Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુર્યઉર્જાથી ઝળહળશે સૌરાષ્ટ્ર યુનિ. દૈનિક ૬૨૦ કિલોવોટ વીજળી મેળવશે

- કોઈપણ પ્રકારના ખર્ચવિના યુનિ. કેમ્પસના ૨૯ બ લ્ડિીંગમાં ગોઠવાઈ સોલાર પેનલ

- સંભવતઃ આગામી તા.૧૭નાં કરાશે લોકાર્પણ
- સોલર ફોટો વોલ્ટેક સેલની મદદથી ગ્રીનઉર્જા પ્રાપ્ત થતાં વીજ બોર્ડ ના બિમાં થશે અડધો અડધ કટૌતી


રાજકોટ, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર કોઈપણ પ્રકારનાં ખર્ચ વિના ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થાની મદદથી અત્યારે ૨૯ જેટલા બિલડીંગમાં સોલાર ફોટો વોલ્ટીક સિસ્ટમ ઉભુ કરવાનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. જેના માટે કોઈપણ પ્રકારનો ખર્ચ યુનિવર્સિટીને થયો નથી. રાજય સરકારની સહાયથી ગોઠવવામાં આવતી આ સોલાર પેનલનું કામ સંભવતઃ અઠવાડિયામાં પરીપુર્ણ થયા બાદ તા.૧૭નાં તેનું લોકાર્પણ થાય તેવી સંભાવના છે. સોલાર સેલની આ પેનલને કારણે યુનિ.ને ૬૨૦ કિલોવોટ વીજળી મળવાપાત્ર થશે.

રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના ૨૯ જેટલા બિલ્ડીંગોમાં અત્યારે સોલાર ફોટોવોલ્ટીક સિસ્ટમ ગોઠવવાની જે કામગીરી ચાલુ છે તે પૈકી એમબીએભવન, ભૌતિકશાસ્ત્ર, કેમીસ્ટ્રી, ગુજરાતી ભવન મેઈન બિલ્ડીંગ, પરીક્ષા વિભાગ સહિતના મકાનોની ઉપર સોલાર પેનલ ગોઠવવાનું કામ પુરૃ થયું છે. યુનિ. કેમ્પસમાં આવેલા ૨૯ બિલ્ડીંગનો સરેરાશ વીજ વપરાશ મહિને રૃા ૧૦ લાખનો રહ્યો છે જેમાં પંખા, ટયુબલાઈટ, એરકન્ડીશન વોટરકુલર સહિતનાં સાધનોનો સમાવેશ થાય છે.

રાજય સરકાર દ્વારા સોલરની જે પેનલ ઉભી કરી દેવામાં આવી છે તેનું પાંચ વર્ષ સુધી મેઈન્ટેનન્સ પણ ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા સંભાળશે. યુનિ. કેમ્પસમાં આવેલી હોસ્ટેલના મકાનોને બાદ કરતા અત્યારે તમામ બિલ્ડીંગોમાં સોલાર પેનલ ફીટ થઈ જશે. આ કામપુરૃ થયા બાદ સોલારથી જે વીજળી ઉત્પનન થશે તે વીજળીને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ગ્રીડમાં જોડી દેવામાં આવશે. યુનિ.ના ઈલેકટ્રીકલ વિભાગના ઈજનેર અમીત દવેના જણાવ્યા મુજબ સુર્ય આધારીત પેનલના કારણે યુનિ.નું વીજબિલ સંભવતઃ અડધુ થઈ જશે. કોઈપણ પ્રકારના ખર્ચવ નિા દૈનિક ૬૨૦ કિલોવોટ વીજળી યુનિ.ને અઠવાડિયા પછી મળતી થઈ જશે.

Post Comments