Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રમાં આજે ૧૩,૧૧૬ બુથ પર પહોંચસે ૬૫,૫૩૩ નો પોલીંગ સ્ટાફ

- ૧૧ જિલ્લાની ૪૮ બેઠકો પર મતદાન પ્રક્રિયાનો તખ્તો તૈયાર

- સવારે ડિસ્પેચ સેન્ટરથી વોટીંગ મશીન સહિતનાં ચુંટણી સાહિત્ય સાથે પ્રિસાઈડીંગ ઓફિસર સહિતની પોલીંગ ટીમ

રાજકોટ, તા. 07 ડિસેમ્બર 2017, ગુરૃવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાનાં મતદાનમાં હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લાની ૪૮ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયાનો તખ્તો વહિવટી તંત્રએ તૈયાર કરી નાંખ્યો છે. ૧૩,૧૧૬ મતદાન મથકોનો હવાલો આવતીકાલે સવારે સુરક્ષા જવાનો દ્વારા સંભાળી લેવાયા બાદ તમામ ડિસ્પેચીંગ સેન્ટરથી ઈ.વી.એમ. વી.વી.પેટ તેમજ અન્ય ચુંટણી સાહિત્ય સાથે ૬૫,૫૩૩ કર્મચારીઓનો ચૂંટણી સ્ટાફ રવાના થઈને સાંજ સુધીમાં મતદાન મથકોએ પહોંચી જશે.

સૌરાષ્ટ્રમાં તા.૯મીએ શનિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં સુચારૃં મતદાન પ્રક્રિયા માટે આજે આર.ઓ. કક્ષાએથી ચુંટણીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી. દરેક મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર ઝોનલ ઓફિસર, માઈક્રો ઓબ્ઝર્વર સહિત ઓછામાં ઓછા પાંચ વ્યક્તિનો પોલીંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. જે આવતીકાલે શુક્રવારે સાંજ સુધીમાં પોતાના મતદાન મથકોએ પહોંચીને મતદાન પ્રક્રિયા માટેની સંપૂર્ણ વ્યવ્થાને અંતિમ ઓપ આપી દેશે.

આજે પ્રચાર પડઘમ શાંત થવા સાથે ૪૮ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા માટે ચુંટણી તંત્ર અને વહવટી તંત્ર એકશનમાં આવી ગયું છે. રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટેનાં ૨૧૫૮ મતદાન મથકો ઉપર ૨૧૫૮ કર્મચારીઓનો પોલીંગ સ્ટાફ શુક્રવારે સવારે ચાર રીસિવીંગ (ડિસ્પેચ) સેન્ટરો ઉપર પહોંચીને ચુંટણી સાહિત્ય સાથે પોતાને સોંપેલા મતદાન બુથ પર જવા રવાના થશે. એ જ રીતે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પરનાં ૧૩૭૦ બુથ માટે ૭૦૦૦ જેટલા કર્મચારીઓ સજ્જ બન્યા છે. જયારે મોરબી જિલ્લામાં ૮૮૦ મતદાન મથકો ઉપર ૬૦૦૦ તો જામનગર જિલ્લામાં ૧૨૪૪ બુથ ઉપર ૬,૨૨૦ તથા દ્વારકા જિલ્લામાં ૬૪૫ મતદાન મથકો ઉપર ૩,૨૧૫ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં જોતરાશે.

અમરેલી જિલ્લામાં ૭,૬૦૦ સોમનાથ, જિલ્લામાં ૫,૨૫૦, પોરબંદર જિલ્લામાં ૨,૩૨૫, સુરેન્દ્રનગર જિલ્લામાં ૭,૨૦૦, ભાવનગર જિલ્લામાં ૯,૩૦૦ અને બોટાદ જિલ્લામાં ૨,૫૨૫ સરકારી કર્મચારીઓને ચુંટણી ફરજ સોંપવામાં આવી છે. જેઓ આવતીકાલે શુક્રવારે સવારે બેટીંગ મશીન સહિતનું ચુંટણી સાહિત્ય લઈ જવાથી માંડીને શનિવારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ડિસ્પેચીંગ સેન્ટરમાં પરત જમા કરાવવા સુધીની જવાબદારી સંભાળશે.

પોલીંગ સ્ટાફના કર્મચારીઓ

જિલ્લો કર્મચારી સ્ટાફ
રાજકોટ ૯,૮૯૮
મોરબી ૬,000
જામનગર ૬,૨૨0
દ્વારકા ૩,૨૧૫
જૂનાગઢ ૭,000
સોમનાથ ૫,૨૫0
અમરેલી ૭,૬00
પોરબંદર ૨,૩૨૫
સુરેન્દ્રનગર ૭,૨00
ભાવનગર ૯,૩00
બોટાદ ૨,૫૨૫
કુલ 65,533

વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


 

લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments