Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં પાણીવેરા વધારો ફગાવાયો, નવી મોટરકારો પર હવે બમણો વેરો

- સ્થાયી સમિતિમાં મનપાનું રૃ।.૧૭૬૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર

- ૪૪ કરોડનો કરબોજ ઘટાડી ૮ કરોડ કરાયો

- ચેરમેને પોતાના બજેટમાં મુક્યો રૃ।.૧૩૪૩ કરોડનો કાપ,ચાલુ વર્ષનું બજેટ હવે માત્ર ૧૧૯૪ કરોડ

રાજકોટ,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

પંદર લાખથી વધુ વસ્તી, ૧૮ વોર્ડ, ૪ ધારાસભા મતક્ષેત્રો, ૧૨૯ ચો.કિ.મી.નો એરિયા, ૪.૪૮ લાખ મકાનો, ૩ લાખ નળજોડાણો, ૪૫૦૦થી વધુ કાયમી કર્મચારીઓ ધરાવતી ૪૪ વર્ષ જુની રાજકોટ મહાપાલિકાનું ચાલુ વર્ષનું રિવાઈઝ્ડ બજેટ રૃ।.૧૧૯૪ કરોડનું અને આગામી વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૮ કરોડના નવા વેરાબોજ સાથે રૃ।.૧૭૬૯.૩૨ કરોડનું બજેટ આજે મંજુર કરાયું છે. સમિતિના ચેરમેન પૂષ્કર પટેલે જણાવ્યું કે પાણીચાર્જ ઈ.સ.૨૦૦૪થી રહેણાંકમાં વાર્ષિક રૃ।.૮૪૦ અને કોમર્શીયલમાં રૃ।.૧૬૮૦ વસુલાય છે તેને બમણો કરીને રૃ।.૩૧ કરોડનો સૂચવાયેલો બોજ નામંજુર કરી ચાર્જ યથાવત્ રાખેલ છે તો વાહનકરમાં કમિશનરે તમામ વાહનો પર ૧ને બદલે ૨.૫૦ ટકાના દરે વેરો વસુલવા કરેલી દરખાસ્ત સુધારીને માત્ર ફોર વ્હીલર (મોટરકાર) પર જ ૧ને બદલે ૨ ટકાના દરે વાહનકર વસુલવાનું સર્વાનુમતે મંજુર કરાયેલ છે. પાણીચાર્જ નહીં વધારતા વિપક્ષ કોંગ્રેસે બજેટનો વિરોધ કર્યો નથી.

રાજકોટમાં આગામી તા.૧ એપ્રિલથી ખરીદાતી નવી મોટરકાર પર આજીવન વાહનકર હાલ એક ટકા (એટલે કે રૃ।.૫ લાખની કાર પર રૃ।.૫૦૦૦) ભરવો પડતો તે ૨ ટકા એટલે કે રૃ।.૧૦ હજાર ભરવો પડશે. આમ, શહેરમાં કાર ખરીદવી અન્ય શહેરો કરતા મોંઘી થશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં મનપાએ આજીવન વાહનકર જે રૃ।.૨૦૦થી ૫૦૦ લેવાતો તેમાં અનેકગણો વધારો કરીને ૧ ટકાના દરે વસુલવાનું શરુ કરતા આજ સુધીમાં રૃ।.૮.૩૦ કરોડ વસુલાયા છે.

શહેરમાં ગત ૧૦ માસમાં ૫૫ હજાર વાહનો વેચાયા તેમાં ટુ વ્હીલર્સની સંખ્યા ૪૫ હજાર હતી પણ તેની કિંમત રૃ।.૨ કરોડ હતી જ્યારે કારની સંખ્યા ૯ હજાર છે પણ તેની કિંમત આશરે ૮૦૦ કરોડ છે. અર્થાત્ મનપાએ ચાલાકીપૂર્વક કાર પર વેરો વધારતા આવકમાં હાલ વર્ષે આશરે ૧૧ કરોડના વાહનકરની આવક વધીને રૃ।.૧૯ કરોડ થઈ જશે.

કમિશનરના બજેટ પર સળંગ ૧૨ દિવસ સુધી સ્થાયી સમિતિની બેઠક ચાલી હતી. જેના અંતે રૃ।.૪૪ કરોડના નવા કરબોજમાં રૃ।.૩૬ કરોડનો ઘટાડો કરાયો છે. પ્રથમવાર, મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન પટેલે પોતે જ બરાબર એક વર્ષ પહેલા તા.૯-૨-૧૭ના રજૂ કરેલા રૃ।.૨૫૩૭ કરોડના ચાલુ વર્ષના બજેટમાં રૃ।.૧૩૪૩ કરોડનો તોતિંગ કાપ મુક્યો છે. આમ, અધિકારીઓ અને પદાધિકારીઓ બન્નેએ મનપાની કામ કરવાની મર્યાદિત ક્ષમતાનો બજેટથી સ્વીકાર કર્યો છે.

મોટાભાગની અગાઉ જાહેર થયેલી બજેટ યોજનાને યથાવત્ રાખીને સ્થાયી સમિતિએ બજેટનું કદ રૃ।.૪૨ કરોડ વધારીને કેટલીક નવી યોજનાઓ મુકી છે. પાણીચાર્જ વધારો નામંજુર કરતા રૃ।.૩૨ કરોડની અને વાહનકરમાં ફેરફારથી સૂચિત આવકમાં રૃ।.૪ કરોડની પડેલી ઘટ રૃ।.૪૯ કરોડની જમીન વેચવાનો લક્ષ્યાંક રાખીને સરભર કરાઈ છે.

બજેટમાં અન્ય નિર્ણયોમાં (૧) આગામી નવા વર્ષથી એપ્રિલ-મેમાં હાઉસટેક્સ ભરનાર મિલ્કતધારકને ૧૦ ટકા વળતર (૨) મહિલાના નામે મિલ્કત હોય તો ૧૫ ટકા વળતર ઉપરાંત (૩) આગામી વર્ષથી નવી યોજનામાં દિવ્યાંગ લોકોના નામે રહેલી મિલ્કત પર ઉપરોક્ત ઉપરાંત વિશેષ ૫ ટકાનું વળતર આપવા જોગવાઈ કરાઈ છે. (૪) કાર્પેટ એરિયાનો આગામી વર્ષથી અમલ થવા સાથે કન્ઝર્વન્સી,ફાયરટેક્સ સહિતના વેરા નાબુદ થશે.

આ ઉપરાંત શહેરમાં ૩૦ ટકા જેટલા મિલ્કતધારકો હવે ઓનલાઈન ટેક્સ ભરે છે. સામાન્ય રીતે અન્ય સરકારી ચાર્જીસ આ રીતે ભરાતા તેમાં ચાર્જ કપાય છે પણ મનપા આ રીતે રકમ ભરનારને ઉત્તેજન આપવા મિલ્કતવેરાના ૧ ટકા લેખે જેમાં ન્યુનત્તમ રૃ।.૫૦ અને મહત્તમ રૃ।.૨૫૦નું વળતર આપશે.

બજેટની જાહેરાત વખતે ઉપસ્થિત મૅયર ડો.જયમન ઉપાધ્યાય અને ડેપ્યુટી મૅયર ડો.દર્શિતા શાહે જણાવ્યું કે મધ્યમવર્ગ પર કોઈ બોજ ન આવે તેનું ખાસ ધ્યાન રખાયું છે અને કોંગ્રેસે પણ બજેટનો વિરોધ કર્યો નથી. તો મનપાના પ્રભારી નિતીન ભારદ્વાજે બજેટમાં સાકાર થઈ શકે તેવી યોજનાઓ જ લેવાઈ છે. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ પાણીચાર્જ મુદ્દે વિપક્ષે આંદોલનની તૈયારી કરતા શાસકોએ પીછેહઠ કરવી પડી છે, વળી રાજકોટમાં આમેય હાલ પૂરતું પાણી અપાતું નથી.

એકંદરે બજેટમાં મનપાની આવકમાં હયાત દરે વધારો પણ નહીં કરીને, વાહનકર વધારાનો અતાર્કિક નિર્ણય લઈને, યોજનાના ખ્વાબો ઘટાડીને મર્યાદિત કદ સાથે બજેટ મંજુર કરાયું છે જેમાં ગરીબ-મધ્યમવર્ગ માટે પ્રગટ નિર્ણયની સાથે માલેતુજારો-જમીનના ધંધાર્થીઓ માટે અપ્રગટ રખાયેલા નિર્ણયો પણ લેવાયા છે.

કામો કરવાની મર્યાદિત ક્ષમતાનો પ્રથમવાર મનપાના કમિશનર, સ્થાયી સમિતિએ કર્યો સ્વીકારઃ બજેટ કદમાં ૮૦૦ કરોડનો ઘટાડો
રાજકોટમાં તા.૧ એપ્રિલ પછી ખરીદાતી કાર થશે મોંઘી,કિંમતના ૧ને બદલે હવે ૨ ટકા વાહનકર, ટુ વ્હીલર્સ પર ૧ ટકા કર યથાવત્
દિવ્યાંગોને મિલ્કત પર ૫ ટકા વિશેષ વળતર,ઓનલાઈન વેરો ભરનારને ૧ ટકા અને ન્યુનત્તમ રૃ।.૫૦નું અપાશે ખાસ વળતર

કમિશનરના બજેટમાં સમિતિએ શુ કાપકાપ કરી?
મનપાની જમીનો પર પ્રોજેક્ટોને બદલે તે વેચીને આવક મેળવાશે

રાજકોટ,શુક્રવાર

ક્રમ

આવક-જાવક હેડ

સ્ટે.કમિટિ(રકમ કરોડ રૃ।.માં)

(૧)પાણીચાર્જ વધારો

૩૨ કરોડ

વધારો નામંજુર

(૨)જમીન વેચાણ આવક

જોગવાઈ ન્હોતી

૪૯ કરોડ

(૩)હોર્ડીંગ બોર્ડ આવક

૬ કરોડ

૬.૫૦ કરોડ

(૪)રોડ-બ્રીજનો ખર્ચ

૧૧૮ કરોડ

૧૧૮ યથાવત્

(૫)વાહનકર વધારો

૧૨ કરોડ

૮ કરોડ

(૬)ટેક્સ લક્ષ્યાંક

૨૭૭ કરોડ

યથાવત્ રાખ્યો

(૭)બજેટનું કદ

૧૭૨૭ કરોડ

૧૭૬૯ કરોડ

(૮)રિવાઈઝ્ડ બજેટ

૧૨૦૧ કરોડ

૧૧૯૪ કરોડ

 

Post Comments