Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક માસમાં રાજકોટ જિલ્લામાં ૧૭, મોરબીમાં પાંચ બાળલગ્ન અટકાવાયા

- સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?

- નાકરાવાડીમાં અટકાવવામાં આવ્યા વધુ એક બાળલગ્ન

રાજકોટ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

૨૧મી સદીનું ભારત હજુ ૧૯મી સદીમાંથી બહાર નીકળ્યું નથી. દેશમાં થઈ રહેલો આર્થિક વિકાસ માનસિક પછાતપણામાંથી ઉગારવામાં મદદગાર સાબિત થઈ રહ્યો નથી. સમાજ કોઈ જુદી જ દિશામાં જઈ રહ્યો છે. છેલ્લા એક માસમાં રાજકોટમાં ૧૭ અને મોરબીમાં પાંચ બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે. આજે નાકરાવાડીમાં એક બાળલગ્ન રોકવામાં આવ્યા હતા.

નાકરાવાડી, સાત હનુમાન મંદિરની પાછળ રહેતા એક પરિવારની પુત્રીના લગ્ન બેડી મુકામે રહેતા યુવક સાથે થવાના હતા. આ લગ્ન કાયદેસર ન હોવા વિશે સમાજ સુરક્ષા વિભાગને ફરિયાદ મળી હતી. સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા અને પોલીસ આજે લગ્ન સ્થળે પહોંચ્યા હતા અને દીકરા-દીકરી બંનેના જન્મ તારીખના દસ્તાવેજો તપાસવા માટે માગ્યા હતા. છોકરા-છોકરી બંનેની ઉંમર ૧૭-૧૭ વર્ષ માલૂમ પડી હતી. લગ્ન માટે દીકરાની ઉંમર ૨૧ વર્ષ અને દીકરીની ઉંમર ૧૮ વર્ષ હોવી જરૃરી છે. પુખ્ત થયા પહેલા જ પરણવા જઈ રહેલા આ તરુણ-તરુણીની અટકાયત કરી લગ્ન રોકી દેવામાં આવ્યા હતા. તેમને સ્પેશ્યલ હોમ ખાતે રાખવામાં આવ્યા છે.

૧૫મી જાન્યુઆરીથી એટલે કે કમુરતા ઊતર્યા ત્યારથી આજ સુધીમાં એટલે કે માત્ર ૨૫ દિવસમાં ૨૨ બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે. આ આંકડો દેખાડે છે કે આપણા સૌરાષ્ટ્રના સમાજોમાં ભણવાની ઉંમરમાં લગ્ન કરી દેવાનું દૂષણ કેટલું વ્યાપક છે. જસદણમાં એક, રાજકોટ શહેરમાં છે, ઠેબચડામાં ૧, બારમણમાં-૧, નાકરાવાડીમાં ૨ અને ગોંડલના નાના ઉમવાડા ગામ ખાતે છ અને મોરબીમાં પાંચ બાળલગ્ન રોકવામાં આવ્યા છે. શહેર કરતા ગામડાંમાં બાળલગ્નનું દૂષણ વધારે છે. આ કુપ્રથાને આપણે ક્યારે તિલાંજલિ આપીશું?

Post Comments