Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરમાં એક સપ્તાહથી કાતિલ ઠંડીમાં ઠુંઠવાતુ જનજીવન

-સતત ધમધમતા રાજમાર્ગો ઉપર વહેલી સવારે અને મોડી સાંજ બાદ કુદરતી ફરફ્યું

જામનગર, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

જામનગર શહેર - જિલ્લામાં લગભગ એકાદ સપ્તાહથી કડકડતી ઠંડીનો દૌર શરૃ થયો છે. જેમાં આજે લઘુતમ તાપમાનનો પારો લગભગ સવા ડીગ્રી ઊંચકાતા ૮.૩ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેમાં આંશિક રાહત વચ્ચે પણ લોકોએ તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં સતત પાંચ દિવસ સુધી લઘુમત તાપમાન સાત ડીગ્રી આસપાસ રહ્યા બાદ આજે પારો સવા ડીગ્રી ઊંચકાયો હતો. જેના પગલે જનજીવને થોડી રાહત અનુભવી હતી. જો કે, હજુ પણ સીંગલ ડીઝીટમાં રહેલું તાપમાન જનજીવનને ધુ્રજાવી રહ્યું છે.

જામનગર શહેર - જિલ્લામાં પોષ માસના પ્રારંભ સાથે જ શિયાળો અસલ મિજાજ દર્શાવી રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચેક દિવસ સુધી તો કાતિલ ઠંડીના મોજાના કારણે લોકો રીતસર ધુ્રજી ઉઠયા હતા. સાત ડીગ્રીની આસપાસ સ્થિર રહેલા ન્યુનતમ તાપમાનના પગલે છવાયેલા ઠંડીના મોજાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

ખાસ કરીને જાહેરના સતત ધમધમતા રાજમાર્ગો પર પણ વહેલી સવારે અને મોડી સાંજ બાદ ચહલપહલ નહીંવત જોવા મળતી હતી. સાથોસાથ શેરી - ગલીઓની હાલત પણ દયનીય બની જાય છે.

હાલારમાં સતત સીંગલ ડીઝીટમાં રહેલા લઘુતમ તાપમાનની સાથે સાથે પંદરથી વીશ કિ.મી.ની ઝડપે ફુંકાતા બર્ફિલા પવનનાં કારણે વાતાવરણ મહ્દઅંશે ઠંડુગાર રહે છે. જામનગરમાં આજે સવારે આઠ વાગ્યે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૬.૭ ડીગ્રી નોંધાયું હતું.

જયારે ભેજનું પ્રમાણ ત્રીસથી સીતેર ટકા અને પવનની ઝડપ દશથી વીશ કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. જામનગર સહિત હાલારભરમાં આગામી દિવસોમાં પણ કોલ્ડ વેવ યથાવત રહેવાના નિર્દેશ હવામાન વિભાગમાંથી સાંપડી રહ્યા છે.

Post Comments