Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબી નગરપાલિકાનું આજે જનરલ બોર્ડ : બહુમતી મુદ્દે ખરાખરીનો જંગ

- રિકવીઝેશન બેઠક અનિર્ણાયક રહ્યા બાદ

- શાસક પક્ષ ભાજપ માટે બહુમતી સાબિત કરવાનો પડકાર: વિપક્ષ કોંગ્રેસ પણ સભ્યો ખેડવી નવાજુની કરવાના મુડમા

મોરબી, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

મોરબી નગરપાલિકાની સપ્તાહ પૂર્વે થયેલી રિકવીએશન બેઠક અનિર્ણાયક રહ્યા બાદ હવે કાલે જનરલ બોર્ડ મળશે. જેમાં બહુમતી મુદ્દે શાશક, વિપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ થાય તેવી શક્યતા છે. શાસક પક્ષ ભાજપ માટે બહુમતી સાબિત કરવાનો પડકાર છે. જ્યારે કોંગ્રેસ શાસકપક્ષના સભ્યો ખેડવી નવાજુની કરવાના મુડમાં છે.

નગરપાલિકામાં વિકાસ સમિતિના ૮ સભ્યોના ટેકાથી ૨૮ બેઠકો સાથે ભાજપનું શાસન છે. જ્યારે કોંગ્રેસ પાસે ૨૪ સદસ્યો છે. જેમાં ૪ અગાઉ ભળેલા વિકાસ સમિતીના સદસ્યો છે. વિપક્ષ કોંગ્રેસ વિકાસ સમિતિના હજુ ચારેક સદસ્યો પોતાની તરફે કરવાની ગણતરીમાં છે.

મોરબી પાલિકામાં વિપક્ષ કોંગ્રેસના ૧૮ સદસ્યોએ કરેલી માંગને પગલે સપ્તાહ પૂર્વે રીકવીઝેશન બેઠક મળી હતી. જો કે આ બેઠકમાં એજન્ડા સમયસર મળ્યા ન હોવાનું બહાનું આગળ ધરીને ભાજપના સદસ્યો બેઠક છોડી જતા રહ્યા હતા. જેથી પ્રમુખ દ્વારા નવ તારીખે બોર્ડ બેઠકની જાહેરાત કરી હતી. જેને કારણે આજે બોર્ડની બેઠક મળશે.

જેમાં કોંગ્રેસ આક્રમક મુડ દાખવી શાસક પક્ષને હંફાવવા પૂરતા પ્રયાસો કરશે તો વિપક્ષે કરેલા દાવાને પગલે શાસક પક્ષે બહુમતી સિદ્ધ કરવી તેમજ અનેક મુદે ચર્ચા થવાની હોય બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામી શકે છે. શહેરના વિવિધ પ્રશ્નો મામલે શાસક પક્ષ ચર્ચા કરવા ઉપરાંત બહુમતી સિદ્ધ કરવાનો પડકાર પણ ઝીલવાનો રહશે ત્યારે કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહ્યું.

Post Comments