Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પડધરીમાંથી ૧૪ લાખનો દારૃ પકડાતા પી.એસ.આઈ. સસ્પેન્ડ

-એકાદ માસ પહેલા જામીન પર છુટેલા બુટલેગરનો ૧૪ લાખનો દારૃ પકડાતા ચર્ચા

રાજકોટ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

પડધરીની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડી એલસીબીએ ૧૪-૧૧ લાખનાં અંગ્રેજી દારૃ સાથે વાડી માલીક સાગર ભવાનભાઈ ડોડીયા (રહે. પડધરી બસ સ્ટેન્ડ પાછળ)ને ઝડપી લીધા બાદ  તાત્કાલીક અસરથી એસ.પી.એ. પડધરીનાં પી.એસ.આઈ. વી.એ. પરમારને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે.

એટલું જ નહીં ઈન્કવાયરી પણ શરૃ કરી છે. જેના અંતે બીજા પોલીસમેનો સામે પણ સસ્પેન્શન સહિતનાં પગલા લેવાય તેવી સંભાવના નકારાતી નથી.

દારૃ બંધનો નવો કાયદો કડક છે એવો રાજય સરકાર દાવો કરી રહી છે. ત્યારે વાસ્તવિકતા શું છે એ જોવા જઈએ તો આરોપી સાગર   વિરુધ્ધ ચાર મહિના પહેલા પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ગઈ તા. ૮  ડીસેમ્બરે તેને સ્થાનીક પોલીસે નહી પરંતુ એલ.સી.બી.એ. ઝડપી લીધો હતો.

આ ગુનામાં જામીન ઉપર છુટયા બાદ એકાદ માસમાં તેનો ૧૪ લાખનો દારૃ પકડાતા ચોંકી ઉઠેલા રાજકોટ રૃરલ એસપી અંતરિપ સુદે આ માટે સ્થાનીક પી.એસ.આઈ. પરમારને જવાબદાર ગણીને આજે તેને સસ્પેન્ડ કરી નાખવાનો હુકમ કર્યો હતો. આ પ્રકરણની ઈન્કવાયરી પણ સોંપવામાં આવી છે. જેના રીપોર્ટ બાદ બીજા પોલીસમેનો સામે પણ પગલા લેવાય તેવી પુરેપુરી શકયતા છે.

એલસીબીનાં જમાદાર મુળજીભાઈ ડાંગર અને મહેશભાઈ જાનીને મળેલી બાતમીનાં આધારે ગઈકાલે રાત્રે આરોપી સાગરની વાડીમાં દરોડો પાડવામાં આવતા મકાનમાંથી અંગ્રેજી દારૃનાં ૧૪,૧૧૨ ચપલા એટલે કે ૨૯૪ પેટી જેવો જંગી જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત પોલીસે તેનાં બે મોબાઈલ મળી ૧૪.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેણે આટલો જંગી દારૃનો જથ્થો અગાઉ  એલસીબીના હાથે પકડાયો તે પહેલા ઉતાર્યો કે પછી તે હવે પોલીસ માટે તપાસનો વિષય છે. પરંતુ આ ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પ્રોહીબીશનનાં નવા કાયદાની  બુટલેગરો પર કોઈ અસર પડી નથી. બૂટલેગરો નવા કાયદા પછી પણ બ ેરોકટોક દારૃનો વેપલો કરી રહ્યાં છે.

Post Comments