Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હથિયારો સાથે છ શખ્સોએ ઘરમાં ઘૂસી જઈ આપી પરિવારને ધમકી

-મકાનના પૈસાની લેતી દેતીના પ્રશ્ને ઘરે આવી કરી દાદાગીરી, છએય શખ્સોની પોલીસે કરી અટક

જૂનાગઢ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

જૂનાગઢના તળાવ દરવાજા નજીક આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં ગત રાત્રે છ શખ્સોએ મકાનના પૈસાની લેતી દેતી પ્રશ્ને હથિયારો સાથે ઘરમાં ઘુસી સોની પરિવારને ધમકી આપી હતી.

આ  અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ છએય શખ્સોની અટક કરી હતી. આ શખ્સોની દાદાગીરીથી વૃધ્ધાને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં ખસેડાયા હતા.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના તળાવ દરવાજા નજીક આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં એ-૧ બ્લોક ન-૩૦૪માં રહેતા અને સોની કામ કરતા લાડલેશભાઈ વિનોદભાઈ પાટડીયાએ પિયુષભાઈ પટેલ પાસેથી ૨૮ લાખમાં બે બ્લોક લીધા હતા.

જે પૈકી એક બ્લોકના પૈસા બાકી હતા. બાકીના પૈસાનો હવાલો પતાવવા પિયુષ પટેલના ભાગીદાર ચેતન મારૃ તેનો ભાઈ કેતન મારૃ, તથા નિશ્ચય સોની, ભગવાનજી કારેણા, અનિલ રોરીયા, તથા હરેશ કોદાવલાએ ગત રાત્રે ધારીયા, ધોકા, જેવા હથિયારો સાથે લાડલેશભાઈના ઘરમાં ઘુસી પરિવારના મહિલાઓને હથિયાર બતાવી ગાળો આપી હતી.

અને ત્રણેય ભાઈઓને કાપી નાંખવા છે એમ કહી ધમકી આપી હતી. આ શખ્સોએ ઘરમાં ઘૂસી કરેલી દાદાગીરીના કારણે હદયની બીમારી ધરાવતા વૃધ્ધા હંસાબેન વિનોદભાઈ પાટડીયાને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે જઈ છ એય શખ્સોની  અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આમ શહેરના પોશ વિસ્તારમાં થયેલી આ ઘટનાથી  ચકચાર વ્યાપી ગઈ હતી. અને લોકોમાં રોષ ફેલાયોે હતો.

Post Comments