Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેશોદમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને કારખાનાને મારી દીધા તાળાં

- યુવાને ધંધામાં ખોટ જતા ૧૮ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા

- ૧૮ લાખના ૨૨.૭૮ લાખ ચુકવી દીધા હતાં ૧.૪૦ કરોડની માંગ કરતા ચાર શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ, તા.૧૦ શુક્રવાર, નવેમ્બર 2017
કેશોદમાં રહેતા એક યુવાને ધંધામાં ખોટ જતા ૧૮ લાખ રૃપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા. બાદમાં ૨૨.૭૮ લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ ૧.૪૦ કરોડ માંગી પઠાણી-ઉઘરાણી કરી કારખાનામાં બળજબરીથી તાળા મારી દઈ ધમકી આપ્યાની ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદમાં કૃષ્ણનગર કમ્પાઉન્ડ વિસ્તારમાં દિપક ટોકીઝવાળી શેરીમાં રહેતા મુકેશભાઈ છગનભાઈ ચોવટીયા (ઉ.વ. ૩૫)એ ધંધામાં ખોટ જતા પૈસાની જરૃર હોવાથી એભા કરસન મળીયાસીયા પાસેથી અલગ-અલગ તારીખે ત્રણ ટકા લેખે ૧૮ લાખ રૃપીયા વ્યાજે લીધા હતા. તે રકમના વ્યાજ સાથે ૨૨.૭૮ લાખ રૃપીયા ચુકવી દીધા છતાં બમણુ વ્યાજગણી ૧.૪૦ કરોડની માંગણી કરી હતી અને અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપી હતી. બાદમાં એભા કરસન મુળીયાસીયા, કરણ ઓડેદરા, દુષ્યંતસિંહ તથા ભરત કોઠડીએ કારખાનામાં બળજબરીપૂર્વક તાળા મારી ચાવી લઈ ગયા હતા.
આ અંગે મુકેશભાઈ ચોવટીયાએ ચારેય શખ્સો સામે ફરિયાદ કરતા કેશોદ પીએસઆઈ પી.બી. લક્કડે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments