Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં કાર્પેટ એરિયા, ૩ લાખથી વધુ મિલ્કતોનો ટેક્સ ઘટશે,૧ લાખનો વધશે

- મનપામાં ૧૯૯૪ પછી ટેક્સ પધ્ધતિ બદલવા ઐતહાસિક નિર્ણય

- ટેક્સ ગણત્રી લોકો જાતે કરી શકશે, હવે બંધ મકાનો માટે કોઈ લાભ નહીં,રાજકોટ સૌથી પાછળ હોવાનું મહેણું ભ

અંતે સ્થાયી સમિતિમાં સુધારા-વધારા સાથે નિયમો મંજુર: ખાસ જન. બોર્ડ  બોલાવાશે, તા.૧થી ૪.૫૦ લાખ મિલ્કતો પર નવી પધ્ધતિથી વેરો વસુલાશે
સ્ટે.કમિટિએ રહેણાંકોનો ભારાંક અંશત: વધારીને ખાનગી સ્કૂલો, હોસ્ટેલ,મોલ,ટોકિઝ,બેન્કો,ગેરેજ, પ્રાર્થના હોલનો ટેક્સ ઘટાડી દીધો

રાજકોટ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

રાજકોટમાં આજે સ્થાયી સમિતિએ શહેરની ૪.૫૦ લાખ મિલ્કતો પાસેથી ટેક્સ વસુલવા હવે કાર્પેટ એરિયા પધ્ધતિનો અમલ કરવાનો ઐતહાસિક નિર્ણય લીધો હતો. ૨૪ વર્ષ બાદ ઘરે ઘરને લાગુ પડતી આ પધ્ધતિમાં જડમૂળથી ફેરફાર થવાથી આશરે ૭૦ ટકા અર્થાત્ ૩થી ૩.૫૦ લાખ મિલ્કતોના મિલ્કતવેરામાં ઘટાડો થશે. પરંતુ, આ સાથે અડસટ્ટે અને મનસ્વી રીતે આકારાયેલી ૮૦ હજાર જેટલી મિલ્કતો કે જેમાં હાલ નજીવી રકમનો વેરો છે તેમાં તેમજ ે રહેણાંકમાંથી હોસ્પિટલ કે દુકાનનો હેતુફેર થયેલી અને વધારાનું મોટુ બાંધકામ થયું હોય તેવી મિલ્કતોના ટેક્સમાં અંશત: વધારો થશે તેમ સ્થાયી સમિતિ ચેરમેન પૂષ્કર પટેલે જણાવ્યું હતું.

મનપાની ૧૯૭૩માં સ્થાપના થઈ ત્યારથી ૧૯૯૪  સુધીની આશરે ૯૭ હજાર મિલ્કતોનો ભાડા પધ્ધતિ મૂજબ ટેક્સ આકારણી થતી હતી અને તેમાં ટેક્સબ્રાન્ચ દ્વારા અનેક મિલ્કતોની તો તદ્દન નજીવી આકારણી કરી જેથી આજેય કેટલીય મિલ્કતો પર પચાસ-સો-બસ્સો રૃપિયાનો નજીવો ટેક્સ વસુલાય છે. આ મિલ્કતો જૈસે થે રહી છે તેમનો ટેક્સ વધશે. આ ઉપરાંત વર્ષે પાંચ-છ હજાર મિલ્કતોમાં હેતુફેર થાય છે અને સીંગલ માળનું મકાન ડબલ માળનું થાય છે તેનો ટેક્સ વધી જશે.

પરંતુ, મ્યુનિ.સૂત્રો અનુસાર આ પધ્ધતિથી મોટાભાગની અર્થાત્ ૬૦થી ૭૦ ટકા મિલ્કતોનો ટેક્સ ઘટશે.સ્થાયી સમિતિ સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદ સહિતના મહાનગરો કરતા પણ રાજકોટમાં ટેક્સનો દર ન્યુનત્તમ એટલે કે ૧૧ અને ૨૨ રખાયો છે.ઉપરાંત કાર્પેટ એરિયામાં ૧૦થી ૧૫ ટકા બાંધકામ ગણાતું નથી જે કારણે પણ ટેક્સ ઘટશે.

સ્થાયી સમિતિએ કમિશનરે સૂચવેલા નિયમોમાં આર.સી.સી.બાંધકામ અર્થાત્ રહેણાંક મકાનો માટે ૧ ભારાંક સૂચવેલો હતો તે વધારીને ૧.૫૦ કર્યો છે અને કાચા મકાનોનો ભારાંક પણ ૦.૫૦થી વધારીને ૧.૦૦ કરાયો છે. જ્યારે કોમર્શીયલ મિલ્કતો માટે ૪ અને કારખાના માટે ૨.૫૦નો દર યથાવત્ રખાયો છે. આ ભારાંક ગણતા ટેક્સ વધે પણ ચેરમેને એવો દાવો કર્યો છે કે આ સાથે જુની મિલ્કતોનો ભારાંક કમિશનરે સૂચવ્યો તેમાં ઘટાડો કરાતા એકંદરે ટેક્સમાં ઘટાડો થશે.

આ ઉપરાંત શાસકોએ ખાનગી મેરેજ હોલ, ખાનગી સ્કૂલો, હોસ્ટેલ પર ૪નો ભારાંક ઘટાડીને અર્ધો કરી દીધો તો સિનેમાહોલ, મોલ, બેન્કો, ગેરેજ સર્વિસ સ્ટેશન, વગેરેમાં પણ ભારાંક ઘટાડાયો છે. જ્યારે મંદિરોમાં પ્રાર્થના હોલ પર ૦.૨૫ ભારાંક ઘટાડીને માત્ર ૦.૧૦ કરી દેવાયો છે.  આનાથી ટેક્સ આવક ઘટશે. મ્યુનિ.સૂત્રો અનુસાર હાલ શહેરની વાર્ષિક ટેક્સ ડિમાન્ડ રૃ।.૨૩૦ કરોડ છે તેમાં ખાસ વધારો નહીં થાય પણ કરદાતાઓની સંખ્યામાં ૭૦ હજાર જેટલો વધારો થશે અને કેટલી વધઘટ થશે તે બિલો જનરેટ થયા બાદ જ જાણી શકાશે.

એકંદરે આ પધ્ધતિ એવી છે કે લોકો જાતે જ પોતાનો ટેક્સ ગણી શકશે. ઉપરાંત વેકેન્સી એલાઉન્સ અર્થાત્ મકાન બંધ દેખાડીને જે ટેક્સ લાભ મેળવાતા તે પ્રથાઓ બંધ થશે અને પધ્ધતિ પારદર્શક થશે પણ  સાથે હવે ભવિષ્યમાં કરવેરામાં કમિશનર આસાનીથી વધઘટ કરી શકશે. આગામી એપ્રિલથી જ આ પધ્ધતિ અમલી થશે અને તે માટે મનપા દ્વારા ટૂંક સમયમાં ખાસ જનરલબોર્ડ બોલાવી આ નિયમો મંજુર કરી સરકારની મંજુરી લેવાશે.

Post Comments