Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#પદ્માવત : રાજકોટમાં આજે પોલીસને 'સ્ટેન્ડ ટુ' રહેવાનો આદેશ

-બુધવાર રાતથી જ શહેરભરમાં પોલીસે પેટ્રોલીંગ શરૃ કરી દીધું

રાજકોટ, તા.24 જાન્યુઆરી 2018,બુધવાર

દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા જેની સામે વિરોધ કરાઈ રહ્યો છે તે પદમાવત ફિલ્મ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. તેના વિરોધમાં અપાયેલા બંધના એલાન સંદર્ભે પ્રવર્તતી અવઢવ વચ્ચે આવતીકાલે રાજકોટમાં પોલીસને 'સ્ટેન્ડ ટુ'નો આદેશ અપાયો છે. જો કે આજ રાતથી જ શહેરભરમાં પોલીસે ધનિષ્ઠ પેટ્રોલીંગ શરૃ કરી દીધું હતું.

પદમાવતના વિરોધમાં આવતીકાલે ભારત બંધ અને જનતા કર્ફ્યુનું એલાન કરણી સેનાએ આપ્યું હતું. ત્યારબાદ સમાધાન થઈ જતા બંધનું એલાન પાછું ખેંચાઈ ગયું હતું. આ સંદર્ભે રાજકોટ આવતીકાલે બંધ રહેશે કે કેમ તે બાબતે અવઢવ પ્રવર્તી રહી છે.

બીજી તરફ પોલીસે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે. આવતીકાલે શહેરભરમાં પોલીસ અને એસઆરપીનો ચૂસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ ગોઠવાયું છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું આવતીકાલે પોલીસને સ્ટેન્ડ ટુનો આદેશ આપી દેવાયો છે. જો કે આજ રાતથી જ શહેરભરમાં પોલીસ પેટ્રોલીંગ શરૃ કરશે.
આવતીકાલે પણ શહેરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત રહેશે. દરેક પોલીસ મથકનો સ્ટાફ પોતપોતાના વિસ્તારમાં બંદોબસ્ત જાળવશે. ઉપરાંત ધનિષ્ઠ પેટ્રોલીંગ કરશે.

ક્રાઈમ બ્રાંચ, એસઓજી જેવી બ્રાન્ચો અને સ્ક્વોડ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. એટલું જ નહીં એસઆરપીની ત્રણ કંપનીના જવાનોને પણ બંદોબસ્તમાં રાખવામાં આવશે.
આમ આવતીકાલે શહેર બંધ રહે કે રહે પોલીસે તમામ સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે. જો કે પદમાવત ફિલ્મને પ્રદર્શિત નહીં કરવાનો તમામ સિનેમા માલીકોએ નિર્ણય લીધો હોવાથી શહેરમાં આવતીકાલે શાંતિ રહે તેવી પોલીસને આશા છે.

આમ છતાં તમામ સિનેમાઘરો અને મોલ્સ આસપાસ પોલીસ આવતીકાલે ધનિષ્ઠ પેટ્રોલીંગ કરશે. પદમાવતના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી શહેરમાં ચક્કાજામ, ટાયર સળગાવવાની છૂટીછવાઈ ઘટનાઓ સિવાય એકંદરે શાંતિ રહી છે.

Post Comments