Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખંભાળિયામાં વર્લીનો જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા, ચાર ફરાર

- ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સ ટીમનો દરોડો

- સરાજાહેર મોટા પાયે રમાતો હતો જુગાર, ૮૯ હજારનો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી

ખંભાળિયા,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ખંભાળિયામાં ગત સાંજે જાહેરમાં રમાતા જુગાર પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં દશ શખ્સોને રૃા. ૯૦ હજાર જેટલા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે ચાર શખ્સો નાશી જવામાં સફળ થયા હતા.

અહિંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં જાહેરમાં મોટા પાયે રમાતા વર્લી- મટકાનાં જુગાર પર સ્ટેટ મોનીટરીંગ સેલનાં સ્ટાફે પાડેલા દરોડામાં અહિંના હિતેશ વલ્લભદાસ ગોકાણી, કિરીટ ગોરધનદાસ રાયાણી, ચનાભાઈ નારણભાઈ ડારૃ, પ્રકાશ કેશવલાલ સંપટ, ભરત બાબુલાલ પંચાલા, નથુભાઈ રામાભાઈ માતંગ, વીર કારાભાઈ લાઢવા, હસમુખ દેવરાજભાઈ મધુડીયા અને શનિ વિનુભાઈ ચુનારા નામના દશ શખ્સોને જાહેરમાં વર્લી-મટકાના આંકડા પર જુગાર રમતાં ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા વર્લી ભક્તો પાસેથી પોલીસે રૃા.૮૩,૩૪૦ ની રોકડ રકમ તથા રૃા.૬ હજારની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન ઉપરાંત વર્લીનું સાહિત્ય હિસાબો સાથે કુલ રૃા. ૮૯,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ દરોડામાં અહિંનો વિજય ઉર્ફે  ભોલો વિનોદભાઈ સાયાણી તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો નાશી ગયા હવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મોનીટરીંગ સેલનાં હેડ કોન્સ.દિનેશભાઈ ભીમાણીની ફરિયાદ પરથી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહિંના પી.એસ.આઈ. એન.આઈ. રાઠોડે હાથ ધરી છે.

Post Comments