Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાર અથડાવવા જેવી સામાન્ય બાબતે યુવાનની છરી ના ઘા ઝીંકીને હત્યા

- જૂનાગઢના ધોરાજી ચોકડી નજીક

- બોલાચાલી બાદ સફેદ કલરની કારમાં સવાર ચાર અજાણ્યા શખ્સો છરી ઝીંકી થઇ ગયા ફરાર

જૂનાગઢ, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

જૂનાગઢના ધોરાજી ચોકડી નજીક ગત મોડી રાત્રે કાર અથડાવા જેવી સામાન્ય બાબતે ચાર અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી યુવાનને છરી ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં ચારેય અજાણ્યા શખ્સો કારમાં નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થતા તાલુકા પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ.ે

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા વીરાભાઇ ધાનાભાઇ મુછળ તથા ઉકાભાઇ હમીરભાઇ મોરી નામના બે યુવાનો ગતરાત્રીના સમયે કારમાં બાયપાસ પરથી ધોરાજી ચોકડી તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓની કાર સામેથી એક સફેદ કલરની કાર સાથે અથડાઇ હતી. આ કારમાં ચાર અજાણ્યા શખ્સો સવાર હતા. તેના વચ્ચે તથા ઉકા હમીર મોટી તથા વીરા ધાના મુછળને બોલાચાલી થઇ હતી.

બાદમાં આ બાબત ઉગ્ર બની હતી. ત્યારે સફેદ કલરની કારમાં સવાર ચાર પૈકીના એક શખ્સે ઉશ્કેરાઇ જઇ ઉકા હમીર મોરીને છરી ઝીંકી દીધી હતી. બાદમાં આ ચારેય અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ઉકાભાઇને સારવારમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે વીરાભાઇ મુછળે સફેદ કલરની કારમાં સવાર ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ ખૂની હુમલો કરનાર કોણ હતા. તેની ઓળખ થઇ નથી. હાલ ઓળખ માટે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે. આમ કાર અથડાવા જેથી સામાન્ય બાબતમાં યુવાનની હત્યાથી ચકચાર વ્યાપી ગઇ હતી.

Post Comments