Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરિણીતાને મરવા મજબુર કરવાનાં કેસમાં ત્રણને ૪ વર્ષની કેદની સજા

- ઉનાના જુની વાવડી ગામે બનેલી ૨૦૧૧ ની ઘટનામાં ચૂકાદો

- સાવરકુંડલાના દોલતીની યુવતીને સાસરીયાઓ દ્વારા સંતાન નહીં થવાના મુદ્દે મ્હેણા ટોણા મારી ત્રાસ અપાતા

ઉના, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

ઉનાના જુની વાવડી ગામે સાસરીયાઓના ત્રાસથી ગળાફાંસો ખાઇ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ કોર્ટ પરિણીતાના પતિ અને સાસુ - સસરાને તકસીરવાન ઠરાવી ૪ વર્ષની કેદની સજા અને ૭ હજારના દંડનો હુકમ કર્યો હતો.

સાવરકુંડલા તાલકાનાં દોલતી ગામે રહેતી કમળાબેન નામની યુવતીના લગ્ન ૧૯૯૫ માં ઉનાના જુની વાજડી ગામનાં કિશોરભાઇ ખીમજીભાઇ હડીયા સાથે થયા હતા લગ્ન જીવનના દસ વરસ સુધી કમળાબેનને સંતાન ન થતાં તેમના પતિ, સસરા ખીમજીભાઇ, સાસુ રૈયાબેન દ્વારા ''તું વાંઝણી છે તને બાળકો થતા નથી'' કહી મારકુટ તથા માનસીક ત્રાસ આપી પિયર પક્ષના ને બોલાવી તમારી દિકરીને રાખવી નથી તેમ કરી માવતર મોકલી દીધી હતી.

બાદમાં સમાધાન કરી યુવતી પચી આવી ગઇ હતી. દરમ્યાન કમળાબેન બાળક માટે અમદાવાદ સુધી સારવાર કરાવેલ પરંતુ બાળક ન થતાં અંતે કિશોરભાઇએ કમળાબેન પાસે સ્ટેમ્પ પેપરમાં સહી કરાવી ૧ માસ બાદ બીજા લગ્ન અન્ય યુવતી સાથે કરી લીધા હતા અને પતિ, સાસુ, સસરા માનસિક ત્રાસ આવતા હોય સહન નજીક તેમણે ગત તા. ૨૯-૪ ના રોજ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની પોલીસમાં મૃતકના કાકા ઉકાભાઇ વાધમસી (રહે. દોલતી)એ પરિણીતાના પતિ, સસાર, સાસુ સામે ભત્રીજીને ત્રાસ આપી, મેણાટોણા મારી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉના કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ચાલી જતા ઉનાનાં એડિશ્નલ સેશન્સ જજ એસ.પી. તામંગે આરોપી થતી કિશોર, સસરા ખીમજી તથા સાસુ રૈયાબેન તે કમલ ૪૯૮ (ક) ૧૧૪માં ૨ વરસની સખત કેદ તથા દરેકને રૃા. ૨ હજાર દંડ તથા ૩૦૬, ૧૧૪નાં ગુનામાં ૪ વરસ સખત કેદની સજા તથા રૃા. ૫૦૦૦ની દંડની સજા ફટકારી હતી.

Post Comments