Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ રોગગ્રસ્તઃ અઠવાડિયામાં ૯૦૦૦થી વધુ તાવના દર્દીઓ મળ્યા

-મનપાની નબળાઈનો લાભ ઉઠાવી લત્તે લત્તે ચિકનગુનિયા ફેલાવી દેતા મચ્છરો

રાજકોટ, તા.11 ઓકટોબર 2017,બુધવાર

એક તરફ મંદી-મોંઘવારીના માહૌલમાં માંડ માંડ મોજ-મજાનો માહૌલ દિવાળી પર્વના કારણે લોકો સર્જી રહ્યા છે ત્યારે જ બિમારીએ રંગીલા રાજકોટને ભરડો લીધો છે. શહેરમાં ચિકનગુનિયાએ હાહાકાર મચાવ્યો છે તો હવે ક્લાઈમેટ કથળતા વાયરલ શરદી ઉધરસના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને આ બન્ને રોગ જીવલેણ ભલે ન ગણાતા હોય પણ અત્યંત પીડાદાયી, કામકાજ અવરોધનાર હોય છે. ગત એક સપ્તાહમાં માત્ર મનપાએ મેલેરિયા નિયંત્રણની ડોર ટુ ડોર કામગીરી કરી તેમાં ૯૦૦૦થી વધુ તાવના દર્દી મળ્યા હતા જેમના લોહીના નમુના લઈને ટેસ્ટીંગ માટે મોકલાયાનું જણાવાયું છે.

મનપામાં પહેલેથી જ માત્ર 'ટોકન ખાતર' કેસો નોંધવાની પરંપરા છે જેને સુધારવાની ડોક્ટરો એવા મૅયર-ડે.મૅયરથી માંડીને કમિશનર ધરાર તસ્દી લેતા નથી. મનપાના આરોગ્યખાતાના ચોપડે સપ્તાહમાં ચિકનગુનિયાના ૧૧, ડેંગ્યુના ૭, મેલેરિયાના ૬ પોઝીટીવ કેસ ઉપરાંત શરદી-ઉધરસ-તાવના ૧૯૮, ઝાડાઉલ્ટીના ૧૬૪, ટાઈફોઈડના ૪, કમળાના ૩, મરડાંના ૧૧ કેસો નોંધાયા છે. આટલા કેસો આમ તો સારા ચાલતા કોઈ દવાખાનામાં જોવા મળે તો નવાઈ નથી! પણ મનપા આ ઢાંકપીછોડઆંકડા નોંધવાને 'સરકારી કામગીરી' સમજીને કરી રહી છે. વાસ્તવિક કેસો આના કરતા અનેકગણા વધારે છે.

શહેરમાં એક પૂર્વ કોર્પોરેટરના પિતાનું તાજેતરમાં અવસાન થયું તેમને પણ ચિકનગુનિયાની બિમારી હતી તેમ મનપા સૂત્રોએ સ્વીકાર્યું છે. આથી વિશેષ કોર્પોરેટરો, મનપાના ક્લાસ-૧,૨ અધિકારીઓ સહિત અનેક લોકો ચિકનગુનિયાની ઝપટે ચડી ચૂક્યા છે, લત્તે લત્તે મહિલાઓ ચિકનગુનિયાના કારણે પોતાનું રોજિંદુ કામ કરવામાં ભારે મૂશ્કેલી અનુભવી રહી છે.

માત્ર દિવસે જ કરડતા એડીસ ઈજીપ્ટી મચ્છરો મનપાની પોલ જાણી ગયા હોય તેમ મૌકાનો ફાયદો ઉઠાવીને લત્તે લત્તે લોકોને બેફામ કરડીને ચિકનગુનિયાના વાયરસ ફેલાવી દીધા છે અને હજારોને આ માંદગીના બિછાને પાડયા છે. મનપા ઘરે ઘરે સર્વે કરાતો હોવાનું અને ગત સપ્તાહમાં ૫૫ હજાર ઘરોમાં સર્વે કરીને ૪૦૦૧ ઘરમાં મચ્છરો મળતા ફોગીંગ કરાયાનો દાવો કર્યો છે પણ છતાં વાસ્તવિકતા એ છે કે મચ્છરોનું પ્રમાણ ઘટતું નથી. તંત્ર કહે છે ગત વર્ષે ડેગ્યુના કેસો (એ પણ એડીસ ઈજીપ્ટી મચ્છરોથી ફેલાય છે) વધારે હતા અને એના પહેલાના વર્ષોમાં મેલેરિયા હતા.

મહત્વની વાત એ છે કે મનપા પાસે મેલેરિયાની દવા તો છે અને કોઈ મેલેરિયા હોવાનું કહે તો ક્લોરોક્વીન કે રોગ ન થાય તે માટે પ્રાઈમાક્વીન આપી પણ દેશે પણ ચિકનગુનિયા કે ડેંગ્યુની કોઈ દવા જ નથી.

આથી દર્દીના લક્ષણો જેવા કે તાવ, નબળાઈ, માથુ દુખવું અને ચિકનગુનિયામાં ખાસ સાંધાનો દુખાવો વગેરે માટે અન્ય રોગમાં આવા લક્ષણો વખતે અપાતી દવાઓ અથવા તો ફેમીલી ડોક્ટર નક્કી કરે એ જ દવા એવો નિયમ અપનાવાય છે. મનપા દ્વારા આ અંગે કોઈ ગાઈડલાઈન પણ જારી કરાતી નથી.

મચ્છરજન્ય રોગચાળા ઉપરાંત આ વખતે સ્વાઈન ફ્લુએ પણ સૌરાષ્ટ્રને ભરડો લીધો છે અને રાજકોટમાં ૫૦ના મૃત્યુ નીપજ્યા છે. આજે ઉપલેટા પંથકમાં એક મહિલા દર્દીનું સ્વાઈન ફ્લુથી મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યું છે.

Post Comments