Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૨ની ચૂંટણીમાંં સૌરાષ્ટ્રમાં ૫૧૪ ઉમેદવારો પૈકી મહિલા હતી માત્ર ૨૫

-મહિલા સશક્તિકરણની વાતોનો રાજરમતમાં ઉડતો છેદ

- ૭ મહિલાઓ વિજેતા બની હતી તો ૩ જોરદાર ટક્કર આપીને હારી હતીઃ ૧૫ મહિલાઓએ ગુમાવી હતી ડિપોઝીટ

- ભાજપે ૯ તો કોંગ્રેસે ફકત ૨ મહિલાને આપી હતી ટિકિટઃ BSP-JDU-LJP તરફથી ૮ અને ૬ મહિલાઓએ અપક્ષ તરીકે નોંધાવી હતી ઉમેદવારી

રાજકોટ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
મહિલા સશક્તિકરણની વાતોનો રાજકારણમાં હંમેશા છેદ ઉડતો રહ્યો છે. મહિલા અનામત અને મહિલાઓને પુરૃષ સમોવડી ગણવાની નેતાઓ ગુલબાંગો ફુંકે છે, પણ રાજરમતમાં સ્થાન આપવાની વાત આવે એટલે નાકનું ટીચકું ચડાવી લે છે. સૌરાષ્ટ્રમાં ગત વિધાનસભા-૨૦૧૨ની ચુંટણીમાં જ ૫૧૪ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, તેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા ફક્ત ૨૫ હતી.

ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં રાજ્યની ૧૮૨ બેઠકો ઉપર કુલ ૧૬૬૬ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં ૧૫૬૯ પુરૃષ ઉમેદવારો સામે મહિલા ઉમેદવારો માત્ર ૯૭ હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર એમ સાત જિલ્લાની ૪૮ બેઠકો ઉપર ૫૧૪ ઉમેદવારો હતા. જેમાં મહિલાઓની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો રાજકોટમાં ૪, અમરેલીમાં ૩, જામનગરમાં ૭, જૂનાગઢમાં ૩, ભાવનગરમાં ૭ અને સુરેન્દ્રનગરમાં ૧ મળીને કુલ ૨૫ સ્ત્રી ઉમેદવારોએ રાજકાજ માટે લડત માંડી હતી. પોરબંદર જિલ્લામાં તો એક પણ મહિલા ઉમેદવારોએ જાહેર જીવનમાં આવવાની હિંમત કરી નહોતી.

સૌરાષ્ટ્રમાં ૨૦૧૨ની ચુંટણીમાં બેઠક વાઈઝ જોઈએ તો સૌથી વધુ ભાવનગર પૂર્વમાં ૩ મહિલાએ ઉમેદવારી કરી હતી. જ્યારે રાજકોટ ગ્રામ્ય, જામનગર દક્ષિણ, ખંભાળિયા, મહુવા, માંગરોળ, ધારીમાં ૨-૨ તેમજ રાજકોટ પશ્ચિમ, જેતપુર, જામનગર ગ્રામ્ય અને ઉત્તર, ભાવનગર પશ્ચિમ, જૂનાગઢ, તાલાલા, અમરેલી, વઢવાણમાં ૧-૧ સ્ત્રીઓ મેદાને હતી. બાકીની ૩૧ બેઠકો ઉપર તો એક પણ મહિલાને સ્થાન મળ્યું નહોતું.

રાજકીય પક્ષો તરફથી મહિલા સશક્તિકરણની વાતો થાય છે પણ ચુંટણીઓમાં ભૂલાઈ જાય છે. ૨૦૧૨ની ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપે સૌથી વધુ ૯ મહિલાઓને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ફક્ત ૨ મહિલાઓ ઉપર વિશ્વાસ રાખ્યો હતો. બહુજન સમાજ પાર્ટી અને જનતા દળ (યુ)એ ત્રણ-ત્રણ તો લોક જનશક્તિ પાર્ટીએ બે મહિલાઓને ચુંટણી જંગમાં ઉતારી હતી. જ્યારે છ મહિલાઓ અપક્ષ તરીકે મેદાને ઉતરી હતી. બીજી તરફ મતદારોનો મીજાજ પણ પુરૃષ પ્રધાન હોય એમ ૧૫ મહિલા ઉમેદવારોને તો ડિપોઝીટ બચી શકે એટલા પણ મત મળ્યા નહોતા. ભાજપ તરફી સાત મહિલા ઉમેદવારો જ વિજય-વાવટો ફરકાવવામાં સફળ રહી હતી. જ્યારે ત્રણ મહિલાઓ જોરદાર લડત આપીને હારી હતી.

ભાજપનાં સાત મહિલા ઉમેદવારોની થઈ'તી જીત

બેઠક

ઉમેદવાર

મળેલા મત (ટકાવારી)

રાજકોટ રૃરલ

ભાનુબેન બાબરીયા

૫૭૭૫૩ (૩૮.૬૧%)

વઢવાણ

વર્ષાબેન દોશી

૮૩૦૪૯ (૫૧.૩૯%)

જામનગર દક્ષિણ

વસુબેન ત્રિવેદી

૫૫૮૯૪ (૪૬.૧૬%)

ખંભાળિયા

પુનમબેન માડમ

૭૯૦૮૭ (૫૦.૧૩%)

મહુવા

ભાવનાબેન મકવાણા

૫૭૪૯૮ (૪૭.૨૮%)

તળાજા

ભારતીબેન શિયાળ

૬૬૩૫૭ (૫૨.૨૯%)

ભાવનગરપૂર્વ

વિભાવરીબેન દવે

૮૫૩૭૫ (૫૯.૧૫%)




કોંગ્રેસનાં બે, ભાજપનાં એક હારેલા ઉમેદવારો

બેઠક

ઉમેદવાર

પક્ષ

જેતપુર

જશુબેન કોરાટ

ભાજપ

માંગરોળ

ચંદ્રીકાબેન ચુડાસમા

કોંગ્રેસ

ધારી

કોકીલાબેન કાકડીયા

કોંગ્રેસ

 

Post Comments