજબ શહેરના કેટલાક જી.એસ.આર. (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વેયર) અર્થાત્ વિશાળકાય ભૂગર્ભ ટાંકાની વર્ષોથી સફાઈ થઈ નથી.

હાલ ૧૧ પૈકી ૮ સ્ટોરેજ સમ્પની સફાઈ કામગીરી વિતરીત પાણીની ગુણવત્તા જળવાય તે માટે હાથ ધરી છે જે અન્વયે તા.૪થી તા.૨૦ સુધી રવિવારને બાદ કરતા દરેક ઝોનમાં વારાફરતી એક દિવસ માટે વિતરણ થઈ શકશે નહીં. જો કે હાલ શિયાળો હોય જળમાંગ ઓછી રહેતી હોય હાલનો સમય આ માટે પસંદ કરાયાનું તેમણે જણાવ્યું હતું.

આજે જારી 'પાણીકાપના સમયપત્રક' મૂજબ (૧) કાલે તા.૪ને ગુરુવારે દોઢસો ફૂટ રીંગરોડ અને ગુરુકૂળ ઝોનના પરના વોર્ડ નં.૭,,૧૦,૧૩,૧૪,૭ના એરિયામાં (૨) તા.૫ના મવડી પુનિતનગર ઝોન (૩) તા.૬ના ચંદ્રેશનગર ઝોનમાં કાપ. તા.૭ના રવિવારે 'કાપમાં રજા' એટલે કે પાણી બધે યથાવત્ ચાલુ રહેશે. (૪) સોમવાર તા.૮ના બજરંગવાડી પમ્પીંગ હેઠળના વોર્ડ નં.૨,૩ (૫) તા.૯ના જ્યુબિલી ઝોન (૬) તા.૧૦ના રેલનગર અને માંડાડુંગર ઝોન (૭) તા.૧૧ ગુરુવારે ન્યારી-૧ ઝોન, સોજીત્રાનગર અને વિનોદનગર ઝોનમાં (૮) તા.૧૨ના શુક્રવારે આજી-૩૦ ઝોન માં પાણી વિતરણ બંધ રહેશે. બાદ શનિવારથી સોમવાર સુધી મકરસંક્રાંતિના તહેવારમાં 'કાપમાં રજા' (વિતરણ ચાલુ) રેહશે અને (૯) તા.૧૬ના દૂધસાગર ઝોનમાં (૧૦) તા.૧૮ના ન્યારી-૧ અને સોજીત્રાનગર ઝોનના બાકીના એરિયામાં અને (૧૧) તા.૨૦ના ગ્રીનલેન્ડ ઝોનમાં પાણી વિતરણ નહીં થાય.

રોજ સરેરાશ ૨ કરોડ લિટર પાણીનો મનપા કાપ મુકશે અને આટલું પાણી નર્મદાનીરથી ઓછુ ઉપાડાય તો મનપાને રોજ રૃ।.૧.૨૦ લાખનું બિલ ઓછુ ચૂકવવું પડે તેમ છે! જો કે કાપનો આવો કોઈ હેતુ નહીં હોવાનું અધિકારીઓ જણાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટાંકાની સફાઈ આમ તો અગાઉ કરવાની હતી પણ ચૂંટણીના કારણે તે મોકુફ રખાઈ હતી અને આજે બેઠક યોજી નિર્ણય લેવાયો હતો.

જો કે જળવિતરણમાં વિક્ષેપ એ નવી વાત નથી, લોકો તે સહન કરવા ટેવાયેલા જ છે પણ બીજી તરફ રોજેરોજ વિતરણની અને તેથી આગળ વધીને ૨૪ કલાક વિતરણની વાતો ધરાર કરાય અને ૨૦ મિનિટ માંડ થતું વિતરણ વધારીને ૨૪ મિનિટનું પણ તંત્ર કરી શકે નહીં તે બાબત ચર્ચાપાત્ર છે. સવાલ સાદી વાસ્તવિકતાનો નહીં પણ મોટી વાતોનો છે.

Post Comments