Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં લુખ્ખારાજ, મહિલાની છેડતી બાદ તેનું મકાન સળગાવ્યું

- પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે

- પહેલા મકાનમાં તોડફોડ કરી, કોળી પરિવાર ફરિયાદ કરવા જતાં મકાનને આગ ચાંપી દીધી

રાજકોટ, તા.20 એપ્રિલ 2017, ગુરુવાર

શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે લુખ્ખા રાજ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાત પડે ને લુખ્ખાગીરી અને ગુંડાગીરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. લુખ્ખાઓ પોલીસનાં ભય વગર બેફામ બની ગુના આચરી રહ્યાં છે.

છતાં તેને નિયંત્રિત કરવા માટેનાં કોઈ પગલા પોલીસને સુઝતા નથી ગઈકાલે બેડીપરાની શ્રમજીવી સોસાયટીમાં એક મહિલાની છેડતી કરનાર શખ્સોને તેના પતિએ ટપારતાં લાજવાને બદલે ગાજેલા આ શખ્સોએ તે મહિલાનાં મકાનમાં તોડફોડ કર્યા બાદ મોડ ીરાત્રે આગ ચાંપી દેતા આસપાસનાં વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો.

પોલીસ પ્રાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શ્રમજીવી સોસાયટી ૧૦માં રહેતાં પિયુષ ગોવિંદભાઈ કોળી (૩૩)ની પત્ની આરતીની છેલ્લા કેટલાક દિવસોથી તેનાં ઘર પાસેથી નિકળતાં આરોપીઓ ગોપાલ, ઘોઘો અને વિશાળ છેડતી અને મશ્કરી કરતા હતા.

પરિણામે ગઈકાલે હિંમત કરી પિયુષે તેમને ટપારતાં ઉશ્કેરાય જઈ ઝઘડો કરી ગાળાગાળી કરી જતાં રહ્યાં હતાં. થોડી વાર પછી બીજા શખ્સોને પણ તેનાં મકાનમાં ઘૂસી ગયા હતાં, અને તેને તથા પરિવારનાં સભ્યોને મારકૂટ કરી ઘરવખરીનાં સામાન અને ઈલેકટ્રોનિક આઈટેમોમાં તોડફોડ કરી આતંક મચાવી જતાં રહ્યા હતાં. જતા જતાં પોલીસ ફરિયાદ નહીં કરવાની પણ ધમકી આપતાં ગયા હતાં.

આ ઘટના બાદ ફફડી ઉઠેલો પિયુષ પરિવારનાં સભ્યો સાથે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતાં પોલીસે અરજી લઈ લીધી હતી, તેણે પોલીસની ગાડીઓ ઘર પાસે મોકલવા વિનંતી કરી હતી. પરંતુ કાંઈ નહીં થતાં પોલીસ કમિશનર કચેરી અને પછી મહિલા પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યાંથી મકાનનાં દરવાજો આરોપીઓએ તોડી નાખ્યો હોવાથી આરોપીઓનાં ભયને કારણે દરવાજો ખુલ્લો રાખી સૂઈ શકાય તેમ ન હોવાથી મકાન નજીક રહેતા મામાનાં ઘરે જઈ સૂઈ ગયા હતાં.

પાછળથી આરોપીઓએ ફરીથી તેનાં ઘરમાં ઘુસી જઈ આગ ચાંપી દેતાં થોડી ક વારમાં જ તેનું ઘર ભડકે બળવા લાગ્યું હતું અંતે થોરાળા પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ આદરી છે. આરોપીઓએ તેણે પોલીસનો આશરો લેતાં ઉશ્કેરાઈ જઈ ઘરને આગ ચાંપી દીધાનું બહાર આવી રહ્યું છે.

Post Comments