Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂનાગઢ જિલ્લાના જળાશયોમાં માત્ર ૨૦ ટકા પાણીનો જથ્થો

- કાળઝાળ ઉનાળો બાકી છે ત્યારે

- સૌથી વધુ ઓઝત વિયર ડેમમાં ૪૭ ટકા પાણી તો સૌથી ઓછામાં પ્રેમપરા ડેમ સાવ ખાલીખમ: જળસંકટના એંધાણ

તમામ પાણીનો જથ્થો પીવા માટે અનામત: એક માત્ર ધ્રાફડ ડેમને રીપેરીંગ માટે ખાલી કરવાનો હોવાથી સિંચાઇ માટે અપાશે પાણી
ગોંડલ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

જૂનાગઢ જિલ્લામાં આવેલા જળાશયોમાં સરેરાશ ૨૦ ટકા પાણીનો જથ્થો રહ્યો છે તે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે. એક માત્ર ધ્રાફડ ડેમના લીકેજ દરવાજા રીપેર કરવા માટે માંગણી આવ્યે સિંચાઇ માટે પાણી આપી ખાલી કરવામાં આવશે.
ગત ચોમાસામાં ઓછા વરસાદને કારણે મોટાભાગના જળાશયો ખાલી રહ્યા હતા. અને સમય પસાર થતા જળસ્તર ઘટવા લાગ્યા હતા. અને ઉનાળાના આરંભે જિલ્લાના જળાશયોમાં સરેરાશ ૨૦ ટકા જેટલો પાણીનો જથ્થો રહ્યો છે. તેમાં સૌથી વધુ ઓઝત (આણંદપુર)માં ૪૭ ટકા છે.

જિલ્લાના જળાશયોમાં પાણીના જથ્થાની ટકાવારી ઉપર દ્રષ્ટિ કરીએ તો મધુવંતી ૨૫ ટકા, આંબાજળ ૨૩ ટકા, ઝાંઝેશ્રી, ૬ ટકા, ઉબેણ ૩ ટકા, ધ્રાફડ ૧૨.૫ ટકા, ગળથ ખાલી, ઓઝત વિયર (શાપુર) ૪૭ ટકા, ઓઝત-૨ ૩૬.૫૭ ટકા, ઓઝત (વંથલી) ૫.૧૧ ટકા, ગુજરીયા ૬.૮૧ ટકા, સાવલી ૧૮.૫૧ ટકા, વૃજમી ૨.૫૩ ટકા, બાંટવા ખોરી ૧૭.૫૨ ટકા, હસ્નાપુર ૪૩ ટકા અને પ્રેમપરા ખાલી છે.

જિલ્લાના ઉપરોક્ત જળાશોયમાં રહેલ પાણીના જથ્થાને પીવા માટે અનામત રાખવામાં આવેલ છે. તેમાં ઓઝત વિયર આણંપુર, ઓઝત-૨, ઓઝત વંથલી, બાંટવા ખારો અને હસ્નાપુરમાંથી પીવા માટે પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.
જ્યારે જિલ્લા પાણી પુરવઠા સુત્રોના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી મળી રહેલું હોવાથી કોઇ સ્થળે ટેન્કર શરૃ કરાયા નથી. પરંતુ આગામી દિવસોમાં નર્મદાના નીરની જરૃર ઉભી થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

જૂનાગઢ મહાનગરમાં ઉનાળાના આરંભે પીવાના પાણીની સમસ્યા ગંભીર વળાંક લે તેવી ભીતિને પગલે એકાંતરાને બદલે દર ત્રીજા દીવસે પાણી વિતરણ કરાય છે. તેમજ નગરના ચાર વોર્ડોમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા અથવા ઓઝત-૨ ઉપર પાણીનો આધાર રાખવો પડે તેમ છે તેમ મનપા સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments