Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ધરપકડ

- હુમલો કરવાના અને લોકપ્રતિનિધિત્વ ધારાના ભંગમાં

રાજકોટ,13 જાન્યુઆરી 2018,શનિવાર

રાજકોટ-૬૮ (પૂર્વ) વિધાનસભામાંથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને મહાપાલિકાના શાસકપક્ષના નેતા કોર્પોરેટર અરવિંદ રૈયાણીની વેપારી પર હુમલો કરવાના અને લોકપ્રતિનિધિત્વ ધારાના ભંગ બદલ એમ એક સાથે બે ગુનામાં બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને બન્ને ગુનામાં પોલીસે તેમને તુરંત જામીન પર પણ છોડી દીધા છે.
પોલીસે અર્ધી કલાકમાં બે ગુનામાં ધરપકડ કરી જામીન પર છોડયા! મારામારી કરવા ઉપરાંત ખેંસ પહેરી બુથ સુધી પ્રચારનો હતો આરોપ

અહીંના બ્રાહ્મણીયાપરામાં ગૌતમ લીંબાસિયા વગેરે ઉપર તેમની દુકાનમાં ધસી જઈને કોંગ્રેસનો પ્રચાર કેમ કરો છો? કહીને તેમને મારકૂટ કરીને હુમલો કરવા અંગે અરવિંદ ગોરધનભાઈ રૈયાણી (ઉ.૪૬), શૈલેષ બાબુભાઈ રૈયાણી (ઉ.૩૭) અને ગોરધનભાઈ મનજીભાઈ રૈયાણી (ઉ.વ.૬૫ રહે. અલકાપાર્ક શેરી નં.૩, કુવાડવા રોડ,રાજકોટ) વિરુધ્ધ બી ડિવિઝન પલીસ મથકમાં ગુ.રજી.નં.૨૫૩-૧૭થી આઈ.પી.સી.ક.૩૨૩, ૫૦૪, ૧૧૪, ૪૫૫ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં આ ત્રણેયની પોલીસે ગત રાત્રિના ૮ વાગ્યે ધરપકડ કર્યાનું જણાવ્યું છે.

પોલીસ રેકોર્ડ મૂજબ આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે મતદાનના દિવસે ભાજપનો ખેંસ પહેરીને બુથ સુધી પહોંચી જઈ પ્રચાર કરવા બદલ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની ક.૧૩૦ મૂજબ ગુનો નોંધાયો હતો તેમાં પણ આ ધારાસભ્યની રાત્રિના ૮.૩૦ વાગ્યે ધરપકડ કર્યાનું પોલીસે જાહેર કર્યું છે.

આમ, અર્ધી કલાકના સમયમાં પોલીસે ધારાસભ્ય અરવિંદ રૈયાણીની બે ગુનામાં ઉપરાઉપરી ધરપકડ કરીને ઉપરાઉપરી જામીન પર પણ મુક્ત કરી દીધા છે ત્યારે આવી 'સવલત' આમ નાગરિકને પોલીસ આપે છે કે કેમ તે સવાલ સ્હેજે ઉઠયો છે. પોલીસમા

Post Comments