Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં આજથી ૩૫ હજાર ટીકીટનો ખજાનો ખુલ્લો મુકાશે

- સૌરાષ્ટ્રની અનેક ઐતિહાસિક પ્રતિભાઓના ટીકીટમાં થશે દર્શન

- ટીકીટમાંથી આવશે કોફીની સુંગંધ; જૂના સિક્કા અને સ્ટેમ્પ પણ પ્રદર્શનમાં મુકાશે

આજે ખંઢેરીના ક્રિકેટ સ્ટેડીયમની અને કાલે પ્રદ્યુમન પાર્કની પ્રતિકૃતિ દર્શાવતો પોસ્ટલ કવરને રીલીઝ કરાશે : બે દિ' સુધી પ્રદર્શન

રાજકોટ, શુક્રવાર તા. 11 નવેમ્બર 2017
આઝાદી પૂર્વની અને આઝાદી પછીની ટીકીટનો સંગ્રહ એ સ્ટેમ્પ પ્રેમી લોકોમાં શોખ તરીકે સૈકાઓથી પ્રચલિત રહ્યો છે. રાજકોટના આંગણે આ સ્ટેમ્પ પ્રેમી લોકોના સહયોગથી પોસ્ટલ તંત્ર દ્વારા આવતીકાલ તા.૧૧થી બે દિવસનું ટીકીટ પ્રદર્શન આર્ટગેલેરી ખાતે ખુલ્લુ મુકાશે જેમાં સૌરાષ્ટ્રની અનેક ઐતિહાસિક પ્રતિભાઓના દર્શન કરાવતી ટીકીટ સહિત કુલ ૩૫ હજારથી વધુ જુની નવી ટીકીટો જોવા મળશે. આ ટીકીટ પ્રદર્શન દરમિયાન રાજકોટના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડીયમ અને પ્રદ્યુમન પાર્કની રૃા. ૫ની ટીકીટવાળા કવર પણ રીલીઝ કરવામાં આવશે.

રાજકોટમાં રેસકોર્સ સ્થિત આર્ટગેલેરી ખાતે આવતીકાલ તા.૧૧ના સવારે ૧૦ વાગ્યે ટીકીટ સંગ્રહકો દ્વારા જે ટીકીટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તેની વિગતોના સંદર્ભમાં આજે પોસ્ટલ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટરો વિનુમાંકડ, જામરણજીતસિંહજીની ટીકીટો એ સમયે ભારત સરકારે બહાર પાડી હતી. રાજાશાહી સમયકાળમાં જુદા જુદા રજવાડાઓના તેમજ વિવિધ પ્રકારના રાજકીય ચિહ્નો દર્શાવતી ટીકીટો ચલણમાં હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર દર્શાવતી અનેક ટીકીટો પ્રદર્શિત થઈ છે. તેના માટે પ્રદર્શનમાં અલગ વિભાગ ઉભો કરવામાં આવ્યો છે. આર્ટગેલેરીની બહાર ટીકીટ સંગ્રહકો માટે જે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમાં જુની ટીકીટ ઉપરાંત જુના પોસ્ટકાર્ડ, વર્ષો જૂના ચલણી સિક્કા સ્ટેમ્પ પણ એવા મળશે. એક સમયે પોસ્ટલ વિભાગ દ્વારા રૃા ૧૫ની ફુલોની સુગંધ દર્શાવતી જે ટીકીટો બહાર પાડી હતી તે પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. રૃા ૧૦૦ની ટીકીટમાં કોફીની તસવીર સાથે કોફીી સુગંધ ્નુભવી શકાય છે.

લોકોમાં ટીકીટનો શોખ પ્રચલિત બને તે હેતુથી ટીકીટ સંગ્રહકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જેના કારણે બે દિવસ સુધી ૩૫ હજારથી વધુ જુની નવી ટીકીટો લોકોને જોવા મળશે તા.૧૧ના ખંઢેરીના ક્રિકેટ સ્ટેડીયમની તસ્વીર દર્શાવતી અને તા.૧૨ના પ્રદ્યુમન પાર્કની તસવીરવાળી રૃા ૫ની ટીકીટ સાથેનું કવર રીલીઝ કરવામાં આવશે. રાજકોટના આંગણે આયોજિત આ પ્રદર્શન માટે મોહનદાસ ગાંધી વિદ્યાલયની તસવીર લોગા માટે પસંદ કરવામાં આવી છે. આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં ૨૫૦થી વધુ રજવાડાઓ હતા. દરેક સ્ટેટની અલગ ઓળખ દર્શાવતી ટીકીટ પ્રદર્શનનું અનોખુ સંભારણું બની રહેશે.


'માય સ્ટેમ્પ'નો સ્ટોલ ઉભો કરાશે
પોતાના ફોટાવાળી ટીકીટ કોમ્પ્યુટર બનાવી આપશે

રાજકોટ, શુક્રવાર
રાજકોટના રેસકોર્સમાં આર્ટગેલેરી ખાતે જે પોસ્ટલ સ્ટેમ્પનું પ્રદર્શન ઉભુ કરવામાં આવ્યું છે ત્યાં માય સ્ટેમ્પ નામનો સ્ટોલ પોસ્ટલ વિભાગ દવારા ઉભો કરવામાં આવ્યો છે. જયાં વ્યક્તિ પોતાની તસવીર વાળી સ્ટેમ્પ પણ કોમ્પ્યુટરની મદદથી બનાવી શકશે. માયસ્ટેમ્પ વિભાગમાં અલગ અલગ ઐતિહાસિક ઈમારતો અને જાણીતા સ્થળોની પાસે કોઈપણ વ્યક્તિની તસવીર મુકી ટીકીટ બનાવી શકાશે. તેમ પોસ્ટલ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
 

Post Comments