Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટના કોઠારીયા-વાવડી અને ૮૪ ગામોમાં ૪ દિવસનો પાણીકાપ

- હડાળાથી આજીની પાઈપનું સરકારી તંત્રે રિપેરીંગનું મુહુર્ત કાઢતા

- કોઠારીયા-વાવડી રાજકોટના જ વોર્ડ નં.૧૮,૧૨ના વિસ્તારો છતાં મનપા પાસે આજી ડેમથી તેમને પાણી આપવાની નથી વ્યવસ્થા!

રાજકોટ, 13 જાન્યુઆરી 2018,શનિવાર

હડાળાથી આજી ડેમ અને કોઠારીયા વાવડી વિસ્તાર સુધી આવતી પાઈપલાઈનમાં રિપેરીંગનું કારણ આપીને કૂલ ૮૪ ગામોને અને રાજકોટના વોર્ડ નં.૧૨,૧૮માં આવતા વાવડી-કોઠારીયાના વિસ્તારોમાં તા.૧૬થી ૧૯ જાન્યુઆરી સુધી પાણીકાપ ઝીંકી દેવાયો છે.

મનપા સૂત્રો અનુસાર કોઠારીયા ઝોનમાં તિરુપતિનગર, કોઠારીયા ગામતળ, સ્વાતિ સોસાયટી, નારાયણનગર એ ચાર પંપીંગ સ્ટેશન વિસ્તારના લત્તાઓને તથા વોર્ડ નં.૧૨ના વાવડી ઝોનના શક્તિનગર, રસુલપરા, ગૌતમબુધ્ધનગર, વાવડી ગામ આંગનસિટી પંપીંગના લત્તાઓને તા.૧૬-૧-૧૮થી ચાર દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે. આ કાપ મનપાએ નહીં પણ જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા પાણી પૂરવઠો બંધ રહેવાનો હોય મુકાયાનું મનપાએ જાહેર કરી દીધું છે.

પરંતુ, તપાસ કરતા આ પાણીકાપ માટે આડકતરી રીતે કાર્યક્રમ પ્રેમી અને કાર્યમાં ઢીલી મનપાના સત્તાધીશો પણ જવાબદાર છે. કોઠારીયા વાવડી હવે રાજકોટ મહાનગરનો જ હિસ્સો છે. ઉપરોક્ત પાઈપલાઈનમાં બે વર્ષથી રિપેરીંગ ન કરાયું હોય જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા આ કામગીરી હવે હાથ ધરાતા તે બંધ થશે પણ બીજી તરફ એ હકીકત છે કે આજી ડેમમાં તો ૫૦૦ એમ.સી.એફટી.નો જળસંગ્રહ છે જ. આ પાણીથી રાજકોટના આજી ઝોન સહિતના અનેક લત્તાઓમાં વિતરણ ચાલુ રહેશે પણ મનપાએ આટલા વર્ષોમાં આજી ડેમથી કોઠારીયા-વાવડી સુધી પાણી પહોંચાડવા કોઈ નેટવર્ક જ ઉભું કર્યું નથી!

જી.ડબલ્યુ.આઈ.એલ.ના સૂત્રો અનુસાર હડાળાથી પાઈપલાઈન મારફત આજી માટે અગાઉ દૈનિક ૧૨ કરોડ લિટર પાણી મોકલાતું અને તે હાલ બંધ છે. જ્યારે ૮૪ ગામોની જૂથ યોજના માટે દૈનિક ૩ કરોડ લિટર પાણી મોકલાતું રહ્યું છે જે ચાર દિવસ માટે બંધ કરાશે. સૂત્રોએ ઉમેર્યુ કે આખી પાઈપલાઈન ખાલી કરતા જ દોઢ દિવસ થશે અને ત્યારબાદ તેની મરમ્મત કરીને ભરવામાં સમય લાગશે જેથી ચાર દિવસનો મીનીમમ કાપ મુકાયો છે અને ટેન્કર વગેરેની વ્યવસ્થા થઈ શકે તે માટે સંબંધિત સત્તાવાળાઓને અગાઉથી જાણ કરી દેવાઈ છે.

બીજીતરફ મનપાએ કોઠારીયા-વાવડીની ૩૫ હજાર મિલ્કતોની આકારણી કરીને તેમને જ્યારથી મિલ્કત બની ત્યારથી વેરો આકારીને આશરે રૃ।.૨૫ કરોડના ટેક્સબિલો મોકલવાનું પણ શરુ કર્યું છે. આ વિસ્તારમાં ૧૫ હજારથી વધુ નળજોડાણોનો અંદાજ છે પણ તેમાંના ઘણા મનપાના રેકોર્ડ પર નથી.

Post Comments