Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોમનાથની દરિયાઈ ચોપાટીએ આજે ભવ્ય પતંગ મહોત્સવ

-રંગબેરંગી પતંગોથી છવાઈ જશે આકાશ

-દેશવિદેશી આવતા તાત્રિકોનું ટચુકડી પતંગ આપીને કરાશે સ્વાગતઃ ખીચડા પ્રસાદનું થશે વિતરણ

વેરાવળ,તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સોમનાથ ચોપાટીનાં દરીયા કિનારે તા.૧૪ને રવિવારનાં ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. દરીયા કિનારે રંગેબેરંગી પતંગો ઉડશે, તેથી આકાશમાં અનોખું દ્રશ્ય સર્જાશે.

સોમનાથમાં તા.૧૪ રવિવારનાં રોજ સવારે ૧૦ વાગ્યા થી ૧ વાગ્યા સુધી પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વિના મુલ્યે પતંગ દોરા, શેરડી, ચીકી મમરા, તલનાં લાડુ,બોર તેમજ ગરમા ગરમ ખીચડાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. દેશ વિદેશીથી આવેલા યાત્રીકો મહેમાનોનું બેટી બચાવો, બેટી પઢાવોનાં સુત્ર સાથેની નાની પતંગ આપીને અભીવાદન કરાશે.

દરીયા કિનારે આવેલ ભવ્ય ચોપાડી ગ્રાઉન્ડમાં ડી.જે ના તાલ સાથે આ ઉત્સવ રાખવામાં આવેલ છે તેમાં ગીર વિસ્તારના પ્રખ્યાત સીદી બાદશાહ નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમજ પ્રભાસપાટણની મુખ્ય બજાર, નાના મોટા કોળી વાડા, વાલ્મીકી વાસ, શાંતિ નગર સહીતના અનેક વિસ્તારમાં બે દિવસ સુધી દોરો પતંગનું વિતરણ કરી આમંત્રણ અપાયેલ હતા આ ભવ્ય પંતગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર પોલીસ તંત્ર પતંગ ઉત્સવનું સફળ બનાવવા માટે સાથ સહકાર મળી રહે છે અને તેની તમામ તૈયારીઓ થઈ ગયેલ છે.

Post Comments