Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.માં ગાંડો વિકાસ? નવુ ટ્રાન્ઝીટ હાઉસ ઉભુ કરવા 2.86 કરોડ મંજૂર

-વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલા વિકાસ ફંડના નાણાંનું બાંધકામ પાછળ આંધણ

રાજકોટ,તા.11 સપ્ટેમ્બર 2017, સોમવાર

સૌરાષ્ટ્ર યુનિ.માંથી વિદ્યાર્થીઓના સર્વાંગીય વિકાસ માટે ઉઘરાવવામાં આવતા નાણાંના ઉપયોગ વિદ્યાર્થી વિકાસલક્ષી પ્રવૃતિઓમાં થવો જોઈએ. પરંતુ વિકાસ પાછળની ગાંડીદોટને કારણે આ પ્રકારનાં હેતુને વિસરી જઈને સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામો ઉભા કરવામાં આવી રહ્યાં છે.

વિદ્યાર્થીઓની ગ્રાન્ટના પૈસા ઉમેરી આજે એસ્ટેટ કમીટીની બેઠકમાં રૂ. 2.86 કરોડના ખર્ચે નવું ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસ ઉભુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આજરોજ એસ્ટેટ કમીટીની બેઠકમાં યુનિ.ના બાંધકામના કામોને મંજૂરી આપવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા મળે તે માટે યુનિ. કેમ્પસ ઉપર ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસ ઉભુ કરવામાં આવ્યું છે.

 12 રૂમનાં આ બિલ્ડીંગની હાલત ભંગાર બનતી જાય છે તેથી નવું ટ્રાન્ઝીટ હાઉસ રૂ 2.86 કરોડના ખર્ચે ઉભુ કરવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રૂ 2 કરોડ 25 લાખ જેવી રકમ વિદ્યાર્થીઓએ આપેલા વિકાસ ફંડમાંથી વાપરવામાં આવશે.

એ જ રીતે આજે નેનો સાયન્સના નવા બિલ્ડીંગ માટે રૂ. 3,27,1,893 મંજૂર કરવામાં આવ્યા હતાં. યુનિ. કેમ્પસમાં રૂ 9 કરોડનાં ખર્ચે નવું ઓડીટોરિયમ બનાવવાનું આયોજન કરાયું છે. જેનું ટેન્ડર હવે ફાઈનલ થશે.

જયારે યુનિ.ની ફરતે 7 કિ.મી.ની ફેન્સીંગ વોલ ઉભી કરવા માટે જે રૂ. 5 કરોડનું કામ હતું તે ધીમી ગતિએ ચાલતુ હોવાથી શ્રીજીકૃપા નામની એજન્સીને રવાના કરી હવે નવી એજન્સીને રવાના કરી હવે નવી એજન્સી ફાઈનલ કરવામાં આવી છે.

આજની બેઠકમાં રૂ. 35 લાખના ખર્ચે એમબીએ ભવનમાં નવી લાયબ્રેરી ઉભી કરવાના કામને તેમજ રૂ 5 લાખ 75 હજારનો સ્પોર્ટસ કોમ્પલેકસનો વાર્ષિક મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ મંજૂર કરાયો હતો.

યુનિ. કેમ્પસ પર રમતગમતનાં કોચની જગ્યાઓ ખાલી પડી છે. પણ ટેનીસકોર્ટ, હોકી, બાસ્કેટ બોલ ફૂટબોલના આધુનિક મેદાનો તૈયાર થઈ જતાં બાંધકામો પાછળ છૂટા હાથે લાખો રૂ.ની લ્હાણી કરવામાં આવી રહી હોવાની છાપ ઉભી થઈ છે.

Post Comments