Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંહનાં મોત બાદ એક વર્ષથી ઝૂરતી સિંહણને મળશે હવે નવો સાથીદાર

- બરડા ડુંગરનાં સાત વિરડી નેશ વિસ્તારમાં

- અઠવાડિયામાં સક્કરબાગ ઝૂથી લવાશે સિંહઃ સિંહણ પાર્વતીને 'સારા દિવસો': બે સિંહણ, સિંહ અને એક સિંહ બાળ પાંજરામુક્ત

પોરબંદર, તા. ૧૦ શુક્રવાર, નવેમ્બર 2017
પોરબંદર નજીક બરડા ડુંગરમાં આવેલા સાત વિરડાનેશ વિસ્તારમાં સિંહોનું બીજું ઘર વસાવાયું છે. અહીં એક વર્ષ પૂર્વે યુવરાજ નામના સિંહનું બીમારીથી મોત નિપજ્યું હતું. આથી, સરિતા નામની સિંહણ ગુમસુમ રહેતી હતી. પરંતુ હવે તેને નવો સાથીદાર મળશે. એક અઠવાડિયામાં જુનાગઢ સક્કરબાગ 'ઝૂ' ખાતેથી એવન નામનો સિંહ લાવવામાં આવશે.

આ ઉપરાંત અહીં વસવાટ કરતી પાર્વતી નામની સિંહણ ફરી ગર્ભવતી થતાં વન્ય પ્રાણી પ્રેમીઓમાં ખુશી વ્યાપી છે. તેમજ અહીં વસવાટ કરતો બે સિંહણ, સિંહ અને એક સિંહ બાળને પાંજરામાંથી મુકત કરી બહારના ભાગે ફેન્સીંગ ધરાવતા એરિયામાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સિંહોના આ બીજા ઘરમાં તા. ૧૩-૧૦-૨૦૧૪ ના રોજ યુવરાજ - સરીતા અને નાગરાજ - પાર્વતી એમ સિંહ - સિંહણની બે જોડી લાવવામાં આવી હતી. નાગરાજ અને પાર્વતી વચ્ચે સંવનન સફળ રહેતા તા. ૧-૧૧-૨૦૧૫ ના રોજ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. તેમાંથી બે બચ્ચા જન્મતા જ મૃત્યુ પામ્યા હતા અને એકનું બિમારીથી મોત નિપજ્યું હતું. એક સિંહ બાળ મોજ કરી રહ્યું છે, અને માતા પાર્વતી ફરી ગર્ભવતી બની છે.

બરડા ડુંગરમાં સિંહોને ખોરાક અત્યારે જૂનાગઢથી પુરો પાડવામાં આવે છે જેથી તેઓને શિકાર કરવો પડતો નથી. પરંતુ ભવિષ્યમાં સિંહો શિકાર કરીને પોતાનો મનપસંદ ખોરાક ખાઈ શકે તે માટે પણ વનવિભાગે આયોજન હાથ ધર્યું છે તેના માટે વર્ષ ૨૦૦૨ની સાલથી તૈયારી કરવામાં આવી છે. બરડા અભ્યારણ્ય વિસ્તારને સિંહોના વૈકલ્પિક વસવાટ માટેનું સ્થળ તૈયાર કરવા માટે જરૃરી પ્રથમ તબક્કાની કામગીરીના ભાગરૃપે બરડા અભ્યારણ્ય વિસ્તારમાં પ્રેબેઇઝ તરીકે ચિત્તલ હરણોનું પુનર્વસન કરવાના ઉદેશથી સાતવિરડા ખાતે સને ૨૦૦૨-૦૩ ના વર્ષ દરમ્યાન ચિત્તલ હરણનું બ્રિડીંગ સેન્ટર શરૃ કરવામાં આવેલ અને આ જગ્યાએ ચિત્તલ માટે કુલ ૫ એન્કલોઝર બનાવવામાં આવેલ છે અને તેમાં રાખવામાં આવેલ ચિત્તલોમાંથી અમુક - અમુક સમયના અંતરે ચિત્તલોને જંગલમાં મુકત કરવામાં આવે છે બરડા અભ્યારણ્ય વિસ્તારમાં ચિતલના પુનર્વસનની હાથ ધરાયેલ કામગીરીને ધ્યાને લઇ સાબરને પણ બરાડ અભ્યારણ્ય વિસ્તારમાં પુનર્વસન કરવાના ઉદ્દેશ માટે સને ૨૦૦૭ - ૦૮ ના વર્ષથી બરડા અભ્યારણ્ય વિસ્તારના કિલેશ્વરને લાગુ ધોરાઘુના વિસ્તારમાં સ્થળની પસંદગી કરી સાબર એનીમલ હાઉસ તથા એન્કલોઝર બનાવવામાં આવેલ છે અને આ એન્કલોઝરમાંથી સમયાંતરે સાબરને જંગલમાં મુકત કરવામાં આવે છે અને તે રીતે ભવિષ્યમાં સિંહો તેમનો શિકાર જાતે કરી શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

પસંદગી કમિટીનું ઝીણવટભર્યું આયોજન
પોરબંદરના બરડા ડુંગરમાં સરીતાને અનુકુળ થાય  તેવો સિંહ એવન એટલા માટે નક્કી થયો છે કે, બન્નેના કેટલાક લક્ષણો સરખા છે. પસંદગી કમિટી કયો સિંહ લાવવો? તે નક્કી કરે છે અને સક્કરબાગ ઝુના ડાયરેકટર તેના અધ્યક્ષ હોય છે અને ખુબ જ નાની - નાની માહિતીની તપાસ કર્યા બાદ અંતે એવનને જ અત્રે લાવવાનું નક્કી થયું છે.

સરીતાનો 'ભાવિભરથાર' પાંજરાનો નહીં પરંતુ જંગલનો સિંહ!
સરીતા નામની સિંહણનો ભાવિભરથાર પાંજરાનો નહીં પરંતુ વાઇલ્ડલાઇફ સિંહ છે. એટલે કે, આ સિંહનો જન્મ કોઇ પાંજરામાં કે જંગલખાતાની દેખરેખ નીચે નહીં પરંતુ આંબરડી વિસ્તારમાં જંગલમાં થયો હતો અને ત્યાર પછી તેને સફારી પાર્કમાંથી સક્કરબાગમાં લાવવામાં આવ્યો હતો.

Post Comments