Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્ર શીતાગારઃ રાજકોટ,જુનાગઢ, પોરબંદરમાં ૮ અને જામનગર ૭ સે.

- કાતિલ ઠંડીનું મોજુ આજે પણ જારી રહેવા આગાહી

- પારો ૫ સે.નીચે ઉતરતા ગિરનાર ૪ સે.થી ઠંડોગારઃ જીરુ,ઘંઉના પાકને થશે ફાયદો,ગરીબોની હાલત કફોડી

રાજકોટ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

સૌરાષ્ટ્રમાં ડિસેમ્બરમાં ઓછી ઠંડીનું શિયાળો હવે સાટુ વાળતો હોય તેમ રવિવારથી આજે પણ પારો ૧ થી ૫ સે.સુધી નીચે ઉતરી જતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. જામનગરમાં પારો ૭ સે.સુધી નીચે ઉતરી ગયો હતો તો રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં પણ ન્યુનત્તમ તાપમાન ૮ સે.નોંધાવા સાથે સર્વત્ર લોકોને ધુ્રજાવી દેતા સૂસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાયા હતા.

રાજકોટમાં સરેરાશ ૧૦ કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વના હીમાચ્છાદિત પ્રદેશો પરથી આવતા પવનોએ તાપમાનનો પારો સડસડાટ નીચે લાવી દીધો હતો જેના પગલે લોકોએ ખરેખરી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાત્રિથી સવાર સુધી માર્ગો સૂમસામ બન્યા હતા.

રાજકોટ માર્કેટયાર્ડના સૂત્રો અનુસાર હાલ ઠંડીનો દોર શરુ થતા ઘંઉ અને જીરુના પાકને ફાયદો થશે, ટમેટાંનો હજુ પણ મોટાપ્રમાણમાં પાક બજારમાં આવશે. ઠંડીની તીવ્ર અસર તળે પંખીઓ પણ હવે સવારે મોડા ઉડાઉડ કરે છે. શહેરમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબોની હાલત ઠંડીના કારણે કફોડી થઈ હતી અને તેમને મનપાના રૈનબસેરામાં મુકાશે તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે અનેક ભિક્ષુકો રસ્તા પર જ રાત વિતાવતા હોય છે.

જુનાગઢમાં તાપમાનનો પારો એક દિવસમાં જ ૫.૪ સે.નીચે ઉતરી જતા ધુ્રજાવી દેતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. તો ગીરનાર પર્વત પર દર વખતે શહેર કરતા વધારે ઠંડી અનુભવાય છે જ્યાં આજે પારો ૪ સે.સુધી નીચે ઉતરી ગયો હતો અને તેની અસર ત્યાં મુલાકાત લેનારા યાત્રિકોની સંખ્યા પર પડી હતી.

જામનગરમાં સૌરાષ્ટ્રનું સૌથી નીચું તાપમાન ૭ સે.નોંધાવા સાથે ઠંડીની તીવ્ર અસર જનજીવન અને પશુપંખીઓ પર જોવા મળી હતી. તો દરિયાકાંઠા નજીકના પોરબંદરમાં પણ આજે ન્યુનત્તમ ૮ સે.તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૫.૪ સે.નોંધાઈ છે અને કચ્છમાં ભૂજમાં ૧૦ સે.અને અન્યત્ર તમામ સ્થળે પારો ૧૦ સે.નીચે ઉતરી ગયો હતો.

રાજ્યમાં અન્યત્ર અમદાવાદમાં ૧૦.૩, ગાંધીનગર ૮.૮, ડીસામાં ૬.૮, વલ્લભવિદ્યાનગર ૧૨.૪, વડોદરા ૧૦.૦,સુરતમાં ૧૨.૮ અને વલસાડમાં ૯.૫ સે. ન્યુનત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાનખાતાના સૂત્રો અનુસાર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તેમજ રાજ્યમાં આગામી બે દિવસ સુધી આવી કડકડતી ઠંડીનું મોજુ (કોલ્ડવેવ) જળવાઈ રહેશે.

સૌરાષ્ટ્રના ટોપ-૬ ઠંડા શહેરો ક્યા?
 

જામનગર

૭.૦

જુનાગઢ

૮.૦

પોરબંદર

૮.૦

રાજકોટ

૮.૩

સુરેન્દ્રનગર

૧૦.૩

મહુવા

૧૦.૩


સૌરાષ્ટ્રમાં અન્યત્ર ક્યાં કેટલી ઠંડી?
 

અમરેલી

૧૧.૬

ભાવનગર

૧૧.૪

દ્વારકા

૧૪.૧

ઓખા

૧૭.૫

વેરાવળ

૧૨.૯

દિવ

૧૧.૭


--કચ્છમાં સૌથી વધુ ઠંડી--
 

નલિયા

૫.૪

કંડલા એરપોર્ટ

૭.૭

માંડવી

૮.૫

કંડલા પોર્ટ

૯.૪

ભૂજ

૧૦.૨


 

Post Comments