Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે રંગીલુ રાજકોટ ખુલ્લા આકાશ નીચે રહેશે,આભને આંબશે પતંગ સંગ ઉમંગ

- સૂર્યપૂજા,દાન-પૂણ્ય,પતંગોત્સવનું મહાપર્વ ઉજવવા થનગનાટ

- મોડી રાત્રિ સુધી બજારમાં પતંગ, દોરા, ચીકી, શાકભાજી, બોર-ઝીંઝરા અને શેરડી સહિતની ચીજોની પર્વજન્ય ખરીદી નીકળતા બજારોમાં ટ્રાફિક

રાજકોટ, 13 જાન્યુઆરી 2018, શનિવાર

ભારતીય સંસ્કૃતિનો એકમાત્ર તહેવાર જે તિથિ મૂજબ નહીં પણ તારીખ મૂજબ તા.૧૪ જાન્યુઆરીએ (આ વર્ષે તિથિ પોષ વદ-૧૩) ઉજવાય છે તે મકરસંક્રાંતિ અર્થાત્ ઉત્તરાયણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં ઉજવવા રંગીલા નગરજનોમાં આજે થનગનાટ જોવા મળ્યો હતો. આવતીકાલે આખુ રંગીલુ રાજકોટ મકાનોની છત પર હર્ષોલ્લાસના અવાજો કરતું જોવા મળશે જે ઉજવણી વિદેશના લોકોને પણ રોમાંચિત કરતી રહી છે. આવતીકાલે ૧૦થી ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે પણ પતંગવીરો માટે તે પર્યાપ્ત હોય છે.

આજે પર્વ ઉજવણીની ઉત્સાહભેર તડામાર તૈયારીમાં સમગ્ર શહેર અને સૌરાષ્ટ્રવાસીઓ જોતરાયા હતા. પૂર્વ સંધ્યાએ મોડી રાત્રિ સુધી રાજકોટની બજારોમાં સપરિવાર નીકળેલા લોકો દ્વારા ખરીદી માટે ભીડ જામી હતી. પતંગ-દોરા ઉપરાંત કેપ,ચશ્મા,ફૂગ્ગા વગેરે તો ઘરે ઉંધિયુ બનાવવા માટે રીંગણા, વાલોળ, પાપડી, બટેટા, ગાજર,ટમેટાં, લીલા ચણા, વટાણા, સહિત વિવિધ શાકભાજીની અને શેરડી,ઝીંઝરા, બોર જેવી પરંપરાગત સીઝનલ ચીજોની ધૂમ ખરીદી નીકળી હતી. તો યુવાનોએ રાત્રિના જ પતંગોના કિના (દોરી) બાંધવામાં જોડાયા હતા. આવતીકાલે એક કપાય એટલે બીજો એમ ફટાફટ પતંગ પવન સંગ આકાશમાં ઉડતો રહે તેની તથા સાથે મ્યુઝીક સીસ્ટમની તૈયારીઓ પણ કરાઈ હતી. વર્ષ આખુ ભલે છત પર કચરો હોય પણ આ દિવસે ખાસ સાફ કરાય છે. કાલે પવન સંગ પતંગ અને પતંગ સંગ હૈયે ઉભરતો ઉમંગ પણ આભને આંબતો રહેશે.

જુનાગઢમાં એક સમયે પતંગો ઉડાડાતી ન્હોતી, સાનુકૂળ પવન પણ મળતો ન્હોતો પણ હવે ત્યાં પતંગોનું ચલણ વધ્યું છે તો જામનગરમાં પણ પતંગોત્સવ લોકો ધામધૂમથી ઉજવે છે. મોરબીમાં પહેલેથી જ ઉત્તરાયણનું મહત્વ રહ્યું છે અને આજે બજારમાં ધૂમ ખરીદી નીકળી હતી.

આ પર્વ નિમિત્તે દાન કરવાનું મહત્વ છે, દાન સુપાત્રને, જરૃરિયાતમંદને અને ગુપ્ત રીતે અપાય તેનું આગવું મહત્વ છે પણ રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં લોકોની આ પરંપરા અન્વયે ખાસ કરીને ગૌશાળા માટે દાન ઉઘરાવવા મંડપો ઠેરઠેર ખડકાઈ ગયા છે.

આવતીકાલે આખુ રાજકોટ જાણે છત પર ખુલ્લા આકાશ નીચે અને સૂર્યના કોમળ કિરણોમાં સ્નાન કરશે. આ દિવસે સૂર્યપૂજાનું પણ અનેરું મહત્વ છે. સૂર્ય હવે ઉત્તર તરફ ખસતો હોય છે અને તે કારણે દિવસ રોજ રોજ થોડી સેકંડોમાં લાંબો થતો જાય છે.

રાજકોટમાં ઉત્તરાયણ ઉજવવા ખાસ કરીને યુવક-યુવતીઓ દૂર દૂરથી આવતા હોય છે. શહેરની ધરતી પરનું આશરે ૧૫૦ ચો.કિ.મી.નું આકાશ કાલે લાખો રંગબેરંગી પતંગોથી છવાઈ જશે.
કાલે છતે છતે ..એ કાયપો..ઢીલ દે..ફિરકી પકડ..એ તુ વચ્ચે ક્યાં આવ્યો...એએએ ધ્યાન રાખજે...ઉપર લે...હવે પેચ લગાવ.. જેવા અવાજો મારફાટ સંગીતના સૂરો વચ્ચે ઉઠતા રહેશે.
રાજકોટમાં ઉત્તરાયણ ઉજવણીમાં કેટલાક વર્ષોથી સાંજ ઢળ્યા પછી આતશબાજી ઉમેરાઈ છે. ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે છતાં તે ઉડતા હોય છે. ચાઈનીઝ દોરા પર, રસ્તા પર પતંગ લૂંટવા પર પ્રતિબંધ હોય છે પણ પોલીસ ભાગ્યે જ આ રોકે છે કે કેસો કરે છે.

આ ઉજવણીના ઉત્સાહમાં સૌથી મોટુ જોખમ નભચર પંખીઓ પર હોય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જીવદયાપ્રેમી સંસ્થાઓએ અગાઉથી જ પંખી ઘાયલ થાય તો તુરંત જાણ કરવા માટે નંબરો જારી કરેલા છે. પંખીવિદ્દો લોકોને વહેલી સવાર અને સાંજના સમયે પંખીઓ વધુ પ્રમાણમાં આકાશમાં વિહરતા હોય ત્યારે પતંગ નહીં ઉડાડવા અપીલો કરતા હોય છે પણ રાજકોટમાં મોટાભાગે મોડા ઉઠનારા કે મોડેથી છત પર જનારા લોકો સવારની અપીલ તો મોટાભાગે પાળે છે કે આપોઆપ પળાય છે પણ સાંજના સમયે તો બાકી રહેલા લોકો પણ છત પર ઉમટી પડે છે અને પતંગોત્સવ લેશમાત્ર અટકતો નથી.

તુક્કલ-ચાઈનીઝ દોરા પરનો પ્રતિબંધ કાગળ પર રહેશે કે અમલમાં?

પંખીઓને વહેલી સવારે તો વાંધો નહીં આવે,સાંજે ચિંતા જીવ બચાવવા અનેક સજ્જ

જુનાગઢ,જામનગર,મોરબી સહિત સૌરાષ્ટ્રમાં લોકો દ્વારા ઉજવાશે મકરસંક્રાંતિનું પર્વ
 

આશ્રય સોસાયટીમાં ગળાફાંસો ખાઈ લીધો

રાજકોટમાં ઉત્તરાયણ ઉજવવા બાબતે છાત્રાની આત્મહત્યા
રાજકોટ, 13 જાન્યુઆરી 2018, શનિવાર
૧૫૦ ફુટ રીંગ રોડ પર આશ્રય સોસાયટીમાં રહેતી ધારાબેન જનકભાઈ વેકરીયા (૨૨)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે. આવતીકાલે મકરસંક્રાતિનો તહેવાર હોવાથી તેના પિતાએ તહેવારમાં ગામડે જવાની વાત કરતા તેણે તહેવાર રાજકોટમાં જ કરવાનું કહેતા મતભેદ થયા બાદ લાગી આવતા આ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પિતાએ તહેવારમાં વતનમાં જવાનું કહેતા પુત્રીએ રાજકોટમાં ઉજવવાની વાત કરતા મતભેદ બાદ લાગી આવતા પગલુંતાલુકા પોલીસનાં જમાદાર હરદેવસિંહની તપાસમાં ખુલ્યા મુજબ, ધારા એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી. તે મહિલા કોલેજમાં કોમર્સનો અભ્યાસ કરતી હતી. પિતાને કારખાનુ છે. આવતીકાલે મકરસંક્રાતિનો તહેવાર હોવાથી તેના પિતાએ તહેવારતેના વતન કે જે ગોંડલ પાસે ખટવંથલી છે ત્યાં ઉજવવાનું કહ્યું હતું પરંતુ ધારાએ તહેવાર રાજકોટમાં જ ઉજવવાની વાત કરતા પિતા-પુત્રી વચ્ચે મતભેદ થયો હતો. બાદમાં લાગી આવતા આજે સવારે ઘરે રૃમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેની માતાને થતા પરિવારજનોએ તત્કાળ તેને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું.તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ જારી રાખી છે. યુવતીના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Post Comments