Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રમાં 12 બેઠકો ઉપર 5000થી પણ ઓછા મતથી થઈ હતી હાર-જીત

- 8 બેઠકો ઉપર કોંગ્રેસ, 3 બેઠકો ઉપર ભાજપ, 1 બેઠક ઉપર જીપીપીએ માંડ - માંડ ફરકાવ્યો હતો વિજય - વાવટો

રાજકોટ, તા.8 નવેમ્બર 2017,બુધવાર

પ્રતિષ્ઠાનો જંગ બની જાય એવી ચૂંટણીમાં બળુકા ઉમેદવારો સામ-સામે આવી જાય તો  કાંટે કી ટક્કર થયા વિના રહેતી નથી. ગત વિધાનસભાની  ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ૪૮ પૈકી ૧૨ બેઠકો ઉપર  દિલધડક ટક્કર થતા ૫૦૦૦ થી પણ ઓછા મતોથી  હારજીત થઈ હતી. આ ૧૨ બેઠક પૈકી ૮ બેઠક પર કોગ્રેસનો, ૩ બેઠક પર ભાજપનો અને ૧ બેઠક  પર જીપીપીનો વિજય થયો હતો.

ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લાની ૪૮ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપને ૩૧ અને કોંગ્રેસને ૧૪ બેઠકો મળી હતી. જ્યારે ગુજરાત પરીવર્તન પાર્ટી (જીપીપી)એ ૨ તેમજ એનસીસીને ૧ બેઠક હતી. ૪૮ પૈકી ૧૨ બેઠકો ઉપર હારજીતની જોરદાર કશ્મકશ થઇ હતી.

સૌથી ઓછા માત્ર ૧૪૭૮ મતોની સરસાઇથી તાલાલા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ત્યારબાદ લીંબડીમાં ૧૫૬૧ મતોથી કોંગ્રેસ અને ધારીમાં ૧૫૭૫ મતોથી જીપીપીનાં ઉમેદવારે જીતીને બાજી પલ્ટાવી હતી. સોમનાથમાં ફકત ૨૦૯૬ મતોથી, લાઠીમાં ૨૭૬૪ મતોથી અને ધોરાજીમાં ૨૯૪૩ મતોથી કોંગ્રેસનો વિજય થયો હતો.

એ જ રીતે મોરબીમાં ૨૭૬૦ મતો, જામનગર દક્ષિણમાં ૨૮૬૨ મતો અને સાવરકુંડલામાં ૨૩૮૪ મતોથી જ ભાજપ મહામુસીબતે ભગવો લહેરાવી શકયો હતો. રાજકોટ પૂર્વમાં ૪૨૭૨ મતો, જામનગર રૃરલમાં ૩૩૦૪ મતો, માણાવદરમાં ૪૪૦૨ મતોની લીડથી કોંગ્રેસનાં ઉમેદવારોએ જીતીને હરીફ ભાજપને દિલધડક પરાજય આપ્યો હતો.

Post Comments