Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંગણવાડી-આશાવર્કરોનાં પગાર સહિતનાં પ્રશ્ને દેખાવો-સુત્રોચ્ચાર

- સૌરાષ્ટ્રના તમામ જિલ્લા મથકોએ આવેદનપત્ર

- લઘુતમ વેતન રૃા ૧૮ હજાર, નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષ અને પોષણ આહારના દરમાં વધારો કરવાની માંગણી દોહરા

રાજકોટ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લાઓમાં આજરોજ આંગણવાડી કાર્યકરો દ્વારા લઘુતમ વેતન રૃા ૧૮ હજાર કરવા તેમજ કાયમી કર્મચારી ગણી પેન્શન અને ગ્રેચ્યુઈટીના લાભો આપવા, નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષની કરવા સહિતના મુદ્દે દેખાવો, સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજય આંગણવાડી કર્મચારી મહામંડળના ઉપક્રમે રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લા મથકોએ આંગણવાડી અને આશાવર્કર બહેનો દ્વારા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યા હતાં. જિલ્લા કલેકટર કચેરીએ આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. પરંતુ મહિલાઓની ન્યાયિક માગણીઓનો ઉકેલ લાવતી નથી.

કુપોષિત બાળકોને જે પોષણ આહાર આપવામાં આવે છે. તેના દરમાં સુધારો કરવાની જરૃર છે. પરંતુ અત્યારે વર્ષ ૨૦૧૧ના જુના દર પ્રમાણે જ ચુકવણાં કરવામાં આવે છે. કેટલાક અધિકારીઓ આંગણવાડી મહિલા કાર્યકરો પાસે ઉઘરાણાં કરી ભ્રષ્ટાચારને પોષી રહ્યાં છે. ભાજપે વર્ષ ૨૦૧૪નાં ચુંટણી ઢંઢેરામાં આંગણવાડી કાર્યકરોના પગાર વધારી દેવાનું વચન આપ્યું હતું. પરંતુ આ વચન પાળવામાં આવ્યું નથી. આ તમામ પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી હતી.

Post Comments