Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ: પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ, 3 વિદ્યાર્થિનીઓના મોત

- 300 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે: કલેક્ટર

- આ ઘટના બાબતે CM વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું

રાજકોટ, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર

રાજકોટના ઉપલેટામાં આવેલા પ્રાંસલામાં યોજાતી રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં ૩ યુવતીઓના મોત નીપજ્યા. 100થી વધારે ટેન્ટમાં આગ લાગી છે. રાજકોટ, જૂનાગઢ, ઉપલેટાથી ફાયરની ટીમ આવી હતી.

પ્રાંસલામાં લાગેલી આગમાં ત્રણેય મૃતક વિદ્યાર્થિનીની ઓળખ થઈ ગઈ છે. એક વિદ્યાર્થિની રાજકોટ જિલ્લાની રહેવાસી છે. બીજી સાયલા અને મોરબી જિલ્લાની હોવાનું સામે આવ્યુ છે. ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારને જાણ કરવામાં આવી છે.

ગત રાત્રે શોટસર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી છે. 15 જેટલી વિદ્યાર્થિનીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર 300 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે. આ ઘટના બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી.

Post Comments