Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખંભાળિયા નજીક બે બાઈક વચ્ચે જીવલેણ ટક્કર, ત્રણ યુવાનોના મોત

-ગોઈંજ ગામનો યુવાન પિતરાઈ ભાઈ સાથે બાઈક પર ખંભાળિયા આવી રહ્યો હતો ત્યારે સામેથી આવતા બાઈક સાથે અથડામ

જામખંભાળિયા, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

ખંભાળિયા સલાયા માર્ગ પર આજરોજ બપોરે જઈ રહેલા બે મોટરસાયકલ સામ સામા ધડાકાભેર ટકરાતાં ડબલ સવારી આ બાઈક પર સવાર ત્રણ યુવાનોના કરૃણ મૃત્યુ નીપજયા હતાં. જયારે એક યુવાનને ગંભીર ઈજાઓ સાથે જામનગર ખસેડવામાં આવેલ છે.

આ કરૃણ બનાવની પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા પ્રવિમભાઈ રામાભાઈ વિંઝોડા (ઉ.વ.૨૮) તથા તેમના પિતરાઈ ભાઈ વિનોદ દેપાળભાઈ વિંઝોડા (ઉ.વ.૨૧) નામના બે યુવાનો તેમના બાઈક બજાજ બોકસર નં. જી.જે.૩ એન.એ. ૮૬૪૫ પર બેસીને આજરોજ બ ુધવારે બપોરે આશરે સવા ત્રણેક વાગ્યે ખંભાળિયા - સલાયા ધોરીમાર્ગ પર ખંભાળિયા તરફ આવી રહ્યા હતાં, ત્યારે અત્રેથી આશરે આઠ કી.મ.ી દૂર કુબેર વિસોત્રી ગામના પાટીયા નજીક પહોંચતા સામેથી આવી રહેલા અન્ય એક બ ાઈક બજાજ પ્લેટીના નં. જી.જે. ૩૭ એ. ૯૯૫૪ ના ચાલક સબીર ગની કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ગોઈંજ ગામના રહેવાસી એવા પ્રવિણભાઈ તથા વિનોદ વિંઝોડાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેઓના કરૃણ મોત નિપજયા હતાં. જયારે ખંભાળિયાથી સલાયા તરફ જઈ રહેલા અન્ય મોટરસાયકલના ચાલક સબીર ગની કારા (ઉ.વ.૨૨, રહે સલાયા)નું પણ લોહી લોહાણ હાલતમાં કરૃણ મૃત્યુ નીપજયું હતું.

જયારે આ બાઈકમાં બેઠેલા તેના મિત્ર હુસૈન ઈરફાન બેલાઈ (ઉ.વ.૮૬ રહે. સલાયા)ને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવાના કારણે ખંભાળિયાથી પ્રાથમિક સારવાર આપી, જામનગર ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત અંગે સલાયા પોલીસ મથકના પી.આઈ. પી.ડી. સોલંકી તથા રરાયટર મહેનદ્રસિંહ રાણા તેમજ સ્ટાફે દોડી જઈ આ અંગે જરૃરી કાર્યવાહી કરી હતી. આ અકસ્માત અંગે મૃતકનાં ભાઈ વિમલભાઈ રામાભાઈ વિંઝોડાએ સામેના બાઈક નં. જી.જે. ૯૯૫૪ ના ચાલક સબીર ગની કારા સામે નોંધાવી છે.

ગઈકાલે મંગળવારે એક બાઈક અકસ્માતમાં એક મહિલાના મૃત્યુના બનાવની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં બે બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવાનોના કરૃણ મૃત્યુના  બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.

Post Comments