Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં પાસની બેઠકમાં ભાજપ વિરૃદ્ધ ઘડાયા પ્રચારના કાર્યક્રમો

- કોંગ્રેસના ધારાસભ્યની સોસાયટીનાં હોલમાં યોજાઈ મિટીંગ

- ૧૯મીએ ધ્રોલમાં સભા, ૨૦મીએ ગોંડલ પંથકમાં રોડ શો અને ચોક પે ચર્ચા, નવે.ના અંતમાં રાજકોટમાં થશે મહાસભા

રાજકોટ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસની ફોર્મ્યુલા ઉપર વિચારણાં ચાલી રહી છે, તેવા સમયે રાજકોટમાં આજે સૌરાષ્ટ્રભરના પાસ કન્વીનરો, હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ વિરૃદ્ધ પ્રચારના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા.

આ બેઠક કોંગ્રેસના ધારાસભ્યની સોસાયટીના હોલમાં મળી હતી, જેનો સંકેત સાફ હતો. કોંગ્રેસ અને પાસનાં પોલિટિકલ સેટિંગ મુદ્દે વ્યાપક ચર્ચાઓ છે, ટિકિટ ફાળવણી સહિતની બાબતો અંદરખાને ચાલતી હોવાનું કહેવાય છે. જો કે, પાસના સત્તાવાર સૂત્રો આનું ખંડન કરતા કહે છે, આજની બેઠક માત્ર અને માત્ર સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલની ઉપસ્થિતીમાં યોજાનારા કાર્યક્રમો નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી.  શહેરમાં અન્યત્ર હોલ મળતો ન હોવાથી કોંગ્રેસના ધારાસભ્યની સોસાયટીનો હોલ ભાડે રાખ્યો હતો.

પાસનાં કન્વીનર બ્રિજેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજની બેઠકમાં નક્કી થયા મુજબ ૧૯મીએ ધ્રોલમાં તથા ૨૦મીએ ગોંડલમાં સભાનું આયોજન કરાયું છે. ગોંડલ તાલુકાના ૨૦ ગામોમાં રોડ-શો તથા ચોક પે ચર્ચાના કાર્યક્રમો યોજવામાં આવશે.

નવેમ્બરનાં અંતમાં રાજકોટમાં સૌરાષ્ટ્રભરના પાટીદારોની સભા યોજાશે. બીજી ડિસેમ્બરે જૂનાગઢમાં સભાનું આયોજન કરાયું છે. દરમ્યાન અમરેલી, જામનગર, ભાવનગર, તાલાલા, ગિર સોમનાથના શહેરી વિસ્તારોમાં સભા યોજાશે. આગામી ચૂંટણી સુધી પાસ દ્વારા ભાજપ સામે વિરોધાત્મક કાર્યક્રમો અપાતા રહેશે.

રાજકોટમાં આજે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્રભરના ૩૫૦ જેટલા પાસ કન્વીનરો, હોદ્દેદારો, સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Post Comments